શું તમારે ભોજન પછી ગળ્યું ખાવાની આદત છે? તો જાણો ગોળ અને રવાનો સ્વાદિષ્ટ હલવો બનાવવાની રેસીપી વિશે

Image Source

આજે અમે તમારા માટે ગોળ અને રવાના હલવાની સરળ રેસિપી લઈને આવ્યા છીએ, જેને તમે જમ્યા પછી પીરસી શકો છો.

ભારતીય લોકો મીઠાઈઓ અથવા સ્વીટસ વગર રહી શકતા નથી કેમકે તે આપણી સંસ્કૃતિનો એક મહત્વનો ભાગ છે. અહી મોટાભાગના ઘરમાં લોકો જમ્યા પછી થોડું ગળ્યું ખાવાનુ પસંદ કરે છે. તેથી ઘણા લોકો ઘરે જ ગળ્યું બનાવે છે. સ્વીટસમાં મોટાભાગના લોકો અલગ પ્રકારની ખીર અને હલવો બનાવે છે. પરંતુ તમે આ વખતે ગોળ અને રવાના હલવો બનાવીને તમારા આખા પરિવારને ખવડાવો.

તમારી જાણકારી માટે જણાવી દઇએ કે ગોળ અને રવાના હલવાની રેસિપી ઘણી સરળ છે અને તેને બનાવવામાં પણ ખૂબ ઓછો સમય લાગે છે. તમે જમ્યા પછી ગોળ અને રવાના હલવાની આ સરળ રેસિપી જરૂર અજમાવી જુઓ. ચોક્કસ તે બધાને ખુબ પસંદ આવશે, તો વિલંબ કઈ વાતનો? ચાલો જાણીએ ગોળ અને રવાનો હલવો બનાવવાની સરળ રેસિપી વિશે.

Image Source

સામગ્રી

  • 1 કપ – રવો
  • 1/2 કપ – ઘી
  • 1 કપ – ગોળ
  • 1 કપ – પાણી
  • એલચી – 3
  • 1 કપ – સૂકા મેવા ( બદામ-પીસ્તા)

Image Source

ગોળ અને રવાના હલવાનું રેસીપી કાર્ડ

તમે જમ્યા પછી ગોળ અને રવાથી બનેલ હલવો બનાવીને તમારા પરિવારને ખવડાવી શકો છો.

  • ટોટલ સમય – 30 મિનિટ
  • તૈયાર કરવાનો સમય – 15 મિનિટ
  • રસોઈનો સમય – 25 મિનિટ
  • કેટલા લોકો માટે – 4
  • રસોઈ સ્તર – મધ્યમ
  • પ્રકાર – મીઠાઈ
  • કેલેરી – 125
  • ભોજન – ભારતીય

Image Source

બનાવવાની રીત

ગોળ અને રવાનો હલવો બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં ઘી નાખીને ગરમ કરી લો. ઘી ગરમ થયા પછી તેમાં કાજુ, બદામ અને એલચી નાખી સરખી રીતે મિક્સ કરો.

હવે એક વાસણમાં ઘી ગરમ કરી રવાને આછો બદામી થાય ત્યાં સુધી શેકી લો. રવો સરખી રીતે શેકાઈ જાય ત્યારબાદ તેમાં કેસરનું દૂધ નાખો.

હવે રવાના મિશ્રણને ત્યાં સુધી પકાવો જ્યાં સુધી મિશ્રણ ઘાટુ થઈ જાય નહિ. હવે એક વાસણમાં ઘી અને એલચી નાખી પછી તેમાં પાણી ગરમ કરી અને તેમાં ગોળ નાખી ઉકાળી લો.

જ્યારે ગોળ પાણીમાં મિક્સ થઈ જાય એટલે કે ચાસણી બની જાય, ત્યારે તેમાં રવો નાખી દો અને સરખી રીતે મિક્સ કરી લો. હવે બધી સામગ્રીઓને મિક્સ કરવા માટે સરખી રીતે ઉપરથી નીચે સુધી હલાવો.

હવે તેમાં ઉપરથી એક ચમચી ઘી અને શેકેલા સૂકા મેવા નાખો. તૈયાર છે તમારો ગોળ અને રવાનો સ્વાદિષ્ટ હલવો.

હવે ગોળ અને રવાના હલવાને એક પ્લેટ અથવા બાઉલમાં કાઢી લો અને તેમાં ઉપરથી પિસ્તા નાખીને પીરસો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “શું તમારે ભોજન પછી ગળ્યું ખાવાની આદત છે? તો જાણો ગોળ અને રવાનો સ્વાદિષ્ટ હલવો બનાવવાની રેસીપી વિશે”

Leave a Comment