શનિવાર અને મંગળવારે શનિ અને હનુમાન બંને દેવતાઓની ભક્તિ માટે વિશેષ દિવસ માનવામાં આવે છે. આ દિવસે કેટલાક વિશેષ ઉપાય કરવાથી બંને દેવતાઓની કૃપા પ્રાપ્ત થઈ શકે છે. જાણો શનિવાર અને મંગળવારે કેવી રીતે શનિદેવ અને હનુમાનના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય.
ધર્મગ્રંથો પ્રમાણે, શનિદેવ અને ભગવાન હનુમાનની આરાધનાથી દુનિયાનું દરેક સુખ પ્રાપ્ત કરી શકાય છે. જ્યાં શનિ સારા કર્મોનું ફળ પ્રદાન કરી ભક્ત ઉપર કૃપા કરે છે, તો હનુમાનની કૃપા દ્વારા બળ, બુદ્ધિ, જ્ઞાન અને સફળતા પ્રદાન કરે છે. આવો જાણીએ કઈ રીતે બંને ભગવાનને પ્રસન્ન કરી શકાય ..
1-શનિવાર અને મંગળવારે સવાર-સાંજ સ્નાન કર્યા પછી નવગ્રહ મંદિરમાં શનિ અને હનુમાનની જળ સ્નાન અને વિશેષ સામગ્રીઓથી પૂજા કરો.
2-પૂજામાં શનિદેવને ગંધ, ચોખા, ફળ, તેલ, તલ, કાળા વસ્ત્ર તો હનુમાનજીને સિંદૂર, લાલ ચંદન, ફૂલ, ચોખા અને લાલ વસ્ત્ર ચઢાવો.
3-શનિદેવને તેલના વ્યંજન તો હનુમાનજીને ગોળના પકવાનનો ભોગ લગાવો.
4-શનિદેવ અને હનુમાનજીના સરળ મંત્રોનો જાપ ઓછામાં ઓછા એક માળા અર્થાત્ 108 વાર કરો.
5-પૂજા અને મંત્ર જાપ કર્યા પછી હનુમાનજી અને શનિદેવની ધૂપ અને દીપ આરતી કરી સફળતા અને સૌભાગ્યની કામના કરો.
શ્રીહનુમાન ધ્યાન મંત્રઃ-
मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम्।
वातात्मजं वानरयूथ मुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये।।
હનુમાન ધ્યાન મંત્ર પછી આ આસાન હનુમાન નામ મંત્રોનું સુખ-સમૃદ્ધિની કામનાથી સ્મરણ કરો-
ॐ बलसिद्धिकाय नम:।
ॐ सर्वबन्धविमोक्त्रे नम:।
ॐ सर्वदु:खहराय नम:।
શનિ સ્મરણ મંત્રઃ-
नीलाञ्जनं समाभासं रविपुत्रं विनायकम्।
छायामार्तण्ड सम्भूतं तं नमामि शनैश्चरम्।।
શનિ સ્મરણ મંત્રો પછી આ નામ મંત્રોનું પણ ધ્યાન કરી, સુખ-સૌભાગ્યની કામના કરો-
ॐ दीनार्तिहरणाय नम:।
ॐ दैन्यनाशकराय नम:।
ॐ भानुपुत्राय नम:।
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team