મેગી બનવાની સૌની અલગ અલગ રીત હોય છે. પણ કેટલીક વાર આપણે જૂની રેસીપી થી કંટાળી જઈએ છીએ. તો પછી કેમ ના ટ્રાય કરવામાં આવે યુનિક, Spicy જટપટ બની જાય તેવી મેગી ની રેસીપી.
નાના બાળકો થી લઈ ને મોટા સુધી બધાને જ મેગી ખૂબ ભાવે છે. બધા ની મેગી બનાવાની રીત પણ અલગ હોય છે. કેટલાક લોકો ને નોર્મલ મેગી પસંદ હોય છે તો કેટલાક ને ચટપટી અલગ રીતે બનાવેલ મેગી પસંદ હોય છે. જો તમારી સાથે પણ આવું જ કઈક છે તો તમે પણ અલગ અલગ પ્રકાર ની મેગી ખાઈ શકો છો. આજે આપણે વાત કરીશું મેગી બનાવા ની અલગ અલગ રેસીપી ની..
ચાઈનીસ મેગી
સામગ્રી
- એક મેગી નું પેકેટ
- 2 ચમચા તેલ
- જીનું સમારેલું લસણ
- 1/4 ચમચી(રેડ ચિલ્લી સોસ, ગ્રીન ચિલ્લી સોસ)
- 1/2 ચમચી (ટામેટો સોસ, અને સોયા સોસ )
- 2 ચમચા (શિમલા મિર્ચ, અને કોબીજ )
- 1 મીડિયમ ડુંગળી, લીલું મરચું, ગાજર
- મીઠું અને મરી પાવડર(સ્વાદાનુસાર)
વિધિ
આ મેગી બનાવા માટે સૌથી પહેલા એક વાસણ માં એક ગ્લાસ જેટલું પાણી નાખો. પાણી ને ઉકળવા મૂકો. પાણી ઊકળે એટલે તેમાં મેગી નાખો. અને સાથે જ અડધી ચમચી તેલ નાખો જેથી મેગી એક બીજા ને ચોંટે નહીં. મેગી 70% જેટલી ચઢી જાય ત્યારે તેને ગેસ પર થી ઉતારી ને નિતારવા મૂકો. હવે બીજા વાસણ માં એક ચમચી તેલ મૂકો. તેલ ગરમ થતાં જ તેમા કાપેલું લસણ નાખો. હવે ચાઈનીસ રેસીપી છે તો થોડો ટ્વિસ્ટ તો હશે જ. લસણ ને સાતળ્યા પછી તેમા ડુંગળી અને ગાજર નાખો. ડુંગળી ને વધારે ન સાતળતા તેમા શિમલા મિર્ચ અને ગાજર નાખો. અને કોબીજ પણ તેમાં add કરી દો. ત્યારબાદ તેમાં 1/4 ચમચી(રેડ ચિલ્લી સોસ, ગ્રીન ચિલ્લી સોસ) અને 1/2 ચમચી (ટામેટો સોસ, અને સોયા સોસ ) નાખી દો. આ બધી વસ્તુ ને બરાબર મિક્સ કરી ને તેમાં મેગી નાખી દો. તેમાં મેગી મસાલો નાખી ને મિક્સ કરી દો. મેગી તૈયાર છે.
ચીજ મેગી
સામગ્રી
- એક મેગી નું પેકેટ
- 1 મીડિયમ ડુંગળી અને ટામેટું
- 2 ચમચા કાપેલી શિમલા મિર્ચ
- 2 ચમચા બાફેલા કોર્ન
- 2 ચીજ ક્યૂબ
- 1 ચમચી તેલ
વિધિ
સૌથી પહેલા એક વાસણ માં તેલ ગરમ કરો. મીડિયમ સાઇઝ માં કાપેલ ડુંગળી,અને 2 ચમચા કાપેલી શિમલા મિર્ચ નાખો. આની સાથે જ 2 ચમચા બાફેલા કોર્ન અને એક મીડિયમ સાઇઝ માં કાપેલ ટામેટું નાખો તેમા સ્વાદનુસાર મીઠું નાખો. બધી જ વસ્તુ ને બરાબર મિક્સ કરો. હવે તેમા એક કપ પાણી નાખો. પાણી ઊકળે એટલે તેમાં મેગી નાખો. અને સાથે જ મેગી મસાલો પણ નાખી દો. હવે તેની પર ચીજ ની સ્લાઇસ નાખો. ચીજ મેગી તૈયાર છે.
સૂપી મસાલા મેગી
સામગ્રી
- એક મેગી નું પેકેટ
- 2 ચમચા તેલ
- 1/4 ચમચી(રેડ ચિલ્લી સોસ, ગ્રીન ચિલ્લી સોસ)
- 1/4 ચમચી (ટામેટો સોસ, અને સોયા સોસ )
- 2 ચમચા (શિમલા મિર્ચ, અને કોબીજ )
- 1 મીડિયમ ડુંગળી, લીલું મરચું, ગાજર
- મીઠું અને મરી પાવડર(સ્વાદાનુસાર)
- જીનું સમારેલું લસણ
- કોર્ન Flour ની પેસ્ટ
વિધિ
આ મેગી ને બનાવા માટે ધીમા તાપે એક વાસણ માં તેલ ગરમ કરવા મૂકો. તેમા જીનું સમારેલું લસણ નાખો. હવે તેમા લાંબી કાપેલી ડુંગળી નાખો. તેમા બારીક કાપેલુ લીલું મરચું અને બારીક કાપેલ ગાજર નાખો. આ રેસીપી માં શાકભાજી ને વધુ ચઢાવી નહિ. ત્યારબાદ એક ચમચી બાફેલા કોર્ન નાખો. તેમાં કોબીજ પણ add કરો. હવે સ્વાદાનુસાર મીઠું નાખો. ત્યારબાદ 2.5 કપ પાણી નાખો. પછી તેમાં 1/4 ચમચી(રેડ ચિલ્લી સોસ, ગ્રીન ચિલ્લી સોસ), 1/4 ચમચી (ટામેટો સોસ, અને સોયા સોસ ) નાખો. ત્યારબાદ તેમાં મેગી નાખો. હવે તેમાં કોર્ન flour ની પેસ્ટ નાખો. બધી જ વસ્તુ ને બરાબર મિક્સ કરો. મેગી તૈયાર છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team