બ્લેક ટી, ગ્રીન ટી, કે પછી દૂધ ની બનેલ ચા માં કોકોનટ વર્જીન તેલ નાખવાથી સવારે પોટી થવામાં દુખાવો નથી થતો.
આપણાં માંથી ઘણા લોકો પોતાની ત્વચા ને સ્વસ્થ અને સુંદર રાખવા માંટે નારિયેળ ના તેલ નો ઉપયોગ કરે છે. સાથે જ કાળા અને લાંબા વાળ માંટે નારિયેળ નું તેલ ખૂબ ઉપયોગી છે. પણ ઘણા ઓછા જાણતા હશે કે નારિયેળ નું તેલ ભોજન માં લેવામા આવે તો તે પાચન માંટે ખૂબ જ સારું ગણાય છે. અને કબજિયાત ને દૂર રાખે છે.
આ રીતે ઓળખવું નારિયેળ નું તેલ
નારિયેળ નું તેલ જેનો ઉપયોગ તમે ત્વચા પર માલિશ માંટે તેમં જ વાળ માંટે કરો છો , તે એક બ્યુટિ પ્રોડક્ટ છે. જ્યારે તમે જે નારિયેળ ના તેલ નો ઉપયોગ તમે ભોજન ઘી ની જેમ કરો છો તે ફૂડ કોકોનટ ઓઇલ છે.
તમે પ્રાકૃતિક રૂપ થી તૈયાર થયેલ નારિયેળ ના તેલ, કે જે માં કોઈ પણ પ્રકાર ની ભેળશેળ અથવા તો પેસ્ટીસાઇડ નો ઉપયોગ કરવામાં આવ્યો ન હોય તેને ત્વચા માંટે તેમં જ ખાવા માંટે લઈ શકાય છે.
જો તમે માર્કેટ થી આ તેલ ને ખરીદી રહ્યા છો તો તેના લેબલ પર આપેલ જાણકારી ને જરૂર થી વાંચવી. તે ફૂડ ગ્રેડ કે પછી કોસ્મેટિક માંટે છે તે જોવું.
પતંજલિ વર્જીન કોકોનટ ઓઇલ
શું હોય છે વર્જીન ઓઇલ
કોકોનટ વર્જીન ઓઇલ એ નારિયેળ તેલ ને કહેવામાં આવે છે જેને તાજા નારિયેળ થી તૈયાર કરવામાં આવે છે. આ એક એવું તેલ છે જેમા કોઈ પણ પ્રકાર ની રાસાયણિક ભેળશેળ નથી હોતી. પણ તેને પ્રાકૃતિક રીતે તૈયાર કરતાં તેના બધા જ નેચરલ ગુણો ને સુરક્ષિત કરવામાં આવે છે.
કબજિયાત ની સમસ્યા થી બચાવે છે.
જો તમને કબજિયાત ની સમસ્યા રહેતી હોય, સવારે એક વાર માં તમારું પેટ સાફ થતું નથી તો સવાર ની ચા માં કોકોનટ વર્જીન ઓઇલ મિક્સ કરી ને પીવું.
તેના થી તમારી કબજિયાત ની સમસ્યા માં રાહત મળે છે અને તમારું પેટ સાફ થાય છે જેનાથી તમે આખો દિવસ તાજું અને હલકું ફીલ કરશો.
કેવી રીતે કામ કરે છે નારિયેળ નું તેલ
કોકોનટ વર્જીન ઓઇલ અન્ય ફૂડ ગ્રેડ તેલ ની તુલના માં ખૂબ જ હલકું અને સુપાચ્ય હોય છે. આ તેલ આતરડા અને લીવર દ્વારા સારી રીતે અવશોષિત કરવામાં આવે છે . જે તમારી કોલન ના મસલ્સ ને અંદર થી નમી પ્રદાન કરે છે. અને સ્મૂધ બનાવે છે .
કોલોન ની અંદર ની કોશિકાઓ સ્મૂધ થવાથી તેમા પ્રાકૃતિક રીતે ચીકણી થાય છે. જેનાથી મોશન દરમિયાન તમને દર્દ કે પીડા નથી થતી. જે લોકો ને પાઈલ્સ કે બવાસીર ની સમસ્યા છે તેનું દર્દ ઓછું કરવામાં આ તેલ ખૂબ જ સહાયક છે.
નારિયેળ તેલ માં ઓમેગા-3 ફેટી એસિડ, કેલ્સિયમ, મેગ્નેસિયમ અને લોરિક એસિડ હોય છે. તે બધા જ અંદર થી શરીર ને પોષણ આપે છે. લોરિક એસિડ તમારા પાચન તંત્ર માં રહેલા હાનિકારક બેક્ટેરિયા ને ખતમ કરી ને ગુડ બેક્ટેરિયા ને વધારે છે.
આ કારણ થી તમારું પાચન સારી રીતે કામ કરે છે. અને ઍપશીસ્ટ પદાર્થ જમા નથી થતાં. પરિણામ સ્વરૂપ તમારું પેટ સાફ રહે છે. અને કબજિયાત થી છુટકારો મળે છે.
આ રીતે પણ કરી શકાય છે ઉપયોગ
નારિયેળ તેલ નો ઉપયોગ તમે ઘી ની જેમ પણ કરી શકો છો. રોટલી પર ઘી ની જગ્યા એ કોકોનટ વર્જીન ઓઇલ લગાવી ને ખાઈ શકો છો. તેનાથી રોટલી નો સ્વાદ પણ વધશે અને રોટલી નરમ પણ રહેશે.
શાક માં પણ બટર કે ઘી ની જગ્યા એ કોકોનટ વર્જીન ઓઇલ નો ઉપયોગ કરી શકો છો. તે તમારા ભોજન ને જલ્દી થી પચવા માં મદદ કરે છે. અને શારીરિક કમજોરી પણ દૂર રહે છે.
કોકોનટ વર્જીન ઓઇલ નો ઉપયોગ દાળ અને શાક ના વઘાર માં, પરાઠા કે પૂરી બનાવા માં કરવામાં આવે છે . તમે જેવી રીતે આ તેલ ને ખાવાનું પસંદ કરશો એ રીતે કરી શકો છો. તમારું પાચન તંત્ર સારું રહેશે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team