
દુનિયાના કોઈ પણ ખુણે જાઓ કોઈ બીજી વસ્તુઓ મળે કે ન મળે ચા મળે તેમાં કોઈ બેમત નથી. દૂધ, છાશ અને હેલ્ધી ડ્રિંક્સ પીનારા ભારતીયોએ એવા કેટલાયે છે જેમણે ક્યારેય ચાનો સ્વાદ પણ ચાખ્યો નથી, તો કેટલાક ઘર એવા પણ છે જ્યા ચા તેનો મહત્વનો ભાગ છે. મહેમાન આવે તો તેના સ્વાગત માટે ચાનો કપ ધરી દેવામાં આવે છે. કેટલાક લોકો એવા પણ છે જે દિવસ દરમિયાન પાણી કરતા પણ વધુ ચા પીવાનું પસંદ કરે છે.

કેટલાક લોકોને ચાનું એવુ વ્યસન હોય છે. કે જો તેઓને ચા ના મળે, તો તેઓને માથામાં દુખાવો શરૂ થઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે ચા સાથે તમારો દિવસ શરૂ કરવો સારો માર્ગ નથી. જો તમે સવારમાં જાગી ને પથારી પર જ ચા પીવો છો તો નુકસાન થઈ શકે છે. જણાવી દઈએ કે ચા માં અમુક પ્રમાણમાં કેફીન મળી આવે છે, જેનાથી ગંભીર બીમારીઓ થઈ શકે છે.
સવારના ઉઠીને ચા પીવાથી થતા નુકશાન

૧. સવારે ઉઠીને ખાલી પેટે ચા પીવાને કારણે બાઈલના રસની પ્રક્રિયા અનિયમિત બની જાય છે, જેથી તમને ઉલ્ટી જેવું અનુભવાય છે, જેનાથી તમને બેચેની થઈ શકે છે.

૨. જોકે ઘણા લોકો ચાની જગ્યાએ કાળી ચા પીતા હોય છે. કાળી ચા પીવી સ્વાસ્થ્ય માટે સારી ગણાય છે, પરંતુ કાળી ચા વધારે માત્રામાં પીવી પણ નુકસાનકારક છે.

3. એવું માનવામાં આવે છે કે કાળી ચા પીવાથી વજન ઓછું થાય છે, જ્યારે તે પીવાથી પેટ ફૂલી જાય છે અને તેનાથી ભૂખ લાગતી નથી.
4. તે જ લોકો દૂધ વાળી ચા પીવી પસંદ કરે છે. પણ તમે ભાગ્યે જ જાણતા હશો. ખાલી પેટ ચા પીવાથી ઝડપથી થાકી તો જાવ જ છો, પરંતુ વ્યવહારમાં ચિંડિયાપણું પણ આવે છે.

5. તેમજ કેટલાક લોકોને કડક ચા પીવા ની આદત હોય છે. પરંતુ એ વાતનો થોડો પણ અનુભવ નહીં હોય કે કડક ટી પીવાથી અલ્સર થવાનું જોખમ રહે છે. આ ઉપરાંત પેટની આંતરિક સપાટીમાં ઘાયલ થવાની સંભાવના પણ વધે છે.
6. વારંવાર એક જ ચા ને ગરમ કરીને પીવી પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. તેથી, ચા બનાવીને રાખવી નહિ, ચા બનાવીને તેને તરત જ પીઈ જવી.

7. સાથે સાથે બેડ ચા પીવાથી દાંતમાં પોલાણ થવાનું જોખમ વધે છે. આ કરવાથી દાંતો ની નશોમાં સોજા જેવી સમસ્યાઓ થાય છે.
8. ચા પીવાથી, આપણું શરીર આયર્નને શોષી શકતું નથી, જેના કારણે શરીરમાં આયર્નની અછત હોય છે. જો તમને એનિમિયા હોય, તો ચા જરા પણ ન લેવી.

9. સવારમાં ખાલી પેટ ચા પીવાથી પેટમાં એસિડ બને છે. જેનાથી ગેસ જેવી સમસ્યાઓ થઇ શકે છે. તેથી ખાલી પેટ ચા પીવાને બદલે, તેની સાથે કંઈક ખાવું જોઈએ.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team