આપણે દરેક એવું જીવન ઈચ્છીએ છીએ જ્યાં તણાવ ન હોય અને ખુશીઓ જ હોય. તે પ્રકારનું જીવન પ્રાપ્ત કરવું મુશ્કેલ નથી. સવારે ઉઠવાની સાથે તમે આ લેખમાં જણાવવામાં આવેલ 6 કામ કરી શકો છો જેનાથી તણાવ ઓછો થશે અને આનંદમાં વધશે.
સવારની શરૂઆત આનંદિત હોવી જોઈએ જેથી તમારો આખો દિવસ સારો જાય. જો તમે સવારે ઉઠતા જ તણાવમાં રહેશો તો તમારો આખો દિવસ સમસ્યાઓ અને મુશ્કેલીઓથી ઘેરાયેલો રહેશે. તેમજ એક શાંતિપૂર્ણ અને સરખી રીતે તૈયાર કરવામાં આવેલ સવાર ફક્ત એક સરળ જ નહિ પરંતુ એક આનંદિત દિવસની ખાતરી કરી શકે છે. એટલે સ્ટ્રેસ અને તણાવને ભેગા થતા અટકાવવા અને એક સુખી અને સ્વસ્થ જીવનની યોજના બનાવવા માટે સવારનો સમય સારો સમય છે. તો ચાલો જાણીએ તણાવમુકત અને ખુશહાલ જીવન માટે સવારની શરૂઆત આપણે કેવી કરવી જોઈએ.
1. દિવસની શરૂઆત સ્મિત સાથે કરો
સવારે જેવી તમારી આંખ ખૂલે છે, ત્યારે તમારા ચેહરા પર સ્માઇલ હોય છે અથવા તો તમારૂ મોઢું બનેલું છે ? તે જરૂરી છે કે તમે સવારે ઉઠતા જ આ સુંદર ગ્રહ પર જીવંત રહેવા બદલ ખુશ અને આભારી છો.
2. નકારાત્મક વિચારો ટાળો
ફક્ત અનુભવથી જ તમે સમજી જશો કે સાચી શક્તિ તમારા કામ અને વ્યવહારને નિયંત્રિત કરવામાં જ છે. આપણા માટે લોકો અથવા પરિસ્થિતિઓમાં આ રીતે હેરફેર કરવી લગભગ અશક્ય છે, જે આપણને અનુકૂળ હોય. જો પરિસ્થિતિઓ આપણા માટે ભાગ્યશાળી સાબિત થાય છે, તો ફક્ત તમારો આભાર વ્યક્ત કરો અને અવસરનો વધુથી વધુ ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરો. જો તમે તેમ અનુભવ કરી રહ્યા છો કે તમારી આજુબાજુના લોકો તમને આગળ વધતા અટકાવી રહ્યા છે, તો તેવા લોકોથી દૂર રહો. તે લોકોની સાથે રહો જે તમને આગળ લાવે છે, પ્રોત્સાહિત કરે છે અને તમને મોટામાં મોટી વસ્તુઓ મેળવવા માટે પ્રેરિત કરે છે.
3. યોગ, ધ્યાન અને પ્રાણાયામ
આપણે આપણા જીવનની ગુણવત્તા પર ધ્યાન આપવું જોઈએ અને તેની પાછળ કારણ પણ છે. તેમ એટલા માટે કે તમે ભલે કેટલા પણ પૈસા કમાઈ લો, પરંતુ તે પૈસા તમારા માટે ખુશી ખરીદી શકશે નહિ. તમારા સમયને સમજદારીથી ખર્ચ કરો, જેનાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થાય. દિવસની શરૂઆત સરળ શ્વાસ ટેકનીક , ધ્યાન અને સુર્ય નમસ્કારથી કરો.
4. પોષણથી ભરપૂર ખોરાક લો
તમે જે ભોજન કરો છે તેની અસર ફક્ત તમારા શરીર પર નહિ પરંતુ મગજના સ્વાસ્થ્ય પર પણ પડે છે. ફળ, શાકભાજીઓ અને ઘરનું બનેલ તાજુ ભોજન તમને પોષણની સાથે મગજને પણ સ્વસ્થ રાખવાનું કામ કરે છે. જે વસ્તુ તમારા શરીર માટે સારી હોય છે તેમજ મગજ માટે ફાયદાકારક સાબિત થાય છે.
5. દિવસની પ્લાનિંગ પેહલાથી કરો
શિસ્ત હંમેશા એક સારી બાબત છે, ખાસકરીને જ્યારે તમારા વ્યાવસાયિક અથવા વ્યક્તિગત જીવનને વ્યવસ્થિત કરવાની વાત આવે છે. બેચેની સાથે દિવસની શરૂઆત કરવી નહિ. જો તમારી પાસે ઘણા બધા કામ છે, તો તેનાથી તણાવ અનુભવ કરવા સામાન્ય વાત છે. તેના માટે દરરોજ સવારે થોડી મિનિટ બેસો અને દિવસનો શેડ્યુલ અને યાદી તૈયાર કરો. 5 થી 10 મિનિટનું ધ્યાન અભ્યાસ પણ સ્પષ્ટતા મેળવવામાં તમારી મદદ કરી શકે છે.
6. સવારે વ્યાયામ કરો
દરરોજ સવારે ઓછામાં ઓછી 10 થી 15 મિનિટ કાઢી અને સરળતાથી શ્વાસ સાથે જોડાયેલ કસરત કરો, જેમકે અનુલોમ વિલોમ, કપાલ ભાતિ અને પ્રાણાયામ. આ ઉપરાંત તમે શવાસ ધ્યાન, આરંભ ધ્યાન અથવા સ્થિતિ ધ્યાન જેવી ધ્યાનની તકનીકોનો પણ સમાવેશ કરી શકો છો. તમારા દિવસની શરૂઆત તમારી શ્વાસ પ્રત્યે જાગૃતતાની સાથે કરવાથી તમે લોકો અને પરિસ્થિતિઓ પ્રત્યે તમારી પ્રતિક્રિયાને શાંત રીતે નિયંત્રિત કરી શકશો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team