સ્નાયુઓના વિકાસ માટે વિટામિન
સ્નાયુઓના વિકાસ માટે વ્યાયામ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, પરંતુ તેના કરતાં પણ મહત્ત્વનું એ છે કે તમે તમારા સ્નાયુઓના નિર્માણ માટે કેવા પ્રકારના પોષક તત્વો લઈ રહ્યા છો. કારણ કે સ્નાયુઓને વધારવા અને મજબૂત કરવા માટે પોષક તત્વોની જરૂર હોય છે. આ માટે સપ્લીમેન્ટને બદલે નેચરલ સોર્સ રાખવાથી વધુ અસરકારક સાબિત થાય છે. અહીં અમે તમને એવા ચાર વિટામીન વિશે જણાવી રહ્યા છીએ, જેનું અલગ-અલગ ખાદ્ય પદાર્થો દ્વારા સેવન કરવાથી માંસપેશીઓના નિર્માણ માટે ફાયદાકારક થઈ શકે છે.
•વિટામિન ઈ – મજબૂત સ્નાયુઓ બનાવવા માટે વિટામિન ઈ જરૂરી છે. તે કોષના પ્લાઝ્મા મેમ્બ્રેનને રિપેર કરવામાં મદદ કરે છે. જો શરીરમાં આ વિટામીનની ઉણપ હોય તો શરીરમાં મસલ્સ વેસ્ટિંગ ડીઝીઝ જોવા મળે છે. તેની ઉણપને કારણે સ્નાયુઓ નબળા પડી શકે છે. આ વિટામિન ઓક્સિડેટીવ તણાવને દૂર કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. તેથી તેને ડાયેટમાં ચોક્કસ સામેલ કરો. વિટામિન ઈ ઘઉંના બીજનું તેલ, સૂર્યમુખીના બીજ, બદામ, મગફળી, બીટનું શાક, પાલક, કોળું અને લાલ શિમલા મરચામાં સૌથી વધુ જોવા મળે છે.
•વિટામિન એ – આ વિટામિન સ્નાયુઓના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. તે સ્નાયુઓના જથ્થામાં વધારો કરવાની સાથે સાથે ટેસ્ટોસ્ટેરોનનું સ્તર પણ વધારે છે. આ વિટામિન સ્નાયુઓને મજબૂત બનાવવામાં ઘણી મદદ કરે છે. તે આંખના સ્વાસ્થ્યને પણ સુધારે છે અને હાડકાં માટે પણ ફાયદાકારક છે. વિટામિન એ માટે લીલા પાંદડાવાળા શાકભાજી, દૂધ, માછલી, પપૈયું અને અન્ય ફળો, ઈંડા વગેરે ખાવાં જોઈએ.
•વિટામિન ડી – સ્નાયુઓને સામાન્ય રીતે ફંકશન કરવા માટે વિટામિન ડીની જરૂર હોય છે. આ વિટામિનની ઉણપથી સ્નાયુઓમાં નબળાઈ આવે છે અને માંસપેશીઓ પણ ઓછી થઈ જાય છે. જે લોકો માંસપેશીઓના દુખાવાથી પરેશાન છે તેઓએ આ વિટામિનને તેમના આહારમાં સામેલ કરવું જોઈએ. વિટામિન ડીનો સૌથી મોટો સ્ત્રોત સવારનો સૂર્યપ્રકાશ છે. આ સિવાય કેટલાક ખોરાક જેમ કે ઈંડાની જરદી, દરિયાઈ માછલી, મશરૂમ અને સીફૂડ વગેરે વિટામિન ડી ના સ્ત્રોત છે.
•વિટામિન સી – સ્નાયુઓના સ્વાસ્થ્યને સુધારવા માટેઆ વિટામિન પણ જરૂરી હોય છે. તે એન્ટીઑકિસડન્ટ તરીકે કામ કરે છે અને સ્નાયુઓને ઓક્સિડેટીવ તણાવથી બચાવે છે. તે કોલેજન બનાવવામાં પણ ફાયદાકારક છે. તે શરીરને મજબૂત બનાવવામાં પણ ફાયદાકારક છે. સૌથી વધારે વિટામિન સી ખાટા ફળોમાં જોવા મળે છે, આ ઉપરાંત બ્રોકલી, કીવી વગેરેમાં હોય છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team