પોતાની સાથે તમારા માતા-પિતાને પણ તંદુરસ્ત બનાવવા માટે તેને તમારા યોગ દિનચર્યામાં જરૂર શામેલ કરો.
યોગા આપણા સ્વાસ્થ્ય માટે મહત્વનો હિસ્સો છે. યોગા આપણા મનોબળ અને આત્મવિશ્વાસને વધારે છે. તમારા યોગા કરવાના આસન પર બેસો અને આ દિવ્ય અભ્યાસને તમારા માતા-પિતા સાથે પણ શેર કરો. યોગા ઘણા શારીરિક અને માનસિક ફાયદા પ્રદાન કરે છે જેમકે લચીલાપણું, શકિત, સહનશકિત, શાંતિ, તણાવમુક્ત તેમજ ધ્યાન કરવાની ક્ષમતામાં સુધારો વગેરે.
પરસ્પર પ્રેમ:
યોગા એકતાને પ્રોત્સાહન આપે છે પછી ભલે તે પોતાની સાથે હોય અથવા જેની સાથે આપણે અભ્યાસ કરતા હોય. યોગા આપણને શ્રેષ્ઠ બનાવવામાં મદદ કરે છે અને આપણને એક સૂત્રથી બાંધે છે. સકારાત્મક વિકાસની યાત્રામાં એક બીજાને સમર્થન કરવા અને પ્રોત્સાહિત કરવાની આ સંપૂર્ણ તક છે. આ લેખમાં પાંચ સરળ આસન આપવામાં આવ્યા છે જે નવા અને અનુભવી યોગા ટ્રેનર દ્વારા કરી શકાય છે. આપણે આપણા વ્યવહારમાં કેવી રીતે અનુકૂલન કરીએ છીએ તે આપણા જીવનનું પ્રતિબિંબ બને છે. આ યોગાસન વિશે આપણને અહી જણાવવામાં આવ્યું છે.
બદ્ધ કોણાસન:
- તેને કરવા માટે દંડાસન થી પ્રારંભ કરો.
- પગને વાળી અને તળિયા એક સાથે લાવો.
- એડીને તેની પેલ્વિક નજીક ખેંચો.
- તમારા ઘૂંટણને નીચે કરો.
- શ્વાસ છોડીને, તમારા શરીરના ઉપરના ભાગને આગળ જુકાવો અને માથાને ફ્લોર પર રાખો.
નૌકાસન:
- પીઠના બળે સૂઈ જાઓ.
- તમારા શરીરના ઉપરના ભાગને જમીનથી 45° ઉપર રાખો.
- શરીરના વજનને તમારી ફિટ પર રાખો અને પગને જમીનથી 45° ઉપર ઉઠાવો.
- પગની આંગળીઓ અને આંખોમાં સુસંગતતા હોવી જોઈએ.
- ઘૂંટણને સીધા રાખો.
- તમારા હાથને જમીનની સમાંતર રાખો.
- પેટના સ્નાયુઓ સજ્જડ કરી લો.
- પીઠને સીધી કરો.
દંડાસન:
- બેસવાની સ્થિતિમાં શરૂ કરો અને તમારા પગને આગળની બાજુ ફેલાવો.
- તમારી એડીને એક સાથે લાવી પગને જોડી દો.
- પીઠ સીધી રાખો.
- પેલ્વિક, જાંઘો અને પિંડીઓના સ્નાયુઓને સજ્જડ બનાવો.
- તમારા કરોડરજ્જુના હાડકાઓને આધાર આપવા માટે હથેળીઓને હિપ્સ પાસે જમીન પર રાખો.
- તમારા ખંભાને આરામ આપો.
- આ આસન 30 સેકન્ડ સુધી કરો.
ભસ્ત્રિકા પ્રાણાયામ:
- કોઈપણ આરામદાયક મુદ્રામાં બેસો. ( જેમકે સુખાસન, અર્ધપદ્માસન અને પદ્માસન.
- પીઠને સીધી કરો અને તમારી આંખને બંધ કરો.
- તમારી હથેળીઓને તમારા ધૂટણના ઉપરના ભાગમાં ( પ્રાપ્તિ મુદ્રામાં ) રાખો.
- શ્વાસ લો અને તમારા ફેફસામાં હવા ભરો.
- સંપૂર્ણ રીતે શ્વાસ છોડો.
- શ્વાસ લેવો અને છોડવો એ 1:1 ના પ્રમાણમાં કરવું જોઈએ. ઉદાહરણ તરીકે, જો તમે 6 ગણતરીઓ માટે શ્વાસ લો છો તો તમારો શ્વાસ છોડવા 6 ગણતરીઓ લેવી જોઈએ.
તે મહત્વપૂર્ણ છે કે આપણે આપણા માતાપિતા સાથે કેટલીક પળો પ્રેમથી વિતાવીએ. એક બીજાને સાથ આપો અને પ્રેમ અને ખુશીઓ શેર કરો. યોગ આપણને જીવન પ્રત્યે આભાસ પ્રગટ કરતા શીખવે છે અને આ ખુશીઓ વહેંચવા માટે આપણા માતાપિતાથી વધુ ઉત્તમ કોણ હોઈ શકે. યોગનો સુંદર અભ્યાસ આપણા ઘરમાં સદભાવ અને શાંતિ લઈને આવે છે.
તમને આ લેખ કેવો લાગ્યો? અમને ફેસબુક પર કૉમેન્ટ કરીને જરૂર જણાવો. આ પ્રકારની અન્ય જાણકારી મેળવવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયેલા રહો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team