સાવધાન!! વજન ઘટાડતી વખતે ભૂલથી પણ આ ભૂલો કરશો નહીં, નહીંતર સ્થૂળતા ઘટશે નહીં

Image Source

જ્યારે વાત વજન ઘટાડવાની આવે છે ત્યારે આપણે ભોજનથી લઈને જુદા જુદા પ્રકારની કસરત અનુસરવામાં કોઈ ખામી રાખતા નથી, પરંતુ ઘણી વખત એવું થાય છે કે બધું કર્યા પછી પણ વજન અથવા સ્થૂળતા ઓછી થતી નથી. તેનું એક મોટું કારણ આપણી જીવનશૈલીની કેટલીક આદતો છે. જી હા આપણે વજન ઓછું કરતી વખતે દરરોજ એવી ઘણી ભૂલો કરીએ છીએ જે આપણું વજન ઓછું કરવામાં સમસ્યા બને છે. ચાલો અમે અહી તમને જણાવીએ કે વજન ઓછું કરતી વખતે તમારે કઈ ભૂલો કરવાથી બચવું જોઈએ.

ભોજન દરમિયાન ટીવી અથવા મોબાઈલ જોવો

આ સૌથી સામાન્ય સમસ્યામાંથી એક જેને લોકો દરરોજ કરે છે. આ એક ખૂબજ ખરાબ આદત છે જેને આપણામાંથી મોટાભાગના લોકો ફોલોવ કરે છે. જ્યારે તમે ટીવી જોતા અથવા મોબાઈલ ચલાવતા ભોજન કરો છો ત્યારે તમે વધારે ભોજન કરો છો. વધારે ભોજન અથવા કેલરીનું સેવન પરિણામરૂપે તમારું વજન વધારે છે. તેથી ભોજન કરતી વખતે તમારું સંપૂર્ણ ધ્યાન ફક્ત ભોજન પર હોવું જોઈએ. પ્રયત્ન કરો કે ભોજન સમયે તમે કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ઉપકરણોથી દૂર રહો.

ખૂબ ઝડપથી ભોજન કરો છો

ભોજન એક એવી વસ્તુ છે જેને તમારે ક્યારેય ઝડપથી કરવુ જોઈએ નહીં. ભોજનને સરખી રીતે ચાવી ચાવીને ધીમે ધીમે કરવું જોઈએ. તેવું એટલા માટે કેમકે તમારા મગજને પેટ ભરેલું હોવાનું સંકેત સમજવા માટે સમય લાગે છે. જો તમે ઝડપથી ખાઓ છો તો તમે ખૂબ ઝડપથી ભોજન કરી લો છો. જેનાથી તમારી ભૂખ શાંત થતી નથી કેમકે તમારા મગજ સુધી પેટ ભરવાનું સંકેત પહોચતું નથી. આ રીતે તમે વધારે ખાઓ છો અને વધારે કેલેરીનું સેવન કરો છો.

પૂરતી ઉંઘ લેતા નથી

જ્યારે તમે સારી અને પૂરતી ઉંઘ લેતા નથી તો તેનાથી લેપ્ટીન હોર્મોન નિયંત્રિત રહે છે. જે તમારી ભૂખને નિયંત્રિત રાખવા માટે જરૂરી છે. જ્યારે શરીરમાં આ હોર્મોનનું સ્તર ઓછું થાય છે ત્યારે તમને ભૂખ લાગે છે અને તમારું વજન વધવા લાગે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment