શું તમારે પણ ગર્લફ્રેન્ડ છે ? તો ભૂલથી પણ તેની સામે ના કરો આ ભૂલ ..

આજના જમાનામાં લગભગ બધાને ગર્લફ્રેન્ડ તો હોઈ જ છે. બધા જાણતા જ હશે કેગર્લફ્રેન્ડ ગુસ્સામાં હોય ત્યારે બોયફ્રેન્ડ ની હાલત ટાઇટ થઇ જતી હોય છે. આમ તો ગર્લફ્રેન્ડ કે પત્ની ગુસ્સો માં હોય ત્યારે થોડી શાંતિ રાખવી જ સરાહનીય છે, પણ તેમ છતાં મહિલાઓની કટૂ વાણી સાંભળીને ક્યારેક પુરુષોનો પણ ગુસ્સો ભભૂકી ઊઠે છે. ત્યારે જો તમે તમારા સંબંધોને લઇને સીરિયસ હોય અને લાંબા ગાળાના સંબંધો વિષે વિચારતા હોવ તો ગર્લફ્રેન્ડ હોય કે પત્ની તે જ્યારે ગુસ્સામાં હોય તો આ ભૂલો ન કરવી.

સૌથી પહેલા તો વૈજ્ઞાનિક રીતે તમારે એ સમજવું જરૂરી છે કે ધણીવાર મહિલાઓના સ્વભાવમાં હોર્મોન્સના ફેરફારના કારણે પણ ચીડાયાપણું, ગુસ્સો આવી જતો હોય છે. કેટલાક સ્ટડી માં પણ આ વાત કહેવામાં આવી છે કે માસિક કે પીરિયડની શરૂઆત કે પછી મહિલાઓ સ્વભાવ વધુ ચીડિયો થઇ જતો હોય છે. તો આ કારણ હોય તો તેની શારિરીક અને માનસિક પરિસ્થિતિ સમજી તેની સાથે ઝગડવા કરતા તેને હૂંફ આપવી વધુ સારું રહેશે.

મોટા ભાગના પુરુષો ગુસ્સાનો જવાબ ગુસ્સામાં આપતા હોય છે. તેમને લાગે છે કે ગર્લફેન્ડ ગુસ્સામાં છે તો જો હું પણ ગુસ્સામાં જવાબ આપીશ તો મામલો જલ્દી ઠીક થઇ જશે. પણ આમ કરતા જ તેમને લેવાના દેવા પડી જાય છે. અને ધણીવારનો સંબંધો તૂટવાનો પણ વારો આવે છે. સારું તે રહેશે કે તમે થોડા ગુસ્સો કરી જુઓ પણ લાગે છે કે વાત બગડી રહી છે તો દલીલ બાજીના બદલે શાંત રહો.

ગુસ્સામાં ખોટી દલીલ કરવા કરતા તમે તેને કહો કે હાલ તો ગુસ્સામાં છે. હું તારા પ્રશ્નને સમજી શકું છું. પણ તું જ્યારે શાંત થશે ત્યારે આ બાબતે આપણે ચોક્કસથી સારી રીતે બેસીને ચર્ચા કરીશું.

ધણીવાર જો વાત નાની હોય તો સાંભળીને જતું કરતા પણ શીખો. કારણ કે મહિલાઓ અનેક વાર બસ પોતાનો રોષ ઠાલવીને શાંત થઇ જતી હોય છે. ધણીવાર આ ક્ષણિક પણ હોય છે. ત્યારે આવા સમયે જતું કરવાનું વૃત્તિ પણ રાખો.

ગુસ્સા પછી પેચ અપ કરવાનો પ્રયાસ જરૂર કરો. અને જો પેચ જલ્દી ના થાય તો ધીરજ રાખો. અને આ સમય દરમિયાન તેને કેર અને પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરતા રહો જેથી પેચ અપની સંભાવના વધે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment