એવું તો કયું કારણ છે કે કસરત સવારે 7 થી 10 વાગ્યાની વચ્ચે જ કરવી જોઈએ? : આ બાબત પર સંશોધન કરવામાં આવ્યું છે અને બહાર આવી કંઈક આવી માહિતી…

કસરત બીમારી સામે લડવાની ક્ષમતાને વધારે છે સાથે સાથે કેન્સરનો ખતરો પણ ઘટાડે છે. સ્પેનમાં થયેલ એક સંશોધન મુજબ બહાર આવ્યું છે કે, કસરતથી કેન્સરનો ખતરો ઘટે છે પણ એ માટે વર્કઆઉટ કરવાનો સમય નક્કી અને ચોક્કસ હોવો જોઈએ. સવારના 8 થી 10 વાગ્યા વચ્ચેનો સમય કસરત માટે બેસ્ટ છે. જો તમે આ સમય દરમિયાન કસરત કરવાનું ટાઈમ ટેબલ સેટ કરો તો પ્રોસ્ટેટ, કોલોન અને બ્રેસ્ટ કેન્સરના ખતરાને ઓછો કરી શકાય છે.

અનેક વ્યક્તિઓ પર આ સંશોધન કરવામાં આવ્યું :

ઇન્ટરનેશનલ કેન્સર જર્નલમાં પબ્લીશ થયેલ રીસર્સ રોપોર્ટ મુજબ, લગભગ 2,795 જેટલા વ્યક્તિઓ પર આ સ્ટડી કરવામાં આવ્યું. સ્ટડીમાં જાણ થઇ કે સવારના સમયમાં ઈસ્ટ્રોજન હોર્મોનનું સ્તર વધારે હોય છે, જે કેન્સર થવાની સંભાવનામાં વધારો કરી શકે છે. સવારે કસરત કરવાથી આ સ્તરને ઝડપથી ઘટાડી શકાય છે અને કેન્સર થવાની સંભાવના એકદમ ઓછી થઇ શકે છે.

Image source

શું ઊંઘ સાથે છે કેન્સરની બીમારીને કનેક્શન?

જી હા, ઊંઘ અને કેન્સરને એકબીજા સાથે ઘણો જ નજીકનો સંબંધ છે. નાઈટ શિફ્ટમાં કામ કરવાવાળા વ્યક્તિની ઊંઘની સાથે શારીરિક પ્રક્રિયાનું ટાઈમીંગ બગડી જાય છે, જે કેન્સર જેવી બીમારીને નોતરે છે. શરીરની બાયોલોજીકલ સીસ્ટમ બગડવાને કારણે વ્યક્તિને બેચેની પણ અનુભવાય છે અને અન્ય બીમારીના લક્ષણ અહીંથી જ શરૂ થાય છે. અનિંદ્રા કેન્સર થવાનું કારણ પણ બની શકે છે. એટલે શક્ય હોય ત્યાં સુધી સુવાનો અને ઉઠવાનો સમય નક્કી જ રાખવો જોઈએ.

સવારની જ કસરત શા માટે જરૂરી છે?

ફીઝીયોલોજીના વાસ્તવિક રીસર્ચના ડેટાનું મંતવ્ય મુજબ સવારની કસરત શરીર માટે બહુ મોટી રાહત હોય છે, જે શરીરને મજબુત બનાવે છે અને સાથે બીમારીથી બચાવે છે. જે લોકો સવાર સિવાયના અન્ય સમયમાં કસરત કરે છે એ લોકો તેની બોડી ક્લિકને ધીમી કરી દે છે જેની સીધી જ અસર શરીર પર પડે છે. એટલા માટે કસરત માટેનો યોગ્ય સમય સવારના 7 વાગ્યા થી 10 વાગ્યા વચ્ચેનો જ હોવો જોઈએ.

Image Source

છેલ્લા પાંચ વર્ષના કેન્સરના આંકડાઓ :

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રીસર્ચના રોપોર્ટ મુજબ, ભારતમાં છેલ્લા પાંચ વર્ષોમાં કેન્સરના દર્દીની સંખ્યામાં વધારો થયો છે. આ આંકડાઓ એવું જાહેર કરે છે કે કેન્સરના દર્દીઓમાં 12% નો વધારો થયો છે. હાલ દેશમાં કેન્સરના 13.9 લાખ કેસ છે. રીસર્ચ કરનાર તજજ્ઞોનું એવું પણ માનવું છે કે કેન્સરના આંકડામાં હજુ પણ વધારો થવાનો છે અને 2025 સુધીમાં 15.7 લાખ દર્દીની સંખ્યા પહોંચશે એવી વાત જણાવવામાં આવી છે.

આ રીપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે 2020 ની સાલના દરમિયાન પુરૂષોમાં 6.8 લાખ કેસ 2025 આવતા 7.6 લાખ આંકડાએ પહોંચી જશે. અને મહિલાની દર્દીઓના આંકડાઓની વાત કરીએ તો 2020 ની સાલના દરમિયાન 7.1 લાખ કેસ 2025 સુધીમાં 8 લાખ થઇ જવાની સંભાવના છે.

કેન્સરથી કેવી રીતે બચવું જોઈએ?

  • લીલા પાંદડાવાળી શાકભાજી, ચણા અને ફળ ખોરાકમાં શામિલ કરો. શાકભાજી અને ફળમાં ફાઈબર હોય છે જે બીમારી સામે લડવામાં મદદ કરે છે.
  • ખાંડનું પ્રમાણ ઓછું કરવું જોઈએ.
  • ખાવામાં વાપરવમાં આવતું તેલ ઓલીવ ઓઈલ કે કોકોનેટ ઓઈલનો ઉપયોગ રસોઈ બનાવવા માટે કરવો જોઈએ.
  • કેન્સરના લક્ષણ હોય તો કોશિશ કરો કે ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો ઉપયોગ ઓછો કરવો જોઈએ.
  • મહિલાઓ ગર્ભનીરોધક ગોળીઓનો ઓછો ઉપયોગ કરો. જેનાથી બ્રેસ્ટ કેન્સરનો ખતરો ઓછો થાય છે.

કેન્સરના લક્ષણો આવા હોય છે કંઇક :

  • પેશાબમાં લોહી આવવું
  • ગળામાંથી કોઈ વસ્તુ ગળવામાં તકલીફ થાય
  • મહિલાઓને મીનોપોઝ પછી પણ લોહી આવવું
  • એનીમિયા જેવી બીમારી
  • મળદ્વારમાં લોહી આવવું
  • ઉધરસ દરમિયાન લોહી આવવું
  • સ્તનમાં ગાંઠ થવી

આપના નજીક કોઇપણ વ્યક્તિને આવી કોઈ બીમારી કે લક્ષણો જોવા મળે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો અને યોગ્ય સારવાર કરવો.

આશા છે કે આજના આર્ટીકલની માહિતી આપણે ખુબ પસંદ આવી હશે. આવી જ અન્ય માહિતી વાંચવા માટે આપ ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો.

#Author : Fakt Gujarati Team

 

Leave a Comment