જો તમે આ કપડા કેરી કરો છો તો તેનાથી તમારો લુક થોડો અલગ દેખાઈ શકે છે.
જ્યારે પણ ફેશન અને સ્ટાઇલની વાત આવે છે ત્યારે સ્ત્રીઓ ક્યારેય પ્રયોગશીલ બનવાનુ ચૂકતી નથી. તે ફક્ત રંગો જ નહિ પરંતુ પોશાકને પણ એક સાથે પેહરી એક નવો લુક બનાવવાનો પ્રયત્ન કરે છે. ઘણીવાર તો તમારી સ્ટાઇલ ખૂબ યુનિક અને સુંદર જોવા મળે છે. પરંતુ ક્યારેક તેમ પણ થાય છે કે તમારા કપડાના કોમ્બિનેશનમા ગડબડ થઈ જાય છે. બની શકે છે કે તમે જે બે પોશાક એક સાથે કેરી કર્યા હોય, તે એક સાથે બિલકુલ પણ મેચ થતી નથી.
તેમજ ઘણીવાર તમારા કપડા સાથે ચપલ મેચ થતા નથી અને ફેશન બ્લંડર થઈ જાય છે. તો ચાલો આજે આ લેખમાં અમે તમને ઘણા એવા કપડાના કોમ્બિનેશન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારા લુક પર અલગ અસર પાડી શકે છે અને તેથી તમારે તેનાથી સચેત રહેવું જોઈએ.
ની-લેંથ સ્કર્ટની સાથે થાઈ હાઈ બુટ પહેરવા
જ્યારે પોતાને સ્ટાઇલ કરવાની વાત હોય ત્યારે તે જરૂરી છે કે તમે દરેક નાની નાની વાતો પર ધ્યાન આપો. પછી ભલે વાત ચપલની કેમ ન હોય. જો તમે ની-લેંથ અથવા તો તેનાથી લાંબુ સ્કર્ટ પેહરી રહ્યા છો તો તેની સાથે થાઈ હાઈ બુટ પહેરવા સારો વિચાર નથી. ખરેખર,લાંબા સ્કર્ટ સાથે જો તમે થાઈ હાઈ બુટ પેહરો છો તો તમારા પગ ખૂબ વધારે નાના દેખાશે.
શું કરવું –
સારું રહેશે કે તમે ની-લેંથ થી વધારે લાંબા સ્કર્ટની સાથે એંકર બુટ અથવા તો સ્નિકર્સ સ્ટાઇલ કરો. તે તમને એક સ્માર્ટ સ્ટ્રીટ લૂક આપશે. તેમજ, જો તમને થાઈ હાઈ બુટ પહેરવા સારા લાગે છે તો સારું રહેશે કે તમે તમારા સ્કર્ટ વિશે થોડા બદલાવ કરો. તમે તેની સાથે હાઈ વેસ્ટ સ્કર્ટ પેહરો.
મૈકસી સ્કર્ટની સાથે લાંબો કોટ પહેરવો
જો તમે વિન્ટરમાં મૈકસી સ્કર્ટ ( મૈકસી સ્કર્ટને આ શર્ટની સાથે સ્ટાઇલ કરો ) ને તેના સ્ટાઇલનો ભાગ બનાવી રહ્યા છો તો તેની સાથે લોંગ કોટ તમારા લૂકને અજીબ દેખાડી શકે છે. આમતો આ બંને જ આઉટફિટ ખૂબ સ્ટાઇલિશ લાગે છે, પરંતુ તેનું કોમ્બિનેશન તમારા લુકને બગાડી શકે છે. આ લૂકમાં તમારી લંબાઈ પણ ઓછી જોવા મળી શકે છે.
શું કરવું –
જો તમે મૈકસી સ્કર્ટને સ્ટાઇલ કરવાની ઈચ્છા ધરાવો છો, તો તેની સાથે જેકેટ અથવા ફિટેડ પાર્કા જેકેટની પર કરો. તેમજ જો તમે લોંગ કોટ પહેરવા ઇચ્છો છો તો તેની સાથે જીન્સ અથવા પેન્ટ પેહરી શકો છો.
લુઝની સાથે લુઝ આઉટફીટ કેરી કરવા
તે વાતમાં કોઈ શંકા નથી કે લુઝ કપડાને પોતાનો એક અલગ લૂક આવે છે. પરંતુ જો તમે ટોપ અને બોટમમા લુઝ કપડા પેહરો છો તો તે તમારા લૂકને ખૂબ વિચિત્ર બનાવી દે છે. તેનાથી તમે તમારા શરીરને કવર અથવા કેટલાક શરીરના ભાગોને હાઈલાઈટ કરી શકતા નથી. તે તમારા દેખાવમાં સ્ટ્રકચર એડ કરતું નથી.
શું કરવું –
તમારા લુક ને બેલેન્સ કરીને ચાલો.જો તમે લુઝ ટોપ પહેર્યું છે, તો ટાઇટ બોટમા પસંદ કરો, સાથેજ જો તમે તમારા માટે કપડા પસંદ કરો ત્યારે તમારા શરીરનો પ્રકાર જાણો.
કુલાટ્સ ની સાથે સ્નીકર્સ પહેરો
કુલાટ્સ તેમ તો જોવામાં ખૂબ સારું લાગે છે, પરંતુ તે તમારી લંબાઈને થોડી ઓછી દેખાડે છે. આવી સ્થિતિમાં તેને સ્નીકર્સની સાથે તેને પર કરવી સારો આઈડિયા નથી. જ્યારે તમે સ્નીકર્સ પેહરો છો, તો આવી સ્થિતિમાં લાંબા પગ વધારે નાના દેખાઈ છે.
શું કરવું –
સારું રહેશે કે તમે કુલાટ્સની સાથે હાઈ હિલ્સની પર કરો. આ ઉપરાંત, જો તમે કુલાટ્સમાં તમારી લંબાઈને વધારે જોવા ઇચ્છો છો તો તેની એક સરળ રીત એ છે કે તમે એવા કુલાટ્સ અને ચપલ પસંદ કરો જે હળવા રંગના હોય.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team