આપણે ઘણા એવા લોકો ને જોયા છે કે જેમને ખાધા પછી તરત ઊંઘ આવે છે, અથવા તો તેમણે ચા કોફી પીવાની આદત હોય છે. આપણે ઘણી વાર જાણ્યા અજાણ્યા જમ્યા પછી એવી વસ્તુ ખાઈ લઈએ છે કે જેનાથી શરીર ને નુકશાન જ થાય છે. આવો જાણીએ જમ્યા પછી કઈ વસ્તુઓ નું સેવન ન કરવું જોઈએ..
જમ્યા પછી ચા કે કોફી ન પીવી
જમ્યા પછી તરત જ ચા પીવી એ સ્વાસ્થ્ય માટે સારું નથી.કારણકે આમ કરવાથી પાચન ની ક્રિયા નબળી બને છે. ડોક્ટર ના અનુસાર જમ્યા ના એક કલાક પહેલા અને એક કલાક પછી ચા કે કોફી નું સેવન ન કરવું. ચા માં રહેલ ટેનિન એ શરીર માં રહેલ આયર્ન ને સુકાવી દે છે જેથી તમારી પાચન શક્તિનબળી પડે છે. સાથે જ તમારી આ આદત ને લીધે અનેમિયા પણ થઈ શકે છે.
જમ્યા પછી ફળ ન ખાવું.
ફાળો નું સેવન ખાલી પેટે કરવું સારું ગણવામાં આવે છે. લંચ, ડિનર, કે નાસ્તા પછી ફાળો નું સેવન ન કરવું. જ્યારે તમારું પેટ ભરેલું હોય ત્યારે જો તમે ફળ ખાવ છો તો પેટ ને તે પચાવા માં મુશ્કેલી થાય છે.અને ફળ માંથી પૂરતું પોષણ મળતું નથી. ફળ નું સેવન તમે નાસ્તા માં કરી શકો.
ઠંડુ પાણી ન પીવું.
પાચન માટે પાણી પીવું ખૂબ જ જરુરી છે. ખાધા પછી તરત જ પાણી ન પીવું. જમ્યા પછી ઠંડુ પાણી પીવાથી પેટ માં રહેલ ખોરાક નું ગૂંચડું બની જાય છે. એટલે જ તે પછી પાચન ક્રિયા નબળી બની જાય છે. એક્સપર્ટ એવું કહે છે કે જમ્યા પછી થોડું હુંફાળું પાણી પીવું અને તે પણ 45 મિનિટ પછી જ પીવું.
જમ્યા પછી તરત સ્નાન ન કરવું.
આયુર્વેદ ની સાથે મોર્ડન સાઇન્સ પણ એજ કહે છે કે જમ્યા પછી કદી પણ સ્નાન ન કરવું. કારણકે બોડી નું તાપમાન એકદમ ઓછું થઈ જાય છે. જેનાથી બ્લડ circulation પર અસર થાય છે. જેમાં જે લોહી પાચન ક્રિયા માં શરીર ની મદદ કરે છે તેને સ્કીન નું તાપમાન જાળવવા માટે સ્કીન તરફ જવું પડે છે.
જમ્યા પછી તરત ન ઊંઘવું.
આવું ખાસ કરી ને રાત ના ટાઇમ પર થાય છે. દિવસ ભર થાક્યા પછી રાતે સ્વાદિષ્ટ જમ્યા પછી ઊંઘ ને રોકવું મુશ્કેલ છે. પણ તમે આ વાત નું ધ્યાન રાખો અને જમ્યા પછી તરત જ પથારી પર સૂઈ ન જાવ. આમ કરવાથી તમને છાતી માં બળતરા થશે અને નસકોરાં વાગશે છે. જમ્યા પછી થોડું ચાલવું જોઈએ.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team