સવારમાં ઉઠતાની સાથે આવા કામ કરતા હોય તો ચેતી જજો

ઘણા લોકોની ટેવ હોય છે કે સવારે આંખ ખોલે અને તરત જ મોબાઈલ અડકે અથવા કોઈને મેસેજ કરવા લાગે. જો તમારી પણ આવી ટેવ હોય તો તેને સુધારવાની જરૂર છે. તમે સવારે જયારે ઉઠો ત્યારે આ લેખમાં જણાવ્યા મુજબનું કાર્ય કરશો તો આખા દિવસને સકારાત્મકતાથી પસાર કરી શકશો અને સાથે જીવનમાં આગળ વધી શકશો.

સવાર ઉઠાતાની સાથે અહીં જણાવેલ મુજબની આદતો અત્યાર જ છોડી દો, એ આદતોથી તમારી પ્રગતી પણ અટકી શકે છે અને જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આજનો આ લેખ ખુબ અગત્યનો છે તો આ લેખને અંત સુધી વાંચો અને માહિતી યાદ રાખી લો.

સવારમાં ઉઠતાની સાથે જ આવી આદતોને દૂર કરો :

(૧) અમુક વ્યક્તિઓ એવા હોય છે જે ઉઠતાની સાથે જે તેનો ચહેરો અરીસામાં જુએ છે. તમે પણ ઉઠતાની સાથે આવું કરતા હોય તો આ આદતને છોડી દેજો. સવારે જયારે આંખ ખુલે ત્યારે સૌથી પહેલું કામ હથેળીને જોઇને ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ. ઈશ્વરને એવી પ્રાર્થના કરવી જોઈએ કે, આ હાથમાં મહેનત કરવાની શક્તિ આપજે. આવું કરવાથી દિવસ પણ એનર્જીથી પસાર કરી શકશો.

(૨) એવું કહેવાય છે કે સવારે ઉઠતાની સાથે તેલ ચોંટેલું હોય એવા વાસણો જોવા અશુભ ગણાય છે. આ વાતના નિરાકરણ રૂપે એવું કરી શકાય છે ઘરમાં જ એવો નિયમ બનાવી દઈએ કે રાતે જ વાસણ સાફ કરી લેવા.

(૩) સવારે ઊંઘમાંથી ઉઠીએ ત્યારે ખુદનો કેવો મૂડ છે એના આધાર પર આખા દિવસનું સંચાલન ચાલે છે તો સવારમાં તમને ક્યાંય પણ વાંદરો દેખાય જાય તો પણ નામ ન લેવું. માન્યતા અનુસાર આવું કહેવાય છે કે જો દિવસની શરૂઆત વાંદરાનું નામ લઈને થાય તો આખો દિવસ તકલીફથી પસાર થાય છે.

(૪) સવારના સમયમાં પડછાયાથી પણ બચવું જોઈએ. ખુદનો પડછાયો પણ અશુભ મનાય છે. કોઈની છાયા જોવાથી દુર્ભાગ્ય થાય છે અને આખો દિવસ મુસીબતોનો સામનો કરવો પડે છે.

(૫) સવારમાં ઉઠતી વખતે ધુમાડો દેખાય એ પણ અશુભ મનાય છે. આમ તો સ્મોકિંગ જ સ્વાસ્થ્ય માટે હાનીકારક છે પણ એ સાથે એ માન્યતા મુજબ પણ અશુભ મનાય છે.

આ પાંચ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને તમે પણ જો આમાંથી કોઈ આદતને અનુસરતા હોય તો આજથી જ નિયમ બદલાવી નાખજો. ઉઠતી વખતે સારું કાર્ય કરીએ તો આખો દિવસ આનંદથી પસાર કરી શકાય છે અને સાકારત્મ્કતાથી ભરેલો દિવસ રહે છે.

અમુક કાર્ય એવા પણ હોય છે જે માત્ર દિવસ જ નહીં પણ આખી જિંદગીમાં તકલીફ આપી શકે છે. માણસો આ જાણતા હોવા છતાં તેની આદતો સુધારવા માટે રાજી નથી થતા પણ જીવનને સારી રીતે પસાર કરવા માટે તમે આ લેખની માહિતીને અનુસરશો એવી અમારી આશા.

અન્ય માહિતી તુરંત તમારા મોબાઈલ પર જાણવા માટે ફેસબુકના પેજ “ફક્ત ગુજરાતી” સાથે જોડાયેલા રહેજો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

#Author : Ravi Gohel

Leave a Comment