પ્રેગનેન્સી વખતે રહેતો પેટનો દુખાવો દુર કરવા ગભરાયા વિના કરો આટલું કામ

જેમકે આપણે બધા જ જાણીએ છીએ કે પહેલી વાર જયારે મહિલા પ્રેગનેન્ટ થાય છે ત્યારે તેની ખુશીનો પાર નથી રહેતો. પરંતુ આ ખુશીની સાથે સાથે તેને નાની નાની વાતમાં ઘણી ચિંતાઓ પણ રહે છે. પ્રેગનેન્સી દરમ્યાન તેને ઉલટી થવી, ચક્કર આવવા, ખાવા પીવાની ઈચ્છા ના થવી વગેરે જેવા લક્ષણો દેખાય છે. આ દરમ્યાન તેને તેના બાળકને લઈ પણ ઘણી ચિંતાઓ થતી રહે છે જેમકે મારા ના ખાવાથી મારા બાળકને તો કઈ ઈજા નહી થાય ને? આજે અમે તમને જણાવીશું કે કેવી પરિસ્થિતિમાં ડોક્ટરની સલાહ લેવી અને કેવી પરિસ્થિતિમાં પ્રેગનેન્સીનો દુખાવો નોર્મલ ગણાય છે.  

પેટમાં સામાન્ય દુખાવો થવો

જણાવી દઈએ કે પ્રેગ્નેન્સીની શરૂઆતના ત્રણ મહિનામાં એટલે કે 1થી 12 અઠવાડિયા દરમિયાન પેટમાં સામાન્ય દુખાવો થતો રહે છે. કારણકે આ દરમિયાન તમારા શરીરમાં ઘણા ફેરફાર આવતા હોય છે. તમારું ગર્ભાશય પહોળું થાય છે, લિગમેન્ટ્સ ખેંચાવા લાગે છે, જેના લીધે પેટમાં દુખાવો થવો સામાન્ય છે.

ગર્ભાશયનો આકાર મોટો થાય છે

પ્રેગ્નેન્સી દરમિયાન ગર્ભાશયનો આકાર મોટો થતો જાય છે તેમ તેમ પેટના અન્ય અંગોની જગ્યા ખસે છે. જેના કારણે જમ્યા વિના જ પેટ ભરેલું હોય તેવું લાગે છે અથવા તો પેટમાં સામાન્ય દુખાવો થાય છે.

ડૉક્ટર પાસે ક્યારે જવું જોઈએ?

જો તમને પ્રેગ્નેન્સીના શરૂઆતના દિવસોમાં પીરિયડ્સમાં થતાં દુખાવા જેવો અનુભવ થાય અથવા ક્રેમ્પ્સ આવે અને પોઝિશન બદલવાથી દુખાવો બંધ થઈ જાય તો પરેશાન થવાની જરૂર નથી. પરંતુ પેટમાં ખૂબ જ દુખાવો થાય અને સાથે બ્લિડિંગ પણ થાય અથવા તો પેટના દુખાવા સાથે ઊલટી થાય તો કોઈપણ રિસ્ક લીધા વિના ડૉક્ટર પાસે દોડી જવું જોઈએ.

પેટના દુખાવા માટે કરો આ ઉપાયો

કસરત કરવી

પુરા દિવસ દરમિયાન અડધો કલાક કસરત કરવાથી પેટનો દુખાવો થતો નથી. જો કે, આનો અર્થ એ નથી કે તમે ભારે વજન ઉઠાવો. સંતુલિત અને હળવી કસરત કરવી જેથી શરીર એક્ટિવ રહે.

થોડું-થોડું જમો

જો તમને ભૂખ લાગી હોય તો એકવારમાં જ ઘણું બધું ના ખાવ. થોડી થોડીવારે ખાવું જોઈએ. પેટ હળવું રહેશે તો પેટમાં ઓછો દુખાવો થશે.

ફાઈબરવાળી વસ્તુ ખાવી

એવી ચીજવસ્તુઓ ખાવાનું રાખો જેમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય. આ સિવાય લીલા શાકભાજી, ફળ વગેરેનું સેવન કરવું જોઈએ. આનાથી પેટ સાફ રહેશે અને કબજિયાત-ગેસની સમસ્યા નહીં થાય.

આરામ કરો

જો પેટમાં દુખાવો થતો હોય તો આરામ કરવો. શરીરને વધારે સ્ટ્રેસ આપવાની જરૂર નથી.

નોંધ: આ આર્ટિકલમાં આપવામાં આવેલી માહિતીનો અમલ કરતા પહેલા આપના ડૉક્ટરની સલાહ ચોક્કસ લેશો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment