રીલેશનને સ્ટ્રોંગ બનાવવા માટેના ઘણા રસ્તાઓ છે, જેનાથી બે વ્યક્તિઓ વચ્ચેની પ્રેમગાંઠને મજબૂત બનાવી શકાય. રીલેશનમાં એકબીજાની ફીલિંગ્સને પણ સમજવી જરૂરી છે એથી વિશેષ છે એકબીજા સાથે બધી પ્રકારની વાતોને શેયર કરવી. એકબીજા સાથે કોમ્યુનિકેશન કરવાથી બે દિલ નજીક આવે છે અને એકબીજાને અંગત રીતે સમજી શકાય છે.

એકબીજાના સ્વભાવની જાણકારી સામેસામે પાર્ટનરને હોય તો મોટાભાગની તકરારને હળવી કરી શકાય છે અને સાથે એકબીજા સાથે આનંદથી સમય વિતાવી શકાય છે. એમ, રીલેશનમાં કંઈક એક્ષ્ટ્રા ઓર્ડીનરી બોન્ડીંગ કરવા ઇચ્છતા હોય અને એકબીજાની વધુ નજીક આવવા માંગતા હોય તો દર વખત ‘સીરીયસ કોમ્યુનિકેશન’ કરવા કરતા ક્યારેક ‘નૌટી’ વાતો પણ કરવી જોઈએ.
આવું કરવાથી પાર્ટનર તમારા સાથે તાજગી અને નવો માહોલનો અનુભવ કરશે. બોરિંગ પોઝીશનમાંથી બહાર આવવા માટે પણ આ કાર્ય જરૂરી છે. એ માટે પાર્ટનરને અમુક પ્રકારના એકસાઈટીંગ અને ઈન્ટરેસ્ટીંગ પ્રશ્નો પૂછો જે વાતચીતમાં ટ્વિસ્ટ આપશે અને એકબીજા પ્રત્યે સારી લાગણીઓ આપવશે.

ફીમેલ પાર્ટનર તેના ‘મેલ પાર્ટનર’ને અક્ટ્રેકટ કરવા માટે અને લવ બોન્ડીંગ વધુ સ્ટ્રોંગ બનાવવા માટે આ પ્રકારના પ્રશ્નો પૂછી શકે છે :
૧/૧૦ : શું હું તને સપનામાં આવું છું? જો ‘હા’ તો કેવી રીતે અને કેવી દેખાવ છું અને ‘ના’ તો કેવી રીતે મને જોવાની ઈચ્છા છે?
(…ભૂતથી ડર લાગે એ જવાબ નહીં ચાલે..)
૨/૧૦ : તારી ફેન્ટસી શું છે? જે મારા સાથે પૂરી કરવાની ઈચ્છા હોય?
(…કે પહેલા જ કોઈ બીજા સાથે પૂરી થઇ ગઈ છે!..)

૩/૧૦ : કેવું પાર્ટનર ગમે? મારામાં એવું શું ખાસ છે એ વાત સૌથી વધુ પંસદ આવે છે?
(…પરફેક્ટ અને વિચારીને જવાબ દેવો જરૂરી છે…)
૪/૧૦ : રોમાન્સમાં શું માને છે? કઈ રોમેન્ટિક પળ સૌથી વધુ ગમે?
(…હું પણ કહીશ પહેલા આ જવાબ તારે જ આપવાનો છે…)

૫/૧૦ : સૌથી પહેલી કિસ ક્યાં બોડી પાર્ટ પર કરવી ગમે અથવા ગમી હતી?
(…આ જવાબ સાચો આપવો કારણ કે આ પ્રશ્નનો જવાબ મને ખબર જ છે..)
૬/૧૦ : મારી સાથેનો ફેવરીટ ટાઈમ કયો છે? વધુમાં વધુ મારી સાથે કેટલો સમય પસાર થઇ શકે?
(…આશા છે કે આ પ્રશ્નમાં વધારે વિચારવું નહીં પડે..)

૭/૧૦ : જો મારી સાથે ૨૪ કલાક પસાર કરવાના થાય તો આખા દિવસનું ટાઇમ ટેબલ શું હોય?
(…૧ કલાક પણ મોટા થઇ પડે છે એ જવાબ મારે જોઈએ નહીં…)
૮/૧૦ : જો સારી ફાઈવસ્ટાર હોટેલના એક રૂમમાં મારી સાથે માત્ર તું જ હોય તો..?
(…જવાબ સાચો આપવાનો છે..)

૯/૧૦ : રોમેન્ટિક ડેટ પર મને લઇ જઈ શકે એમ છે?
(…માત્ર ફક્ત ‘હા’ કે ‘ના’ જ કહેવાનું છે…)
૧૦/૧૦. મારી સાથેનો સમય…રોમેન્ટિક કે સેકસ્યુઅલ? કઈ પ્રકારની ઈચ્છા વધુ મજબૂત છે?
(…પણ આ પ્રશ્નનો જવાબ ‘હું’ આપીશ એટલે તારે ચિંતા કરવાની જરૂર નથી…)

તમારા પાર્ટનરને આટલા સવાલ પૂછ્યા પછી તેને પણ અમુક સવાલ પૂછવાનો મોકો જરૂરથી આપો. આ પ્રશ્નોતરીથી તમે એકબીજાની ઈચ્છા અને પસંદગી વિશેનો પણ ખ્યાલ આવશે. સાથે તમારા પાર્ટનરના પ્રશ્નોના જવાબ તમે પણ યોગ્ય અને સાચા આપશો તો એ પણ તમને વધુ નજીકથી જાણી શકશે. આવું કરવાથી રીલેશનમાં ટાઈટ બોન્ડીંગ બનશે જે લવને ડીપ બનાવશે અને એકબીજા સાથેના સાથને ઇમ્પોર્ટન્ટ બનાવશે.
રોચક અને અવનવી માહિતી જાણવા માટે આ “ફક્ત ગુજરાતી” ફેસબુક પેજ સાથે જોડાયેલા રહેજો અને મિત્રો સાથે શેયર કરવાનું ભૂલશો નહીં. અમે, દરરોજ તમારા માટે નવીનવી માહિતી લાવતા રહીશું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel
1 thought on “બધી ફીમેલ પાર્ટનર તેના ‘મેલ પાર્ટનર’ને આ ૧૦ ડર્ટી સવાલ જરૂરથી પુછજો…”