આપણા દરેક ના ઘરમાં લાકડાની જૂની ખુરશી તો હોય જ છે અને સમયની સાથે તેમાં ઘણી બધી ખુરશીઓ જર્જરીત અને ઘરમાં રાખવા લાયક રહેતી નથી.
એવામાં જ્યારે તમે ઇચ્છો તો આ ખુરશી નો ઉપયોગ અમેઝિંગ ક્રાફ્ટ બનાવવા માટે કરી શકો છો.આ ક્રાફ્ટ અને તમે ખુબ જ આસાનીથી ઘર પર રાખેલા સામાન્ય મદદથી તૈયાર કરી શકો છો.
આજના આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે જૂની અને તૂટેલી ખુરશીઓના તમે અલગ-અલગ પ્રકારના ક્રાફ્ટ કેવી રીતે બનાવી શકો. જેનાથી તમારી જૂની ખુરશીઓને કોઈપણ કામ માં લાવી શકો છો. તો ચાલો જાણીએ આ DIY જેની મદદથી તમારી જૂની ખુરશી તમારા કામ લાગી શકે છે.
લાકડાની ખુરશી થી બનાવો હિંચકો
જો તમારી લાકડાની ખુરશી ના પાયા તૂટી ગયા છે તો તમે તેની મદદથી એક હિચકો તૈયાર કરી શકો છો આ હીંચકાની તમે લોન અથવા બાલ્કનીમાં લગાવી શકો છો આવો જાણીએ જૂની તૂટેલી ખુરશીથી હીંચકો બનાવવાની રીત.
સામાન
- તૂટેલી ખુરશી 1
- આરી 1
- વુડન કલર એક ડબ્બો (નાનો)
- દોરી એક
બનાવવાની રીત
- લાકડાનો આ હિંચકો બનાવવા માટે તમારે સૌ પ્રથમ આરીની મદદથી ખુરશીને ચાર પાયા ને દૂર કરો જેનાથી એક ફ્લેટ પ્લેટફોર્મ તૈયાર કરી શકાય.
- ત્યારબાદ ખુરશીના બે પાયાને પ્લેટફોર્મના પાછળની તરફ ફેવિકોલ ની મદદથી ચોંટાડો.
- તેની સાથે જ ખુરશી ને વુડન કલરથી રંગો.
- ત્યારબાદ ખુરશી ને ચારેય બાજુથી ડ્રિલની મદદથી કાણા પાડો અને તેમાં દોરી લગાવો..
- છેલ્લે રંગ સૂકાઈ જાય ત્યારબાદ હીંચકાની એક પરફેક્ટ જગ્યા શોધો અને ત્યાં તેને સેટ કરો.
- આ આસાન રીતથી તમારો લાકડાનો હિચકો બનીને તૈયાર થઇ જશે તમને જણાવી દઈએ કે તમારા બાળકો તેને ખૂબ જ પસંદ કરશે.
ચેર પ્લાટર
ઘણી વખત ખુરશીની વચ્ચે બેસવાની જગ્યા ખૂબ જ કમજોર થઈ જાય છે ત્યારબાદ તેની ઉપર બેસવા થી આપણને પડી જવાની બીક રહે છે ત્યારે તમે ખુરશીની ઉપરની બેસવાની જગ્યા ને એક પ્લાન્ટર ના રૂપે ઉપયોગમાં લઈ શકો છો.
સામગ્રી
- ખુરશી એક
- કુંડુ એક
- ફુલ અથવા છોડ એક
- વુડન કટર અથવા આરી
બનાવવાની રીત
- જૂની ખુરશીનો કુંડુ બનાવવા માટે સૌપ્રથમ તમારે કોઈ મજદૂર અથવા લાકડી વાળા ની મદદથી લાકડાની ખુરશી માં કાણું પડાવો.
- ત્યારબાદ ખુરશીના કાણાનુ માપ લો અને તે જ માપનુ કુંડુ લાવો.
- ત્યારબાદ કુંડામાં મનપસંદ ફુલ લગાવો અને ખુરશી ની અંદર બનેલ હોલમાં લટકાવો.
- આ આસન રીતથી તમારી ખુરશીથી બનેલ પ્લાન્ટર તૈયાર થઈ જશે
હોલ્ડર બનાવો
જો તમે ઈચ્છો તો ખુરશી ના ઉપર ના ભાગ ની મદદથી હોલ્ડર પણ બનાવી શકો છો, હોલ્ડરને બનાવવું ખૂબ જ આસાન છે, અને તમે ઇચ્છો તો તમારા નાનામોટા સામાન પણ તેની ઉપર મૂકી શકો છો આવો જાણીએ તેને બનાવવાની રીત.
સામાન
- ખુરશીનો ઉપર નો ભાગ 1
- ખીલ્લી 2
- રંગ 1
- પ્લાસ્ટિકના હોલ્ડર 2
બનાવવાની રીત
- આ હોલ્ડરને બનાવવા માટે સૌપ્રથમ તમે ખુરશી ના ઉપરના ભાગને સુરક્ષિત રીતે કાપી લો.
- ત્યારબાદ ખુરશીના ટુકડા ને સારો લુક આપવા માટે તેની ઉપર રંગ કરો.
- ત્યારબાદ લાકડા ના ટુકડાની સાથે બીજા પ્લાસ્ટિકના ના બોક્સ જોડો.
- અંતમાં તમે આ હોલ્ડરને તમારા ઘરની કોઈપણ દિવાલ ઉપર લગાવો.
- આ આસન સ્ટેપ સાથે તમારી લાકડાની ખુરશી બનીને તૈયાર થઇ જશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
image credit- shelterness.com, depositphotos.com, web-prod-share.com, shelterness.com, heaarstapps,com