સ્માર્ટ ફોન, કોમ્પ્યુટર અને ટેબ્લેટ જેવા ડિજિટલ ઉપકરણો ઉપર ઘણા બધા કલાક વીતાવવાના કારણે થતી ગરદન અને ખભાની જકડનને દૂર કરવા માટે કરો આ 5 યોગાસન.
આપણી વર્તમાન જીવનશૈલીના કારણે આપણે પોતાના વધુ જાગવાના કલાક સ્માર્ટ ફોન, કોમ્પ્યુટર અને ટેબ્લેટ જેવા ડિજિટલ ઉપકરણો ઉપર પસાર કરીએ છીએ.હાલની એક શોધ અનુસાર એવું અનુમાન લગાવવામાં આવ્યું છે કે વ્યક્તિ પોતાના સ્માર્ટ ફોનનો ઉપયોગ કરીને રોજ 4 કલાક પસાર કરે છે.આ સંખ્યા દર વર્ષે 1,400 કલાક સુધી વધી જાય છે અને જે ખૂબ જ વધુ હોઈ શકે છે.પોતાના દિવસની શરૂઆત યોગ અને નિયમિત સ્ટ્રેચિંગથી કરો.
આ ગરદન અને ખભાના ક્ષેત્રમાં જકડન જેવી સમસ્યાઓને ઓછી કરી શકે છે. આ ઉપાયનું પાલન કરો અને તેને અઠવાડિયામાં ઓછામાં ઓછું ત્રણ વખત પોતાના અભ્યાસમાં સામેલ કરો.યોગા માસ્ટર ફિલાંથ્રોપિસ્ટ ધાર્મિક ગુરુ અને લાઈફ સ્ટાઇલ કોચ માસ્ટર અક્ષરજી જણાવી રહ્યા છે.
યોગીક વાર્મ અપ
પોતાના અભ્યાસની શરૂઆત સૂક્ષ્મ વ્યાયામથી કરો.યોગના અભ્યાસમાં વાર્મ અપ ને પોતાના રૂટિનમાં સામેલ કરવા તમારા પગની ઘૂંટી, હિપ્સ, હાથ, કાંડા, માથું અને ગરદન અને ધીમે ધીમે સાંધાને સક્રિય કરો. ત્યારબાદ તમારા મસલ્સને સ્ટ્રેચ કરો અને ઢીલા કરો.
તે તમારા શરીરના અભ્યાસ માટે તમને તૈયાર કરશે અને તમારા અભ્યાસથી સંબંધિત ઈજાઓથી સુરક્ષિત કરશે.
કેમલ પોઝ અને બો પોઝ જેવા કોઈ પણ બેક બેડિંગ આસનનો પ્રયાસ કરતાં પહેલાં સુનિશ્ચિત કરો કે તમારું શરીર પર્યાપ્ત રૂપથી ગરમ થઈ ગયું છે.
1 ઉષ્ટ્રાસન
યોગા મેટ ઉપર ઘૂંટણને ટેકવીને પોતાના હાથને હિપ્સ ઉપર મૂકો તેની સાથે જ તમારી પીઠને નમાવીને હથેળીને પોતાના પગ પર ત્યાં સુધી ખસેડો જ્યાં સુધી તમારા હાથ સીધા ન થઈ જાય. પોતાની ગરદનને તણાવ ન આપો પરંતુ તેને તટસ્થ સ્થિતિમાં રાખો. શ્વાસ છોડતા છોડતા ધીમે ધીમે ફરીથી પ્રારંભિક મુદ્રામાં પાછા આવો.
2 સાવિત્રી આસન
આ આસનને સમસ્તીથી શરૂ કરો ધીમે-ધીમે પોતાના ઘૂંટણને આસન ઉપર મૂકો ઘૂંટણને અને એડીઓને એકબીજાની સમાંતર રાખો. ત્યારબાદ પોતાની પીઠને સીધી કરો બંને હાથને ઉપર ઉઠાવો અને આગળ તરફ જુઓ.
3 ધનુરાસન
તમારા પેટના બળ પર સૂઈને શરૂઆત કરો.પોતાના ઘૂંટણને વાળો અને તમારી પગની ઘૂંટીને પોતાની હથેળીઓથી પકડો. આમ કરતાં તમારી પકડ મજબૂત હોવી જોઈએ પોતાના પગ અને હાથ ને જેટલું થઈ શકે તેટલું ઉપર ઉઠાવો.ઉપરની તરફ જુઓ અને અમુક સમય સુધી આ મુદ્રામાં રહો.
4 શલભાસન
સૌ પ્રથમ પેટના બળ પર સૂઇ જાવ અને તમારી હથેળી ને જાંઘની નીચે રાખો.સંપૂર્ણ રીતે શ્વાસ લો અને પોતાના શ્વાસને રોકો ત્યારબાદ તમારા પગને એકસાથે ઉપરની તરફ ઉઠાવો.સુનિશ્ચિત કરો કે તમારા ઘૂંટણ સીધા રહે અને પગ એક સાથે હોય. તમારા માથાને જમીન ઉપર રાખો.
10 સેકન્ડ માટે આ મુદ્રા માં રહો અને ધીમે-ધીમે તમારા પગને નીચે લાવો. ત્યારબાદ શ્વાસ છોડો શ્વાસ લેવાની તકનીક ચિકિત્સકીય છે.
5 સર્પ આસન
આ આસન કરવા માટે પેટના બળ પર સૂઇ જાવ ત્યારબાદ પોતાની હથેળીઓને તમારા પીઠના પાછળ બંધો. ત્યારબાદ સંપૂર્ણ રીતે શ્વાસ લો અને તમારા શ્વાસને રોકો અને ત્યારબાદ ઉપર ઉઠાવો. સુનિશ્ચિત કરો કે તમારા પગ જમીન ઉપર જ રહે. 10 સેકન્ડ માટે આ મુદ્રા માં રહો ત્યારબાદ ધીમે ધીમે તમારા પગને નીચે લાવો અને ત્યારબાદ શ્વાસ છોડો.શ્વાસ લેવાની તકનીક ચિકિત્સકીય છે.
ગરદન,ખભા અને પીઠમાં જકડનનું એક અન્ય પ્રમુખ કારણ સંચિત તણાવ પણ હોઈ શકે છે જ્યારે તમે તણાવમાં રહો છો ત્યારે આ રોકાયેલી ઉર્જા ગરદન અને ખભાના ક્ષેત્રમાં જમા થઈ જાય છે જેનાથી ખૂબ જ અસુવિધા થાય છે. કોમલ યોગાસન, શ્વાસ લેવાની કસરત અને ધ્યાનની મદદથી તમે તમારા મસલ્સને તણાવ મુક્ત કરી શકો છો.
પોતાના તણાવના સ્તરમાં અંતર નો અનુભવ કરવા માટે દરરોજ અમુક મિનિટ પસાર કરો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team