અમુક લોકોને ફિટનેસનું એ રીતે જૂનુની હોય છે કે તે ઉંમરની પણ ચિંતા કરતાં નથી, અને પોતાની આદતને હંમેશા એવી ને એવી જ રાખે છે. કેનેડાની 76 વર્ષની મહિલાએ એવું જ ટ્રાન્સફોર્મેશન કરીને દરેક વ્યક્તિને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ વૃદ્ધ મહિલા હવે મોડેલિંગ કરે છે અને પોતાના પાંચ વર્ષની સફરના ફોટા તેમણે લોકોની સામે શેર કર્યો છે. ફોટા જોયા બાદ લોકો મહિલાના ખુબજ વખાણ કરે છે. જોન મેકડોનાલ્ડ નામની આ મહિલાના ઇન્સ્ટાગ્રામ પર 1.6 મિલિયન થી વધુ ફોલોવર્સ છે. અને લોકો તેમને વર્કઆઉટ ના વિડિયો ના ખૂબ જ મોટા દિવાના છે.
View this post on Instagram
અત્યારે જ બિકનીમાં પોતાનો એક ફોટો શેર કરી તેમાં જોનને લોકોએ ટ્રોલ પણ કરી હતી, અને પોતાની એક પોસ્ટમાં તેમને પોતાની ફિટનેસની જર્ની નો ખુલાસો કર્યો છે તેમને કહ્યું કે “” પાંચ વર્ષ પહેલા ફિટનેસ વિશે મને જે વિચારો હતા તે હવે બદલાઈ ગયા છે હું હવે વસ્તુઓની જરૂર પહેલાં કરતાં વધુ સમજવા લાગી છું હું હવે લાઇફ સ્ટાઇલની સાથે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે રહી શકું છું. “”
લોકોને પોતાની ફિટનેસની સફરને પ્રેરિત કરવા માટે તેમને પોતાની યુટ્યૂબ ચેનલ પણ શરૂ કરી છે. જેના 79,900 થી પણ વધુ સબસ્ક્રાઈબર છે તે હંમેશા પોતાનું ફિગર બતાવીને ફોટો સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરે છે.
View this post on Instagram
તેમના ફોટો ઉપર તેમના ફેન્સ ની ખૂબ જ કોમેન્ટ આવી રહી છે અને તેમના એક ફેન્સ કહે છે કે ‘તમારો ફોટો જોઈને મારા આંખમાં આંસુ આવી ગયા તમારી સુંદરતા ની કહાની લોકોને હંમેશા પ્રેરિત કરે છે. ઉંમર વધવાની અસર એટલી બધી નથી પડતી જેટલી આપણે કલ્પના કરી લઈએ છીએ.’ અને બીજા એ લખ્યું કે ‘તમે ખૂબ જ કમાલના છો તમારો એટીટ્યુડ પણ ખૂબ જ ગજબનો છે તમે લોકોની જિંદગી પાછી લાવવાની કોશિશ કરી રહ્યા છો.’
View this post on Instagram
આસાન નહોતો સફર – પોતાની કહાની લોકોને જણાવતા તેમણે કહ્યું કે “”મારી તબિયત લગભગ ખરાબ રહેતી હતી અને મને હાઈ બ્લડ પ્રેશર તથા યુરિક એસિડની સમસ્યા હતી, મારા ઘૂંટણ માં સોજા રહેતા હતા, અને મને સાંધાનો દુખાવો પણ ખૂબ જ ભયાનક હતો, અને દાદરા ચડવા ઉતરવા માં પણ ખૂબ જ તકલીફ રહેતી હતી. હું ખૂબ જ ઉદાસ થઈ રહી હતી અને મને બદલાવની અત્યંત જરૂર હતી.
View this post on Instagram
તેમણે લખ્યું છે કે – મારી દીકરી મિશેલે મને આ બધી જ વસ્તુઓ માંથી બહાર નીકાળવામાં ખૂબ જ મદદ કરી. મને કોઈ એક વિકલ્પ પસંદ કરવાનો હતો અને તેને મને કહ્યું હતું કે જો હું આ જ હાલત માં રહીશ તો સ્થિતિ વધુ ખરાબ થઈ જશે અને મને દવાઓની ખાસ જરૂર પડશે અને એક ઓનલાઈન ફિટનેસ કોર્સ કર્યો અને મારી આદત માં બદલાવ લાવવા લાગી. મારી દીકરી ની મદદથી મેં ઘણી બધી નવી વસ્તુઓ શીખી, 71 વર્ષની ઉંમરમાં મેં પહેલી વખત આઈફોન ચલાવવાનું શીખી, અને મે જીમની મેમ્બરશીપ પણ લઈ લીધી.
View this post on Instagram
તેમને આગળ જણાવ્યું કે – આ ઉંમરમાં આ બધું જ કરવું મારી માટે ખૂબ જ કઠિન કાર્ય હતું, અને એવામાં ઘણા બધા દિવસ હું રડી, પરંતુ મેં ક્યારેય હિંમત હારી નહીં. અને હંમેશા દિલમાં એ જ વાત રાખી કે ભલે મારો આ બદલાવ ધીમો હોય પરંતુ મને કોઈ જ ફરક પડતો નથી, આપણે સમયની સાથે સાથે તમારી મહેનત રંગ લાવી અને આજે હું અહીં ઉભી રહી છું જેમાં મારો વિશ્વાસ હવે પહેલાથી ખૂબ જ વધી ગયો છે.”
View this post on Instagram
તેમને જણાવ્યું કે – જો તમે પણ એક બદલાવ ની શોધમાં છો તો હું જણાવી શકું છું કે આ સફર આસાન નથી, પરંતુ તમે તેને આ લાયક બનાવી શકો છો. હું આશા રાખું છું કે મારી આ કહાની તમને ભરોસો અપાવશે કે તમે તમારી જિંદગીમાં ક્યારેય પણ બદલાવ લાવી શકો છો અને જો આ કામ હું કરી શકુ છું તો તમે કેમ નહીં?
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team