કેટલીક વખત ખોટા સમયે ખોટી વસ્તુ ખાવા થી વેટ લોસ ની જગ્યા એ વેટ વધી જાય છે. એટલે જ કયા તમે પણ બ્રેકફાસ્ટ માં આવી ભૂલો તો નથી કરતાં ને?
કેટલાક હેલ્થ એક્સપર્ટ એવું કહે છે કે બ્રેક ફાસ્ટ દિવસ નો સૌથી મહત્વપૂર્ણ ભોજન હોય છે. એટલે જ બ્રેકફાસ્ટ ક્યારે પણ સ્કીપ ના કરવો જોઈએ. ખાસ કરી ને તમે જ્યારે વેટ લોસ કરવા માંગતા હોય તો, ત્યારે તો તમારે બ્રેકફાસ્ટ ને લઈ ને ખૂબ સતર્ક રહેવું જોઈએ. કહેવાય છે કે સ્વસ્થ અને પૌષ્ટિક નાસ્તા થી દિવસ ની શરૂઆત કરવી સારી ગણાય છે. આ પૌષ્ટિક નાસ્તો દિવસભર ની એનર્જી થી ભરપૂર રાખે છે. અને મેટાબોલીસમ ને સારું રાખે છે. એટલે તમારે વજન ઓછું કરવું હોય તો તમારે બ્રેકફાસ્ટ સ્કીપ ન કરવો.
સાથે જ બ્રેકફાસ્ટ માં તમે શું લો છો, જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ એવી જ ભૂલો વિશે જેનાથી તમારું વજન ઓછું થવામાં તમને મદદ મળે.
બ્રેકફાસ્ટ માં પ્રોટીન ન લેવું
જો તમારે વજન ઓછું કરવું હોય તો તમારે તમારા બ્રેક ફાસ્ટ માં પ્રોટીન શામેલ કરવું. બ્રેકફાસ્ટ માં પ્રોટીન ન લેવાથી કેલેરી માં વૃદ્ધિ થાય છે. પ્રોટીન તમારી ભૂખ ને વધારે સમય સુધી રોકી શકે છે. એટલે બ્રેકફાસ્ટ માં પ્રોટીન લેવાનું ન ભૂલતા. એટલે તમે તમારા નાસ્તા માં ઈંડા, કેળા, અખરોટ કે કોઈ અનાજ લઈ શકો છો.
શુગર
સૂઈ ને ઉઠયા પછી તરત કોઈ પણ શુગર વાળી વસ્તુ ના ખાવી જોઈએ. ખાસ કરી ને બ્રેકફાસ્ટ માં શુગર ન લેવી જોઈએ. કારણકે તેમા અતિરિક્ત માત્રા માં ફેટ હોય છે. જેનાથી વજન તો વધે છે પણ સાથે જ લીવર પર પણ અસર થાય છે. આ શુગર થી મેટાબોલીસમ પર પણ અસર પડે છે. એટલે તમારા ભોજન માં બને એટલી ઓછી ફેટ વાળી વસ્તુ ખાવી.
કાર્બસ
બ્રેકફાસ્ટ માં એવા જ ફૂડ ને શામેલ કરવા કે જેમા કાર્બસ હોય. જેનાથી તમારા વેટ લોસ ની જર્ની પર અસર પડે. એટલે ધ્યાન રાખવું કે દિવસભર બને એટલું કાર્બસ ઓછું લેવું. કાર્બસ બ્લડ શુગર ની માત્રા ને પણ પ્રભાવિત કરે છે. બ્રેક ફાસ્ટ માં એવી જ વસ્તુ નો સમાવેશ કરવો કે જેમાં પ્રોટીન, ફાઇબર અને ફેટ ની માત્રા સરખી હોય.
બ્રેક ફાસ્ટ સ્કીપ કરવો
બ્રેકફાસ્ટ સ્કીપ કરવાથી તમારી ભૂખ વધી જાય છે. અને તમે લંચ અને ડિનર માં વધુ ખાઈ લો છો. જેનાથી વજન વધવાની સંભાવના વધી જાય છે. એટલે ક્યારે પણ બ્રેકફાસ્ટ કરવાનું ન ભૂલતા. જો તમારી પાસે સવારે બ્રેકફાસ્ટ માંટે નો ટાઇમ નથી તો તમે કોઈ પણ ફળ જેમ કે,સફરજન કે કેળું કે પછી દૂધ પણ પી શકો છો. આ સિવાય તમે બ્રેક ફાસ્ટ માં ઈંડા પણ લઈ શકો છો. સૌથી સારો ઉપાય છે કે તમે પહેલા થી જ તમારા બ્રેકફાસ્ટ ની તૈયારી કરી રાખો જેથી તમને કોઈ તકલીફ ન થાય.
બેલેન્સ ડાયટ ન રાખવું
રોજ એક જ સરખો નાસ્તો કરવાથી પણ વજન વધે છે. જેમ કે તમે નાસ્તા માં ફક્ત ફળ જ ખાવ છો અને પ્રોટીન કે ફાઇબર નાસ્તા માં શામેલ નથી કરતાં તો તે તમારા વજન પર વિપરીત અસર કરે છે. એટલે જ હમેશા એવો નાસ્તો કરવો કે જેમાં ફાઇબર, પ્રોટીન અને ફેટ ની માત્રા સરખી હોય. તમે સંતુલિત નાસ્તા માંટે એવોકાડો ટૉપિન્ગ, કેળા, નટ્સ અને દૂધ ની સાથે તમે મલ્ટી ગ્રૈન રોટલી પણ ખાઈ શકો છો.
ફક્ત અનાજ જ ખાવું
કેટલીક વખત તમે બ્રેક ફાસ્ટ માં ફક્ત અનાજ જ ખાવ છો. ફળ, દૂધ અને અન્ય ડેરી પ્રોડક્ટસ ને તમે શામેલ નથી કરતાં. આ પ્રકાર નો નાસ્તો તમારી પર વિપરીત અસર કરે છે. એટલે જ બ્રેકફાસ્ટ પર ફક્ત અનાજ પર જ ફોકસ ન કરવું. બીજી વસ્તુ પણ શામેલ કરો.
ખૂબ જલ્દી ખાઈ લેવું.
ભોજન ને આરામ થી અને ચાવી ચાવી ને ખાવું જોઈએ. કેટલીક વખત પેટ ને નથી સમજાતું કે તમે ભોજન જરૂરત કરતાં વધુ ખાધું છે કે નહીં. અને ઉતાવળ માં તમે જલદી ખાઈ લો છો. આ રીતે ભોજન કરવાથી તમારું વજન ઘટવા કરતાં વધી જાય છે. એટલે જ આરામ થી ખાવું.
ખાસ નોંધ : ઉપરોક્ત માહિતી પ્રદાન કરવા માટે અમે સંપૂર્ણ કાળજી લીધી છે. તેમ છતાં, વાચકોને ચેતવણી આપવામાં આવી છે કે કંઇપણ સેવન અથવા ઉપયોગ કરતા પહેલા, તમારા ચિકિત્સક અથવા ડોક્ટર ની સલાહ આવશ્યક છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team