ભૂલથી પણ ના ખાઓ ફેબ્રુઆરી અને માર્ચ મહિના દરમ્યાન આ દાળ, પડી જશો બીમાર

સામાન્ય રીતે દરેક લોકો તેના સ્વાસ્થ્યને લઈ ને ચિંતિત હોઈ છે. આયુર્વેદ પ્રમાણે આ સીઝન માં ખાવા પીવા પર ખુબ જ ધ્યાન રાખવું. જો તેમાં ધ્યાન નહી રાખવામાં આવે તો તમે બીમાર પડી શકો છો. આજકાલ ની જનરેશન એ બધું ઓછું ધ્યાનમાં લે છેપરંતુ તે તમારા માટે મોટી બીમારી આણી શકે છે. આજે અમે તમને દાળની તાસીર વિશે જણાવીશું કે કઈ દાળ ખાવી અને કઈ ના ખાવી જોઈએ. આવો જાણીએ વધુ તેના વિશે ..

ફેબ્રુઆરી-માર્ચમાં ન ઠંડી ન ગરમી

ફેબ્રુઆરી અને માર્ચ એવો મહિનો છે જ્યારે ન વધારે ઠંડી પડે છે કે ન વધારે ગરમી. આ સીઝનમાં ખાવા-પીવાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તેમાં ધ્યાન નહી રાખો તો બીમારી આવી શકે છે.

કઈ દાળ ખાવી સારી રહેશે?

આયુર્વેદ પ્રમાણે, આ સીઝનમાં મિક્સ દાળ ખાવી જોઈએ. જેમ કે તમે અડદની દાળમાં મસૂરની દાળ મિક્સ કરીને ખાશો તો બદલાતી સીઝનમાં બીમારીથી બચી શકશો.

મગ અને મસૂરની દાળ

મગની દાળની તાસીર ગરમ હોય છે અને મસૂર દાળ ઠંડી હોય છે. તેવામાં ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં આ બંને દાળને બરાબર માત્રામાં મિક્સ કરીને ખાવી જોઈએ. જેનાથી શરીરને સીઝન પ્રમાણે તાપમાન કંટ્રોલમાં રાખવામાં મદદ મળે છે.

પેટ રહે સાફ

મગ દાળની અસર મોટા આંતરડા પર થાય છે. આ પેટને ગરમીના કારણે થનારા રોગોમાં ફાયદાકારક છે. ઠંડીની સીઝનમાં ગરમ તાસીરવાળી વસ્તુઓ વધારે ખાશો તો કબજિયાતની સમસ્યા થઈ શકે છે. આ દાળ ખાવાથી પાચન તંત્ર સારું રહે  છે. પેટને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે.

સ્કિન અને વાળની ડ્રાયનેસને રોકે

મગ અને મસૂરની દાળ મિક્સ કરીને ખાવાથી શરીરમાં વધતી ડ્રાયનેસને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. ઠંડીની સીઝન જ્યારે જવામાં હોય ત્યારે ઠંડા પવન વધારે હોય છે. જેના કારણે વાળમાં ડ્રાયનેસ વધી જાય છે. જો તમે નિયમિત રીતે મગ અને મસૂરની દાળને બરાબર માત્રામાં લઈને બનાવીને ખાશો તો આ સમસ્યાનો સામનો નહીં કરવો પડે.

કેટલાક લોકોને તે વાત જાણીને નવાઈ લાગે છે કે ફોતરાવાળી મસૂરની તાસીર ઠંડી હોય છે પરંતુ તેની દાળની તાસીર ગરમ હોય છે. જ્યારે મગની તાસીર ગરમ હોય છે જ્યારે ફોતરાવાળી મગની દાળની તાસીર ઠંડી હોય છે.

ચણાની દાળ

ચણા અને ચણાની દાળને ગમે તે સીઝનમાં ખાઈ શકો છો. બસ તેને રાત્રે ખાવાથી બચવું

આ દાળની તાસીર હોય છે ઠંડી

– અડદની દાળ
– ફોતરાવાળી મગની દાળ
– અડદની ફોતરાવગરની દાળ
– રાજમા

ગરમ તાસીરવાળી દાળ

– અડદની ફોતરાવાળી દાળ
– આખા મગ

નોંધ –  આ આર્ટિકલ આયુર્વેદાચાર્ય, સુરેન્દ્ર સિંહ રાજપૂતની વાતચીત પર આધારિત છે. તેઓ બીએએમએસ અને પંચકર્મ સ્પેશિયાલિસ્ટ છે. છેલ્લા 40 વર્ષથી આયુર્વેદિક પદ્ધતિથી દર્દીઓની સારવાર કરી રહ્યા છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment