અત્યારે શ્રાવણ મહિનાનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે. અને શ્રાવણના મહિનામાં ભગવાન શંકરની પૂજા કરવાનું વિશેષ મહત્વ જોવા મળે છે. શ્રાવણનો મહિનો શંકર ભગવાનને સમર્પિત હોય છે. આ મહિનામાં શંકર ભગવાનની પૂજા અર્ચના કરવાથી ખૂબ જ સારા શુભ ફળ મળે છે, અને ધાર્મિક માન્યતા અનુસાર શંકર ભગવાન ઉપર અમુક વસ્તુઓ ચડાવવાથી શંકર ભગવાન ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે. તો આવો જાણીએ શંકર ભગવાન ઉપર કઈ વસ્તુઓને ચડાવવી જોઈએ.
પાણી
શંકર ભગવાનને પ્રસન્ન કરવાનો સૌથી આસાન ઉપાય છે શંકર ભગવાન ઉપર પાણી ચઢાવવું. શિવજીને પ્રસન્ન કરવા માટે ઓમ નમઃ શિવાય નો જપ કરતા કરતા શિવલિંગ ઉપર પાણી અર્પિત કરવું જોઈએ. ધાર્મિક માન્યતા અનુસાર શંકર ભગવાનના શિવલિંગ ઉપર જળ ચડાવવાથી આપણું મન શાંત થાય છે.
દૂધ
શિવલિંગ ઉપર દૂધ ચડાવવાથી શંકર ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર શિવલિંગ ઉપર દૂધ ચડાવવાથી વ્યક્તિ સદા સ્વસ્થ અને રોગમુક્ત રહે છે.
ખાંડ
શિવલિંગ ઉપર ખાંડ ચડાવવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે આમ કરવાથી શંકર ભગવાન ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે. અને ધાર્મિક માન્યતા અનુસાર શિવલિંગ ઉપર ખાંડ અર્પિત કરવાથી ઘરમાં ક્યારેય યશ વૈભવ અને કીર્તિની ઉણપ આવતી નથી.
કેસર
શંકર ભગવાન ઉપર કેસર અર્પિત કરવાથી ભગવાન શંકરની વિશેષ કૃપા આપણને પ્રાપ્ત થાય છે. અને ધાર્મિક માન્યતા અનુસાર લાલ કેસરથી શંકર ભગવાનને તિલક કરવાથી જીવનમાં સૌમ્યતા આવે છે તથા માંગલિક દોષ પણ સમાપ્ત થઈ જાય છે.
અત્તર
શંકર ભગવાન ઉપર અત્તર અર્પિત કરવાથી ભગવાન શંકર ખૂબ જ પ્રસન્ન થાય છે. અને ધાર્મિક માન્યતા અનુસાર શંકર ભગવાન ઉપર અત્તર અર્પિત કરવાથી મનની શુદ્ધિ થાય છે અને તામસી પ્રવૃત્તિઓ વાળા વ્યક્તિ ને તેમાંથી મુક્તિ મળે છે.
દહીં
શંકર ભગવાન ઉપર દહીં પણ અર્પિત કરવું જોઈએ. ધાર્મિક માન્યતા અનુસાર આમ કરવાથી વ્યક્તિ પરિપક્વ બને છે અને તેના જીવનમાં સ્થિરતા આવે છે.
દેશી ઘી
શિવલિંગ ઉપર દેશી ઘી અર્પિત કરવાથી શિવજીની કૃપા મળે છે. અને ધાર્મિક માન્યતા અનુસાર શંકર ભગવાનને ઘીનો અભિષેક કરવાથી વ્યક્તિ બળવાન બને છે.
ચંદન
શિવલિંગ ઉપર ચંદન અવશ્ય લગાવવું જોઈએ. ધાર્મિક માન્યતા અનુસાર આમ કરવાથી વ્યક્તિને આકર્ષક રૂપ મળે છે અને જીવનમાં સન્માન અને ખ્યાતિ મળે છે.
મધ
શિવલિંગ ઉપર મધ અર્પિત કરવું જોઈએ. ધાર્મિક માન્યતા અનુસાર આમ કરવાથી આપણી વાણીમાં મધુરતા આવે છે અને આપણા દિલમાં પરોપકારની ભાવના જાગે છે.
ભાંગ
શિવલિંગ ઉપર ભાંગ અર્પિત કરવામાં આવે છે. ભગવાન શંકરને ભાંગ અર્પિત કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team