ચરબી ઝડપથી બર્ન કરવા ઇચ્છો છો તો સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર યાસ્મીન કરાચી વાલાની આ પાંચ કાર્ડિયો વર્કઆઉટને દરરોજ દસ મિનિટ ઘરે જ કરો.
સ્લીમ બોડી મેળવવા માટે કાર્ડિયો એક્સરસાઇઝ એક સરસ રીત છે.જો તમે તમારું વજન ઝડપથી ઓછું કરવા ઇચ્છો છો તો કાર્ડિયો એક્સરસાઇઝને તમારા ફિટનેસ રૂટિનમાં જરૂર સમાવેશ કરો. આ તમારા હૃદયના દરને વધારીને ગ્લુકોઝ અને ચરબી રૂપે કેલેરીને બર્ન કરે છે. પરંતુ બધા પ્રકારના કાર્ડિયો વર્કઆઉટ વજન ઘટાડવા અને તમારા આરોગ્ય માટે સારા નથી. સંશોધનમાં જાણવા મળ્યું છે કે મધ્યમ તીવ્રતા કાર્ડિયો ઉચ્ચ-તીવ્રતા કાર્ડિયો જેટલું અસરકારક નથી અને તે સ્નાયુઓ અને સાંધાને નુકસાન પહોંચાડે છે. પરંતુ પરેશાન થવાની જરૂર નથી કેમકે આજે અમે તમને એવા પાંચ કાર્ડિયો વર્કઆઉટ વિશે જણાવી રહ્યા છીએ જે ઝડપથી વજન ઘટાડવા અને આકારમાં આવવામાં તમારી મદદ કરી શકે છે અને આ એક્સરસાઇઝ વિશે આપણને સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર યાસ્મીન કરાચીવાળા બતાવી રહી છે.
જીહા, યાસ્મીન પોતાને અને બોલિવૂડ અભિનેત્રીઓને ફિટ રાખવાની સાથે સાથે ચાહકોને પણ ફિટ રહેવા માટે પ્રેરણા આપે છે. તેથી તે સમય સમય પર તેમના ફિટનેસ વિડીયો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતી રહે છે. હાલમાં જ એમણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર કાર્ડિયો એક્સરસાઇઝ નો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેને પાંચ કાર્ડિયો એક્સરસાઇઝ કરતા જોઈ શકાય છે. યાસ્મીને વિડિયો શેર કરતા કેપ્શન માં લખ્યું છે કે,”હેલો! મને જાણ છે કે આપણામાંથી મોટાભાગના લોકો હજુ પણ ઘરમાં જ છે, તેથી અહીં તમારા માટે ચરબી બર્ન ના સરળ કાર્ડિયો વર્કઆઉટ છે. ૧૫ સેકન્ડના એક્ટિવ રેસ્ટ સાથે ૪૦ સેકન્ડ માટે દરેક એક્સરસાઇઝને કરો. ત્રણ ચાર રાઉન્ડ માટે પુનરાવર્તન કરો.
ડબલ ક્રિસ ક્રોસ +કોણી થી ઘૂંટણ સુધી:
- આ કાર્ડિયો એક્સરસાઇઝ કરવા માટે સૌ પ્રથમ સીધા ઊભા રહી જાવ.
- તમારા હાથની આંગળીઓને ક્રિસ ક્રોસ કરીને માથાની પાછળ રાખી દો.
- પછી તમારા બંને પગથી ક્રિસ ક્રોસ કરો.
- હવે જમણા ઘૂંટણ થી હાથની કોણીને સ્પર્શ કરો.
- બીજી બાજુથી પણ આવું કરો.
- આવું ઓછામાં ઓછું ૪૦ વાર કરો.
બર્પી ઓવર હેડ કલેપ સાથે:
- આ કાર્ડિયો એક્સરસાઈઝ કરવા માટે સૌપ્રથમ સીધા ઊભા રહી જાવ.
- આવું કર્યા પછી કૂદીને જમીન ઉપર સુઈ જાવ.
- તમારા હાથને જમીન પર રાખતી વખતે બેસવાની સ્થિતિમાં આવો.
- હવે પુશઅપ્સનો અભ્યાસ કરો અને પછી તમારી સ્થિતિ પર પાછા આવો અને હાથની ઉપર કરીને ક્લેપ કરો.
- આ સમય દરમિયાન તમારા શરીરને શક્ય તેટલી ઝડપથી સ્ક્વોટ સ્થિતિમાં ઉપર અને નીચે લાવો.
- આ એક્સરસાઇઝ ને ઓછામાં ઓછી ૪૦ વાર કરો.
બર્ડમૈન અલ્ટરનેટિવ લંજેસ:
- આ એક્સરસાઈઝ કરવા માટે સૌપ્રથમ બાકીની કાર્ડિયો એક્સરસાઇઝની જેમ સીધા ઊભા રહી જાઓ.
- પછી લંજેસ કરતી વખતે તમારો જમણો પગ આગળની તરફ લાવો.
- જ્યારે તમે સીધા પગની આગળની બાજુ હોવ, ત્યારે તમારા હાથને એક સાથે ઉપર કરીને એકબીજા સાથે જોડો.
- ડાબા પગથી પણ આવું કરો, પરંતુ આ કરતી વખતે તમારા હાથ નીચે તરફ આવવા જોઈએ.
- આ એક્સરસાઇઝને ઝડપથી ઓછામાં ઓછી ૪૦ વાર જરૂર કરો.
સી સો વર્કઆઉટ:
- આ એક્સરસાઇઝ કરવા માટે સૌ પ્રથમ તમારા હાથને જમીન પર રાખો.
- ત્યારબાદ હાથની મદદથી તમારા શરીરના નીચેના ભાગને ઉપરની તરફ ઉઠાવો.
- આમ કરતી વખતે તમારા પગની ઘૂંટી સાથે હિપ્સને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરો.
- આમ તમારે ઝડપથી કરવું પડશે.
- આ એક્સરસાઇઝને પણ ૪૦ વાર કરો.
સ્કવોટ જૈક:
- આ માટે, સ્ક્વોટની સ્થિતિમા આવો.
- પછી તમારા પગ અને હાથની મદદથી હાફ જમ્પિંગ જેક કરો.
- આ ચરબી બર્ન કરવા માટે ખૂબ જ સારી એક્સરસાઇઝ છે.
- બીજી એક્સરસાઇઝ ની જેમ આ પણ ઓછામાં ઓછી ૪૦ વાર કરો.
- આ એક્સરસાઇઝ ને તમે યાસ્મીન કરાચી વાળા દ્વારા શેર કરાયેલા વિડીયો જોઈને સરળતાથી કરી શકો છો. જો તમને આ એક્સરસાઇઝ કરવામાં મુશ્કેલી પડે છે તો પછી યાસ્મીન દ્વારા બતાવેલા મોડીફાઇડ વર્ઝનને ફોલો કરો.
યાસ્મીને આગળ કેપ્શનમાં લખ્યું કે,”આશા છે કે લોકો આ વર્કઆઉટનો આનંદ લેશે, જો તમે તેને અત્યારે નથી કરી શકતા તો તેને પછીથી સાચવીને રાખો અને જો તમને આ કાર્ડિયો વર્કઆઉટ પસંદ આવ્યા હોય તો તેને તમારા મિત્રો સાથે શેર કરો.
તમને આ લેખ કેવો લાગ્યો? અમને ફેસબુક પર કમેન્ટ કરીને જરૂર બતાવો. આવી બીજી જાણકારી મેળવવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયેલા રહો.
ખાસ નોંધ : મિત્રો ઉપરોક્ત આપેલ માહિતી અમે ઇન્ટરનેટ ઉપર થી એકત્રિત કરલે છે તો દરેક ને વિનંતી છે કે exercises કરતાં પેહલા તમારા નિષ્ણાત ને વાત કરી ને સલાહ લઈ ને કરવી