જો એક રાત પણ ઊંઘ બરાબર ન થાય તો આખો દિવસ જ ખરાબ જાય છે. ઓછી ઊંઘ થી ઈમ્યુનિટી પણ ઓછી થઈ જાય છે સાથે જ ભૂખ વધતાં તમારું વજન પણ વધવા લાગે છે. ઓછી ઊંઘ થવાથી સ્વાસ્થ્ય ને પણ નુકશાન થાય છે. ચાલો જાણીએ ઓછી ઊંઘ લેવાથી થતાં નુકશાન વિષે..
ઓછી ઊંઘ ને કારણએ તમારા સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર જોવા મળે છે. સાથે જ તમારી ઈમ્યુનિટી સિસ્ટમ પણ બગડવા લાગે છે. જો તમારે તમારી ઈમ્યુનિટી વધારે સારી રાખવી હોય તો પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. ઓછી ઊંઘ ના લીધે તમારી માનસિક શક્તિ પર પણ અસર થાય છે. નિયમિત રીતે જો 7 કલાક કરતાં ઓછી ઊંઘ લેવામાં આવે તો તમારા સ્વાસ્થ્ય સંબંધી ઘણાં નુકશાન થાય છે.
પાચન તંત્ર, શ્વસન ક્રિયા, કેન્દ્રીય તંત્રિકા બધા જ ઊંઘ ને આધીન હોય છે. આટલું જ નહીં ઓછી ઊંઘ ના કારણએ તમારે ઘણી એવી મુસીબતો નો સામનો કરવો પડશે. આવો જાણીએ 10 નુકશાન વિષે.
1. વજન વધવું
ઓછી ઊંઘ ના કારણે ક્રેવિંગ અને ભૂખ વધે છે. ઓછી ઊંઘ શરીર માં રહેલા રસાયણઓ ના સંતુલન માં બાધા બને છે. જે મગજ ને સંદેશો પહોંચાડે છે. આનાથી વજન વધવું, મોટાપો,અને સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ થાય છે.
2. કામેચ્છાઓ ઓછી થાય છે.
ઓછી ઊંઘ ના કારણે તમારી sex લાઇફ માં પણ મુશ્કેલી આવી શકે છે. પુરુષો માં કામેચ્છા ની ઉણપ ટેસ્ટોસ્ટેરોન ના સ્તર માં ઘટાડો થવાથી થાય છે.ઓછી ઊંઘ લેવાથી આ હોર્મોન પર અસર પડે છે.
3.ડાયાબિટીસ નો ખતરો રહે છે.
શરીર માં રહેલું ઈંસુલીન ઓછી ઊંઘ ના લીધે પ્રભાવિત થાય છે. ઈંસુલીન એક હોર્મોન છે જેનાથી બ્લડ શુગર નિયંત્રણ માં રહે છે. જે લોકો પૂરતી ઊંઘ નથી લેતા તેમના માં બ્લડ શુગર વધારે હોવાની સંભાવના રહે છે.
4. નબળી ઈમ્યુનિટી શક્તિ
બહુ ઓછી ઊંઘ ના કારણે વાઇરસ સામે લડવાની શક્તિ પણ ઓછી થઈ જાય છે. જેનાથી શરદી, ફ્લૂ, અને બીજા ઘણાં રોગ થવાની શક્યતા વધી જાય છે.
5. મૂડ બદલાતા રહે છે.
ખૂબ વધારે સમય સુધી ઊંઘ થી વંચિત રહેવા થી તમે મૂડી અથવા તો વધારે ભાવુક બની જશો. લાંબા સમય સુધી ઊંઘ થી વંચિત રહેવા થી ચિંતા નું પ્રમાણ પણ વધતું જાય છે.
6. એકાગ્રતા ઓછી થઈ જાય છે.
તમારા વિચારો, સમસ્યાના નિવારણ ની શક્તિ,એકાગ્રતા વગેરે ધીમે ધીમે ક્ષીણ થતી જાય છે. જો તમે પૂરતી ઊંઘ ન લો તો તમને આરામ પણ નહીં મળે.
7. શરીર નું સંતુલન જળવાતું નથી.
જો તમે પૂરતી ઊંઘ નથી લેતા તો શરીર નું સંતુલન ડગમગ થવા લાગે છે. તેની પર નકારાત્મક અસર પડે છે.
8. હાઇ બ્લડ પ્રેશર
હાઇ બ્લડ પ્રેશર ના કારણે ક્યારેક હાર્ટ અટેક પણ આવી શકે છે. રાત ની ઊંઘ જો 5 કલાક થી ઓછી થાય તો હાઇ બ્લડ પ્રેશર નો ખતરો વધી જાય છે.
9.હર્દય રોગ નો ખતરો વધી જાય છે.
ઓછી ઊંઘ ના કારણે શરીર માં સોજો આવી જાય છે અને હર્દય રોગ નો ખતરો વધી જાય છે.
10. યાદશક્તિ પર અસર થાય છે.
જ્યારે આપણે સૂતા હોઈએ છીએ ત્યારે મગજ કનેક્શન બનાવે છે. જે તમને કોઈ પણ વસ્તુ યાદ રાખવામાં મદદ કરે છે. ઊંઘ સારી ન લેવામાં આવે તો તેની અસર યાદશક્તિ પર પણ પડી શકે છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Tea