શું તમે આઇબ્રો થ્રેડિંગના દુખાવાથી પરેશાન છો? શું ઘણીવાર આ દુખાવાથી તમે એટલા બધા હેરાન થઈ જાઓ છો કે તે તમારાથી સહન પણ થતું નથી અને તમારા આંખમાંથી આંસુ પણ આવી જાય છે? જો તેનો જવાબ હા છે તો આ દુખાવામાંથી છુટકારો મેળવવા માટે અમુક આસાન ટિપ્સ અપનાવી શકાય છે.
આજકાલ આપણે આઇબ્રોને થ્રેડિંગ કરાવવું તે માત્ર આપણી જરૂરત નથી, પરંતુ યોગ્ય આકારમાં સેટ કરેલી આઇબ્રો આપણી ખૂબસૂરતીને વધુ નિખારે છે. પરંતુ થ્રેડિંગની આ પ્રક્રિયા એટલી બધી દુઃખદાયક હોય છે કે થ્રેડિંગ કરાવતા પહેલા ઘણીવાર આપણે વિચારતા હોઈએ છીએ.
થ્રેડિંગના દોરા ની મદદથી આઇબ્રોને યોગ્ય આકાર આપવો એ એક સારો ઉપાય છે, અને આ પ્રક્રિયામાં આઇબ્રોના અણગમતા વાળ પણ દૂર કરી શકાય છે, અને તેનાથી આપણા ચહેરાના આકાર ના હિસાબથી સુંદર તે પણ આપવામાં આવે છે. આ પ્રક્રિયામાં આપણા ચહેરાની ખુબસુરતી તો વધે જ છે પરંતુ તેમાં આપણે દુખાવો પણ સહન કરવો પડે છે. જો તમે પણ રેટિંગ ના સમયે થતા દુખાવાથી પરેશાન છો તો આવો ગ્રેટર નોઇડા ની બ્યુટી જોન સલૂનની એક બ્યુટી એક્સપર્ટ મોનિકા રાણાથી જાણીએ અમુક આસાન ટિપ્સ.
બરફનો કરો ઉપયોગ
વધુ પડતા ઠંડા તાપમાનથી વાળના રોગ કમજોર થઈ જાય છે અને આપણી ત્વચા સુન્ન થઇ જાય છે, જ્યારે પણ તમે આઇબ્રો માં થ્રેડિંગ કરાવવા જાવ છો તેની પહેલાં આઇબ્રો ની આસપાસ ના હિસ્સામાં બરફનો ટુકડો ઘસો અથવા તો તે ભાગને ઠંડા પાણીથી સારી રીતે ધોઈ લો. બરફનો ઉપયોગ અથવા ઠંડા પાણીનો ચહેરા પર ઉપયોગ કરવાથી થ્રેડિંગ સમયના દુખાવાને ઓછો કરી શકાય છે.
ચ્વિંગમ ચાવો
આઇબ્રો થ્રેડિંગ ના દુખાવાથી બચવા માટે ચ્વિંગમ ચાવવી એ પણ એક કારગર ઉપાય છે. જો તમે આઇબ્રોના થ્રેડિંગ વખતે ઝડપથી ચ્વિંગમ ચાવો છો તો તમારો દુખાવો ઓછો થઈ જાય છે અને થ્રેડિંગ ની પ્રક્રિયા થોડી આસાન થઈ જાય છે.
ટેલકમ પાઉડરનો કરો ઉપયોગ
તમે જ્યારે પણ બ્યુટીપાર્લરમાં થ્રેડિંગ કરાવવા જાવ છો ત્યારે તે ટેલકમ પાઉડરનો ઉપયોગ કરે છે પરંતુ ઘણીવાર એવું જરૂરી નથી કે આ પ્રક્રિયાને યોગ્ય રીતે કરવામાં આવે, એટલા માટે તમે ટ્ડિંગ ના દુખાવાથી દૂર રહેવા માંગો છો તો યોગ્ય ટેલકમ પાઉડર પસંદ કરો. અને થ્રેડિંગ કરાવતા પહેલા તેને સારી રીતે આઇબ્રો વાળા ભાગમાં લગાવો. ટેલ્કમ પાવડર ની ત્વચામાં જોશથી ઘસો જેનાથી આ ભાગ પર જે પણ ભેજ અથવા તો તેલ હશે તેને પાવડર શોષી લેશે. અને જ્યારે આ ભેજ સંપૂર્ણ રીતે સૂકાઈ જાય ત્યારે થ્રેડિંગ કરતી વખતે ઓછો દુખાવો થાય છે.
આઇબ્રો વાળા ભાગને જોરથી ઘસો
જો તમે આઇબ્રોની થ્રેડિંગ ની પ્રક્રિયાને દુખાવા રહિત બનાવવા નો વિચારી રહ્યા છે તો તેની પહેલા આઇબ્રો વાળા હિસ્સાને જોરથી ઘસો. તેને આસપાસની ત્વચા ને રગડવાથી તે ત્વચા ઉત્તેજિત થઈ જાય છે અને તેનાથી વધુ તેલ અથવા તો બે જ થી છુટકારો મળે છે, ધ્યાન રાખો કે આઇબ્રોની વચ્ચે વાળા હિસ્સાને ફટાફટ ઘસો જેનાથી થ્રેડિંગ કરતી વખતે દુખાવાથી બચી શકાય.
એલોવેરા જેલ લગાવો
જો તમને થ્રેડિંગ કર્યા પછી પણ આઇબ્રો વાળા ભાગમાં બળતરા થઇ રહી છે તો તેને શાંત કરવા માટે થોડું એલોવેરા જેલ લગાવવું, તે થ્રેડિંગ પછીની ત્વચાની બળતરાને શાંત કરવા માટે મદદ કરે છે.
ઓછા ગ્રોથમાં જ કરાવી લો થ્રેડિંગ
હંમેશા આઇબ્રો થ્રેડિંગ કરાવતી વખતે આ વાતનું ધ્યાન રાખો કે વધુ ગ્રોથ થતાં પહેલાં જ થ્રેડિંગ કરાવી લો. તમારા આઈબ્રોમાં વધુ ગ્રોથ હશે તો થ્રેડિંગ ની પ્રક્રિયા વધુ દુઃખદાયક હોઈ શકે છે. તેથી પોતાના ગ્રોથના હિસાબથી યોગ્ય સમયાંતરે થ્રેડિંગ કરાવો.
ઉપર જણાવ્યા મુજબની યુક્તિઓ અપનાવીને તમે આઈબ્રો થ્રેડિંગ માં થતા દુખાવાથી બચી શકો છો, અને પોતાની ખૂબસૂરતીને પણ કાયમ રાખી શકો છો,જો તમને આ લેખ ગમ્યો હોય તો તેને જરૂર થી શેર કરો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team