હાલ દેશમાં કોરોનાના કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. અને લોકોના મનમાં એક ડર પેસી ગયો છે. જે ડર પણ ક્યાંકને ક્યાક ભયંકર બની રહ્યો છે. કોરોનાથી બચવા માટે આપણે શક્ય બને તેટલા પ્રયાસ તો કરીએજ છીએ પરંતુ શરીરને જો નીરોગી રાખવું હોય તો આપણે આપણી જીવનશૈલીમાં થોડા ઘણા ફેરફાર લાવીને પણ નીરોગી રહી શકીએ છીએ. ત્યારે આજે અમે તમને એજ બાબતે માહિતી આપવા જઈ રહ્યા છે. કે તમારા શરીરને નીરોગી રાખવા માટે તમારે શું કરંવું જોઈએ..
પોઝિટીવ વિચરો મગજમાં રાખો
એખ સર્વેમાં સામે આવ્યું છે કે જો તમે તમારા મગજમાં હંમેશા પોઝિટીવ વીચારો રાખશો. તો તમારે કોઈની મદદની પણ જરૂર નહી પડે. અને કોઈ પણ મુશ્કેલીનો સામનો પણ તમે કરી શકશો. મગજમાં જ્યારે કોઈ નકારાત્મ વીચારો આવે ત્યારે આપણે ટેન્શન લઈએ કે અન્ય કોઈ ચીંતા કરીએ જેની અસર આપણા શરીર પર પડતી હોય છે. પરંતુ જો તમે મગજમાં હંમેશા પોઝિટીવ વિચારો રાખશો તમારું સ્વાસ્થ્ય પણ લાંબા સમય સુધી સારુ રહેશે
રોલ મોડેલ પસંદ કરો
જો તમ તમારું સ્વાસ્થ્યને સારુ રાખવા માગો છો. તો મગજ પર તેની કોઈ નકારાત્મક અસર ના પડે તે જરૂરી છે. જેથી જે પણ વ્યક્તિ તમારી રોલ મોડેલ છે. તેને અનુસરીને તમે દિવસની તમારી દિનક્રીયા નક્કી કરો. દાખલા તરીકે સચીન તેડુંલકર તમારો ફેવરીટ છે. તો તે દિવસમાં કેટલી મહેનત કરે છે. અને સફળતા મેળવવા તે જે પણ કરે છે. તે વસ્તું તમે પણ કરો. જેથી તમને તે વાતનો સંતોષ મળશે. અને શરીરની સાથે મગજથી પણ તમે નીરોગી રહેશો.
સમસ્યાને જાણો
શારીરિક રીતે સ્વસ્થ રહેવાની સાથે માનસીક રીતે સ્વસ્થ રહેવું પણ જરૂરી છે. મોટા ભાગના લોકો કોઈકને કોઈક સમસ્યાનો સામનો કરતા હોય છે. જેના કારણે તેઓ હેરાન રહે છે. પછી તેમને આગળ જતા ગંભીર બીમારીઓનો સામનો કરવો પડે છે. પરંતુ તમે એ વસ્તુ પર પુરુ ધ્યાન આપો કે સમસ્યા કઈ અને તેનું નિવારણ કેવી રીતે આવશે.
કસરત કરવાનું રાખો
શરીરને નીરોગી રાખવા માટે કસરત કરવી ખૂંબજ જરૂરી છે. શાળામાં બાળકોને પણ કસરત કરવામાં આવે છે. જેથી તેમનું શરીર હંમેશા સ્વસ્થ રહે. જેથી તમે તમારા શરીરને નીરોગી રાખવા માગો છો. તો હંમેશા જીવનમાં કસરત કરતા રહેજો..
સારા લોકોનો સંગાથ રાખો
જીવમાં એવા લોકોની શોધ કરો જે તમન હંમેશા મદદ કરે અને હંમેશા તમારી સાથે ઉભા રહે. એવા લોકો સાથે સંબંધ ન રાખો કે જે લોકો માત્ર પોતાના સ્વાર્થ ખાતર તમારી સાથે રહી રહ્યા છે. કારણકે શરીરને તણાવ મુક્ત રાખવા માટે યોગ્ય લોકો આપણી સાથે રહે તે પણ જરૂરી છે.
પોતાને માફ કરવાનું રાખો
જ્યારે તમે કોઈ પણ કામમાં અસફળ થાવ છો. ત્યારે તે વાતને લઈને તમે ઘણા હેરાન થાવ છો. જે સ્વાભાવીક છે. પરંતુ પસ્તાયા વગર પોતાની જાતને માફ કરીને ત્યાથી આગળ વધશો તો તમારું મન પર હળવું રહેશે. પરંતુ જો લાંબા સમય સુધી તે વાતને તમે મગજમાંથી નહી કાઢો. તો આપણા શરીર પર તેની ગંભીર અસર પડતી હોય છે.
ક્યાય પણ ભૂખ્યા ન જાવ
મોટા ભાગે આજે લોકો પોતાના કામ પાછળ એટલા ઘેલા બની ગયા છે. કે ખાવા પ્રત્યે ધ્યાન જરા પણ નથી આપતા જો પેટ ભરેલું રહેશે તો કામામાં પણ તમારું મન લાગેલું રહેશે પરંતુ જો ખોરાક બરાબર રીતે તમે ખાવાનું નહી રાખો. તો તેના કારણે તમારો દિવસ પણ સારો નહી રહે. અને શારિરીક અશ્કત્તિ તમારામાં રહેશે. જેથી હંમેશા કોઈ પણ કામ અર્થે જ્યારે બહાર નીકળો તો ભૂખ્યા જવાની આદત હવે ટાળી દેજો…
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: Ronak Bhavsar