પોતાના ચહેરા ઉપર સુંદર ગ્લો ઈચ્છો છો તો નિયમિત ધોરણે નીચે જણાવેલ 6 બ્યુટી ટિપ્સ અપનાવો, તમારો ચહેરો લાગશે એકદમ સુંદર અને બેદાગ.
ત્વચા ની કાળજી માંટે ક્યારેક ક્યારેક કાચી ડુંગળી ખાવી ખાવી ખૂબ જરુરી હોય છે. તેનાથી ચહેરા ઉપર ના દાગ દૂર થાય છે.
તમે ફ્રેશ રહો તે માંટે આંખો ને આરામ આપવો પણ જરુરી છે. આખો દિવસ કમ્પ્યુટર પર કામ કરતાં કરતાં પણ તમારે તમારી આંખો ને આમ તેમ ફેરવી તેમ જ બારી ની બહાર પણ નજર ફેરવવી. અને કસરત કરવી જેનાથી આંખો એ આરામ મળે.
ચહેરા પર માસ્ક પહેરવા થી ત્વચા ની મૃત કોશિકા ઓ દૂર થાય છે. તેનાથી ચહેરો સુંદર થાય છે. સ્કીન ટાઇટ રહે છે અને કરચલીઓ પણ દૂર થાય છે.
સ્નાન કરવાથી પણ ચહેરા પર રોનક આવે છે. જો કે 10 મિનિટ થી વધુ નાહવું ન જોઈએ. વધુ સમય સુધી નાહવા થી પણ ચહેરો સોફ્ટ રહેતો નથી. લાંબા સમય સુધી નાહવા થી ત્વચા પર લાલ ડાઘ પડી શકે છે.
બપોરે દરેક ને ઊંઘ આવવી એ એક કોમન વાત છે. કામ ની વચ્ચે થોડો સમય કાઢી ને 5 મિનિટ નો આરામ કરી લો. તે તમારા માંટે ખૂબ ફાયદાકારક રહેશે. તેનાથી ન તો ફકત ધ્યાન કેન્દ્રિત થશે પણ સાથે જ લોહી માં સેરોટોનીન નામનું હોર્મોન પણ વધશે. આ હોર્મોન ખુશી ના અહેસાસ માંટે પણ ઉપયોગી થશે.
દિવસભર નો થકાવો દૂર કરવા માંટે તાજી હવા મદદ કરી શકે છે. થોડી વાર ચાલવું કે પછી હલકી ફૂલકી કસરત થી પણ ચહેરા પર રોનક આવી શકે છે. બ્રિટેન ની એક્ષસેસ યુનિવર્સિટી ના પ્રમાણે તેનાથી માણસ હલકું પણ ફીલ કરે છે. આકાશ નીચે અને હરિયાળી માં મગજ માં તાજગી આવે છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team