Image Source : INSTAGRAM/SUMAN JAISWAL, PIXABAY
હિન્દુ ધર્મમાં તુલસીનું ઘણું જ મહત્ત્વ જોવા મળે છે અને તેના જ કારણે આપણે લગભગ હિન્દુ ઘરમાં તુલસીનો છોડ જોવા મળે છે. આ છોડનો આપણા હિન્દુ માં ખુબ જ મહત્વ છે અને સ્વાસ્થ્યના કારણોથી પણ તે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તેને ઔષધીનું ઉપનામ આપવામાં આવ્યું છે. પરંતુ લગભગ લોકોની સમસ્યા એ હોય છે કે તેમના ઘરની તુલસી વારંવાર સુકાઈ જાય છે ખૂબ જ ધ્યાન રાખવા છતાં પણ જો તમારા ઘરના તુલસીનો છોડ સુકાઈ રહ્યો છે તો અમે તમને અમુક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમે તમારી તુલસીને હરી ભરી રાખી શકો છો.
તુલસી નુ ધાર્મિક મહત્વ તો છે જ પરંતુ આયુર્વેદમાં પણ તુલસીનો ખૂબ જ મહત્ત્વ જોવા મળે છે, જો તમારો તુલસીનો છોડ વારંવાર સુકાઇ રહ્યો છે અથવા તો સડી જાય છે તો અમે તમને અમુક આસાન ટિપ્સ જણાવવા જઇ રહ્યા છીએ, જે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. તુલસી નો નવો છોડ જો તુલસી વિવાહ ના દિવસે લગાવવામાં આવે તો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવો જાણીએ બીજી અન્ય ટિપ્સ.
તુલસી માટે માટી
તુલસીનો છોડ લગાવતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેમાં વધુ પાણી નાખવું જોઈએ નહીં. વધુ પાણી આપવાથી તુલસીના જડમાં ફૂગ લાગી જવાની સંભાવના રહે છે, તેથી જ તુલસીના છોડ માટે સૌથી વધુ જરૂરી છે માટીની પસંદગી. તુલસીનો છોડ માત્ર માટીમાં ન લગાવવો તેની જગ્યાએ તમારે 70% માટી અને 30 % રેતીનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી એ વાતનો ફાયદો થશે કે પાણી તુલસીના જડ સુધી વધુ સમય રહેશે નહીં અને તુલસીનો છોડ સડવાથી બચી જશે તથા લાંબા સમય સુધી તાજગીભર્યો રહેશે.
માટીમાં આ રીતે ઉમેરો ગોબર
ગાયના છાણનું આપણા હિન્દુ સમાજમાં ખૂબ જ મહત્વ છે, અને તે છોડ માટે પણ ખૂબ જ સારું હોય છે, પરંતુ તુલસીમાં છાણને ડાયરેક્ટ નાખવાનો નથી, પરંતુ તેને સૂકવીને તેનો પાઉડર કરી લો, અને ત્યારબાદ તેને માટીમાં નાખવું, તેનાથી તુલસીનો છોડ દરેક ઋતુમાં ખૂબ જ તાજગીભર્યો રહેશે અને ઘણા બધા પાન પણ તે છોડમાં આવશે.
તુલસી માટે આ પ્રકારનું હોવું જોઈએ કુંડુ
તુલસી માટે કુંડાનું મોં પહોળું હોવું જોઈએ અને ઊંડું હોવું જોઈએ, કુંડાની નીચે બે કાણા કરીને નીચે કાગળનો ટુકડો લગાવો ત્યારબાદ ખાતર અને રેતી મિક્સ કરીને વાટી નાખો, જે ઉપર જણાવ્યું છે હવે તેમાં તુલસીનો છોડ લગાવો ખૂબ જ જલ્દી તમારો છોડ ચોટી જશે અને ખૂબ જ તાજગીભર્યો રહેશે.
તુલસીમાં પાણી આપતી વખતે આ વાતોનું રાખો ખાસ ધ્યાન
તુલસીના છોડમાં ગરમીમાં તમે દરરોજ પાણી નાખી શકો છો અને વાસ્તુશાસ્ત્ર અનુસાર રવિવારે તુલસીમાં પાણી નાખવું જોઈએ નહીં, જો તમે વાસ્તુ શાસ્ત્રમાં માનો છો તો આ વાતનું ખાસ ધ્યાન રાખો. ત્યાં જ શિયાળામાં તો તમારે ચાર પાંચ દિવસમાં એક વખત પાણી નાખવાનું છે અને વરસાદની ઋતુમાં ખૂબ જ જલ્દી થઈ જાય છે. તેથી તેને વરસાદના પાણીથી દૂર રાખો અને જો તુલસી ઉપર પાણી પડી રહ્યું છે તો તમારે વરસાદની ઋતુમાં તેને પાણી આપવાની જરૂર નથી.
તુલસી નું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી
તુલસીના છોડની જાળવણી કરવી ખૂબ જ જરૂરી છે, તુલસી ને ઉપર ના પાન તોડતા રહો, નહીં તો છોડ લાંબો થતો જશે અને પાના ઓછા આવશે. પાનના ગ્રોથ માટે તેને ઉપરથી કાપતા રહો તો તમારો છોડ ગાઢ અને પાંદડા વાળો થશે.
તુલસીમાં બીજ આવે તો શું કરવું
તુલસીના બીજને મંજરી કહેવામાં આવે છે. આ બીજ જ્યારે આવે ત્યારે તમે તેને લઈ લો, જો મંજરી સુકાઈ ગઈ છે તો તમે બીજા કુંડામાં તેના બીજ નાખી શકો છો તેને સુકવીને તમે ચામાં પણ નાખી શકો છો.
એપ્સમ સોલ્ટ
જો તમે ઈચ્છો તો તુલસીના છોડમાં એપ્સમ સોલ્ટ પણ નાખી શકો છો, એક લિટર પાણીમાં એક ચમચી એપ્સમ સોલ્ટ નાખીને આ પાનના પાંદડા અને માટીમાં છાંટો, તેને તમે તમારા ગાર્ડનના કોઈપણ છોડમાં ઉપયોગમાં લઇ શકો છો તેનાથી તમારા છોડ હર્યાભર્યા રહેશે.
કીડાથી કેવી રીતે બચાવવો તુલસીનો છોડ
એમ તો તુલસીના છોડમાં કીડા લાગતાં નથી પરંતુ જો તમારી તુલસીમાં કીડા લાગી જાય છે તો લીમડાના તેલનો સ્પ્રે તમે છાંટી શકો છો. એક લીટર પાણીમાં દસ ટીપા લીમડાનું તેલ નાખીને છોડના પાન ઉપર સ્પ્રે કરો આ સમસ્યા સમાપ્ત થઈ જશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team