ઘણા મંદિરની એવી કહાનીઓ છે, જેમાં કોઈ વ્યક્તિને સપનામાં જાણ કરવામાં આવી હોય. પણ આજે એક એવા મંદિરની કહાની વિશે જાણવાના છીએ જેની પૂજા કરવાની શરૂઆત ખુદ ડાકુઓએ જ કરી હતી. આ મંદિરની રીતભાત સાવ અલગ છે. ચાલો. જાણીએ અદ્દભુત મંદિરની કહાની આજના લેખમાં..

અચરજ પમાડે એવી વાત એ છે કે, આ મંદિરમાં માતાજીને પ્રસાદીના રૂપમાં શ્રીફળ, અગરબતી અથવા ચુંદડી એવું કાંઈ ચડાવવામાં આવતું નથી પરંતુ આજની તારીખમાં પણ આ મંદિરમાં ‘હથકડી’ અને ‘બેડી’ ચઢાવવામાં આવે છે.
જેમ બધા મંદિરમાં માતાને પ્રસાદીનો ભોગ ધરવામાં આવે છે એ રીતે આ મંદિરમાં હથકડી અને બેડીની ટેક રાખવામાં આવે છે. આ મંદિરની કહાની સમગ્ર ભારતના બધા મંદિરમાંથી સૌથી અનોખી છે. એક એવું સત્ય પણ છે કે, આ મંદિરમાં સાચા મનથી માનેલી ટેક અધુરી રહેતી નથી.

અહીં માનેલી ટેક વહેલી કે મોડી પૂર્ણ થાય જ છે. આ મંદિરનું નામ પણ તમને જણાવી દઈએ, આ મંદિર છે રાજસ્થાનમાં આવેલું પ્રતાપગઢનું મંદિર અને આ મંદિરને ‘દિવાક માતા’ મંદિરના નામથી ઓળખવામાં આવે છે. વિશ્વમાં સૌથી અનોખા મંદિર તરીકે આ મંદિરની ગણના કરવામાં આવે છે.
રાજસ્થાનનું આવેલું આ અદ્દભુત મંદિર…

રાજસ્થાનમાં પ્રતાપગઢ જીલ્લના જોલર ગામમાં આ મંદિર આવેલુ છે. અને આજ પણ આ મંદિરમાં છે માતાજીને હથકડી અને બેડી ચઢાવવામાં આવે છે.
સ્થાપના કૈક આવી રીતે થઇ હતી…
ઘણા વર્ષો પાછળ ‘ફ્લેશબેક’ કરીએ ત્યારે આ મંદિરનો ભૂતકાળ જાણવા મળે છે. હાલ આ મંદિર જે જગ્યાએ છે ત્યાં પહેલા વિરાન પ્રદેશ હતો અને દૂર-દૂર સુધી માણસોનો વસવાટ ન હતો. ત્યારના સમયમાં અહીં માત્ર જંગલ વિસ્તાર જ હતો.

આ મંદિરની સ્થાપના ડાકુ દ્વારા જ કરવામાં આવી હતી. આ વિસ્તારમાં ઘણા ડાકુ રહેતા હતાં અને તે આ મંદિરની પૂજા કરતા હતા. બધા ડાકુ માતા ઉપર અતૂટ શ્રદ્ધા રાખતા હતા અને માતાને પ્રાર્થના પણ કરતા કે, ‘આજે મોટી ચોરી કરવા જવાની છે એ સફળ રહે.’ સાથે પકડાઈ જવા પર એવી પ્રાર્થના કરતા હતા કે, ‘કોઈ એવી ઘટના બને કે એ જેલમાંથી છૂટી જવામાં સફળ રહે.’ સાથે એવી ટેક પણ રાખતા કે કામ પૂર્ણ થશે તો એ હથકડી ચઢાવશે.
આ માતા ડાકુઓની પૂજાથી પ્રસન્ન થયા હતા અને તેના પર આશીર્વાદ વરસાવ્યા હતાં. ત્યારથી અહીં મંદિરની એક પરંપરા શરૂ થઇ કે, આ મંદિરમાં ટેક માનો એટલે ‘હથકડી’ અને ‘બેડી’ ચઢાવવામાં આવે છે.

આ મંદિરના પરિસરમાં એક ત્રિશૂલ પણ છે, જે વર્ષો પુરાણું છે અને આ ત્રિશુલ પર હથકડી અને બેડી ચઢાવવામાં આવે છે. ગામના લોકો સાથે વાતચીત કરતા એ જણાવે છે કે, આ ત્રિશુલ પર ચઢેલી હથકડી અને બેડી લગભગ ૧૦૦ વર્ષથી વધુ જૂની હશે.
અહીં આ પ્રકારની ટેક માનવામાં આવે છે

કોઈ વ્યક્તિ પર કાનૂની કાર્યવાહી ચાલુ હોય અથવા જેલની સજા થવાની તૈયારી હોય આવી સમસ્યામાંથી બહાર આવવા માટે ભક્તો આ મંદિરની ટેક માને છે અને ભક્તો તેના કાર્યની પૂર્ણાહૂતિ પણ પામે છે. મંદિરે આવતા ભક્તો જણાવે છે; આ મંદિરની ટેક માનવામાં આવે એટલે સમસ્યાનું સમાધાન થતા વાર નથી લાગતી.
“ફક્ત ગુજરાતી” ના ફેસબુક પેજ પર તમને આવી રોમાંચક માહિતી જાણવા મળતી રહેશે. તમારે એક કામ કરવાનું છે આ પેજને લાઈક કરવાનું છે અને મિત્રો સાથે શેયર કરવાનું છે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel