ઇલાયચી એક તેજ, સુગંધી અને અનેરો સ્વાદ ધરાવતો તેજાનો છે. ભારતીય રસોઈમાં ઇલાયચી પ્રચલિત મસાલો છે. એલચી માત્ર મસાલા મુખવાસ તરીકે અને મીઠાઈઓમાં વપરાતો તાજો તાજો નહીં પરંતુ આયુર્વેદિક દવાઓમાં પણ વપરાતી એક મહત્ત્વપૂર્ણ ઔષધી છે. નાની એલચી આયુર્વેદિક દવાઓમાં શારીરિક ક્ષમતાની વૃદ્ધિ માટે ઉપયોગમાં લેવાતી હોવાનું એક આયુર્વેદિક તજજ્ઞા એ જણાવ્યું હતું. આજે અમે તમને એલચીના અમુક એવા ફાયદાઓ વિશે જણાવીશું જેને જાણી તમે પણ ચોંકી જશો.
વજન ઘટાડવામાં મદદ કરે છે
એલચી તમારા ઉર્જાના ચયાપચયનું કાર્યને સક્રિય કરે છે. જેનાથી તમારું શરીર વધુ પ્રમાણમાં કેલેરી બાળે છે.
શરદી-ખાંસી માં ફાયદાકારક
એલચીના બે પ્રકાર છે એક તો લીલી અને બીજી કાળી કાળી એલચી ખાંસી-શરદીમાં ઉપયોગી છે તે સિવાય તે શ્વસનતંત્રની સમસ્યામાં પણ ગુણકારી છે. એક આયુર્વેદિક નિષ્ણાત જણાવે છે કે પાણીમાં એલચીનો ભૂકો અને મધ નાખીને બનાવેલી ચાથી કોઈપણ પ્રકારના ફ્લૂમાં નૈસર્ગિક રાહત મળે છે અને તે શરીરને ગરમાવો પણ આપે છે.
શ્વાસોચ્છવાસની દુર્ગંધ દૂર કરે છે
તેની તીવ્ર સુગંધ દુર્ગંધયુક્ત શ્વાસોચ્છવાસ સુધારવામાં મદદ કરે છે તે નૈસર્ગિક બ્રેથ ફ્રેશનર તરીકે કામ કરે છે. તે મોંને સ્વચ્છ કરી દુર્ગંધ નિર્માણ કરતા જંતુઓને મારે છે.
રક્તના દબાણને નીચું કરે છે
કોથમીર અને એલચીનો એક કપ રસ પીવાથી તમારું રક્તનું દબાણ નીચું આવી શકે છે.
પાચનપ્રક્રિયા સુધારે છે
તેની તીવ્ર સુગંધ આપણા સ્વાદેન્દ્રિય વધુ સક્રિય કરે છે અને ભારે ખોેરાક આરોગ્યા બાદ પાચનતંત્રને પણ વધુ સક્રિય કરે છે. એલચી પાચનતંત્રની ઘણીખરી સમસ્યાઓ જેમ કે ગેસ કબજીયાત તે રોકવાના મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે તેમાં રહેલું રસાયણ આંતરડાના હલનચલનને વધારે છે.
રક્ત સંચાર વધારે છે
એલચી શરીરમાં રક્તનું પરિભ્રમણ કરવા માટે પણ જાણીતી છે. ખાસ કરીને તમારા ફેફસાના રોગોમાં તે ઘણીવાર શ્વસનતંત્રના ઉપચારમાં કુદરતી ઉપચાર તરીકે પણ વપરાય છે. તે તમારી જીવનક્ષમતામાં વધારી તમારી ઊર્જા વધારવામાં મદદરૂપ સિદ્ધ થાય છે.
તમારા રક્તમાં સાકરનું પ્રમાણ જાળવી રાખે છે
કાળી એલચી હાઈ બ્લડ શુગર લેવલના ઘરગથ્થુ ઉપચારમાં મહત્ત્વપૂર્ણ છે. તેમાં રહેલું મેગેનિઝનું વધારે પ્રમાણ રક્તના બ્લડશુગર લેવલને નિયંત્રિત કરે છે.
આયુષ્ય વધારે છે
ચાઈનીઝ પ્રથા અનુસાર ઈલાયચી વાળી ચા પીવી એ લાંબા આયુષ્યનું રહસ્ય છે. કારણ આવી ચા તમારી આંતરિક શુદ્ધિ માટે આવશ્યક છે. જે રોજ પીવાથી તમારું સ્વાસ્થ્ય સુધારી તમે લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરી શકો છો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team