મિત્રો, આજકાલની યુવા પેથી ઉઠતાની સાથે જ ફોન માં વ્યસ્ત જોવા મળે છે. પરંતુ એ યોગ્ય રીત નથી આજે અમે તમને જણાવીશું કે રોજ સવારે ઉઠીને પહેલા શું કરવું, જેથી તમારો પૂરો દિવસ શુભ રહે. સવારે નીચે જણાવેલ કામ કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધી જળવાઈ રહે છે. આ ઉપરાંત અનેક ફાયદાઓ પણ થાય છે.
સવારે જલ્દી ઉઠો
જો તમે વહેલી સવારે ઉઠો છો, તો પછી તમે આખો દિવસ શરીરમાં તાજગી અનુભવો છો, તેનાથી તમારા સ્વાસ્થ્ય પર પણ સારો પ્રભાવ પડે છે, તમારે સૂર્યોદય થતાંની સાથે જ પલંગ છોડી દેવો જોઈએ.
યોગ અને ધ્યાન કરો
લાંબા સમય સુધી સ્વસ્થ અને જવાન રહેવા માટે તમારે દરરોજ યોગ અને ધ્યાન કરવું જોઈએ, જેથી તમે તમામ પ્રકારના રોગોથી બચી શકો, ધ્યાન ક્રોધને નિયંત્રણમાં રાખવા માટે કરવામાં આવે છે, યોગ શરીરને શક્તિશાળી બનાવે છે અને રોગો સામે લડવા માટે છે. તમને ઘણી મદદ મળશે.
રોજ સવારે જલ્દી ઉઠીને સૂર્યને જળ ચઢાવો
શાસ્ત્રોમાં વર્ણવ્યુ છે કે જે લોકો સૂર્યને નિયમિતપણે જળ ચઢાવે છે, તે લોકો સમાજમાં માન-સન્માન મેળવે છે અને આરોગ્યની સાથે લાંબુ જીવન પણ મેળવે છે.
તાંબાનાં વાસણમાં રાખેલું પાણી પીવું
તમારે દરરોજ સવારે ઉઠીને તાંબાનાં વાસણમાં રાખેલું પાણી પીવું જોઈએ, તમારે રાત્રે તે તાંબાનાં વાસણમાં ભરી લેવું જોઈએ, જેથી સવારે તમે પાણી પી શકો, જે પેટને લગતા દરેક રોગને મટાડશે, પરંતુ એક વાત હું તમને કહું છું કે તમારે આ કાર્ય ડોક્ટરની સલાહ સાથે કરવું જોઈએ.
તુલસીને જળ ચઢાવો
તમારે દરરોજ સવારે ઉઠીને તુલસીને જળ ચઢાવવું જોઈએ, જેથી તમારા પર દેવી-દેવતાઓની કૃપા કાયમ રહે. શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યું છે કે જે ઘરમાં તુલસી હોય છે અને જે લોકો તુલસીની દેખરેખ કરે છે તેમને ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે કાયમ રહે છે.
મંદિરમાં રોજ પૂજા કરો
તમારે તમારા ઘરના મંદિરમાં દરરોજ પૂજા કરવી જોઈએ અને ત્યાં ધૂપ-દીપ અગરબત્તી પ્રગટાવવી જોઈએ. જેના ધુમાડાથી વાતાવરણમાં શુદ્ધ થશે અને નકારાત્મક ઉર્જા પણ નષ્ટ થઈ જશે.
ઘરમાંથી નીકળતા પહેલા દહીનુ સેવન કરો
તમારે રોજ ઘર છોડતા પહેલા થોડુ દહીંનું સેવન કરવું જોઈએ, જેથી તમારા કામમાં અવરોધ ન આવે અને તે શુભ માનવામાં આવે છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team
Very nice knowledge