એકના એક કુકિંગ તેલનો ફરીથી ઉપયોગ કરવાથી થઇ શકે છે આ પ્રકારની ગંભીર બીમારી….

ભારતીય ઘરોમાં તળેલી વસ્તુઓ વધારે બનાવવામાં આવે છે અને પછી એજ એકના એક તેલનો વારંવાર ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આ પ્રોસેસમાં અમુક નુકસાન પણ થાય છે, જેના વિશે આજે આપણે જાણીશું.

રસોઈમાં વપરાતા તેલનો ફરીથી ઉપયોગ કરવાથી થતા નુકસાન

ભલે શાક બનાવવું હોય અથવા તો ડીપ ફ્રાય કરવાનું હોય રસોઈમાં તેનો ઉપયોગ સૌથી વધુ કરવામાં આવે છે. અને રસોઈમાં વપરાતું તેલ જો સારું હોય તો તે તમારી વાનગીનો સ્વાદ વધારવાની સાથે સાથે તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભકારક સાબિત થાય છે. ઘણા બધા લોકો એક વખત તેલનો ઉપયોગ કર્યા પછી તેનો ફરીથી પ્રયોગ કર્યા કરે છે જેથી તે ફેંકી ન દેવું પડે, પરંતુ પૂરી અથવા ભજીયા તળ્યા પછી તે તેમનો ફરીથી પ્રયોગ કરવામાં આવે તો સ્વાસ્થ્યને ઘણા બધા પ્રકારના ખતરનાક નુકસાન થઈ શકે છે. અને તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. આવો જાણીએ રસોઈના તેલનો વારંવાર પ્રયોગ કરવાથી સ્વાસ્થ્ય ઉપર શું ફરક પડે છે.

દિલ અને દિમાગથી જોડાયેલી બીમારીઓનું જોખમ વધી જાય છે

જ્યારે વારંવાર કરવામાં આવતા તેલનો ઉપયોગ ફરીથી કરવામાં આવે છે અને તેને ફરીથી ગરમ કરવામાં આવે છે તો તેમાં એલ્ડીહાઇડ્સ જેવા ઝેરી પદાર્થોની કંસ્ટ્રેશન વધી જાય છે, અને તેનાથી દિલ અને દિમાગ થી જોડાયેલી બીમારીનું જોખમ જેમકે, ડિમેન્શિયા, અલ્ઝાઈમર, પાર્કિન્સન વગેરેનું જોખમ ખૂબ વધી જાય છે. તેમાંથી એક વધુ ઝેરીલુ ટોક્સિન બહાર નીકળે છે જેને 4 હાઇડ્રોક્સી ટ્રાન્સ 2 નોમિનલ કહેવામાં આવે છે જે ડીએનએ અને આરએને માટે પણ ખૂબ ખતરનાક હોય છે.

ઇન્ફલેમેશન અને કેન્સરનું જોખમ વધી જાય છે

રસોઈ બનાવવાના તેલને વારંવાર ગરમ કરવાથી તેલમાં એલ્ડીહાઇડ અને પોલિસાયક્લિક એરોમેટિક હાઇડ્રોકાર્બનનું પ્રમાણ વધી જાય છે. અને તે કેન્સરની સાથે સાથે શરીરમાં ઇન્ફ્લેમેસનનું જોખમ પણ ઘણી હદ સુધી વધારી કાઢે છે. જો તેનું સેવન કરવામાં આવે તો શારીરિક સ્થિતિનો ઈલાજ શરૂમાં જ કરાવવામાં આવે તો તેના કારણે રોગપ્રતિકારક શક્તિ વધુ કમજોર થઈ જાય છે. અને તેનાથી બિમારી અને ઈન્ફેક્શન થવાનું જોખમ પણ વધી જાય છે. જો લાંબા સમયથી ઇન્ફલેમેશનનો સામનો કરી રહ્યા છો તો વારંવાર ઉપયોગમાં લેવાયેલ તેલથી બનેલી વસ્તુઓનું સેવન ઓછું કરવું જોઈએ તે પણ એક કારણ હોઇ શકે છે.

કોલેસ્ટ્રોલનું લેવલ વધારે

વધુ તાપમાન ઉપર રસોઈ કરવામાં આવેલ તેલને મૂકવાથી તેમાં ઉપસ્થિત ચરબી ટ્રાન્સફેટ માં બદલી જાય છે. અને તેને ફરીથી ગરમ કરવામાં આવે તો ટ્રાંસ ફેટની માત્રા વધી જાય છે, અને તેનું સેવન વધુ માત્રામાં કરવામાં આવે તો કોલેસ્ટ્રોલ લેવલમાં વધુ ઉછાળો જોવા મળે છે. કોલેસ્ટ્રોલ લેવલને વધવાથી હૃદયની બીમારીઓ પણ આવે છે અને તેનાથી સ્ટ્રોક, મેદસ્વિતા નું જોખમ વધી જાય છે. છાતીમાં દુખાવો પેટમાં દુખાવો અને ભોજન પાચન ન થઈ શકવું તે પણ તેનું કારણ છે. અને તેની સાથે સાથે ઘણું બધુ ખરાબ થઈ શકે છે અને ઉલટી પણ થઇ શકે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment