ભારતમાં દરેક ગલી મહોલ્લામાં કોઈ ને કોઈ મંદિર મળી જ આવે છે. પરંતુ શું તમને ખબર છે કે ભારત સિવાય પણ એવા દેશ છે જ્યાં હિન્દુ પરંપરાના અનેક પ્રખ્યાત મંદિર રહેલા છે. જી હા અમે વાત કરી રહ્યા છીએ પૂર્વી એશિયા ના દેશ ઈન્ડોનેશિયાની. ઈન્ડોનેશિયામાં હિન્દુ પરંપરાઓ અને મંદિરોનું ખુબ મહત્વ છે. ઈન્ડોનેશિયામાં બનેલા હિન્દુ મંદિરની ગણતરી વિશ્વના સૌથી સુંદર મંદિરોમાં કરવામાં આવે છે. તો ચાલો જાણીએ ઈન્ડોનેશિયામાં બનેલા આ સુંદર મંદિરો વિશે…….
૧. પૂરા તમન સરસ્વતી મંદિર, બાલી
બાલી ઈન્ડોનેશિયા નો એક ટાપુ સમુદ્ર છે જે જાવાની પૂર્વમાં આવેલો છે. બાલીમાં આવેલુ પૂરા તમન સરસ્વતી મંદિર ઈન્ડોનેશિયાનું સૌથી સુંદર અને પવિત્ર મંદિર માનવામાં આવે છે. આ મંદિરમાં તો ઘણા દેવી દેવતાઓની મૂર્તિ છે પરંતુ મુખ્ય રીતે આ દેવી સરસ્વતી માટે જાણીતું છે. દેવી સરસ્વતી ને હિન્દુ ધર્મ મુજબ વિદ્યા, જ્ઞાન અને સંગીત ની દેવી કહેવામાં આવે છે. પૂરા તમન સરસ્વતી મંદિરની પાસે એક સુંદર કુંડ પણ બનાવેલું છે, જે આ મંદિરની સુંદરતાને વધારે છે. પૂરા તમન સરસ્વતી મંદિરમા દરરોજ સંગીત સમારોહ યોજવામાં આવે છે. આ મંદિરમાં લોકોની મોટી ભીડ લાગેલી રહે છે.
૨. પૂરા બેસકિહ મંદિર, બાલી
પૂરા બેસકિહ મંદિર બાલી ટાપુના અગુંગ પર્વતમાં આવેલુ આ મંદિર ઈન્ડોનેશિયાના સૌથી સુંદર મદિરમાંથી એક છે. પૂરા બેસકિહ મંદિર બાલી ટાપુના સૌથી મોટા અને પવિત્ર મંદિર તરીકે માનવામાં આવે છે. યુનેસ્કોએ ૧૯૯૫ માં આ મંદિરને વિશ્વ ધરોહર ઘોષિત કરી દીધું હતું. આ સ્થળ પ્રયટકોનુ મુખ્ય આકર્ષણ નું કેન્દ્ર છે અને અહી ઘણા દેવી દેવતાઓની મૂર્તિઓ પણ સ્થાપન કરવામાં આવી છે.
૩. તનહ લોટ મંદિર, બાલી
તનહ લોટ મંદિર બાલી ટાપુમાં આવેલું ભગવાન વિષ્ણુ નું પ્રખ્યાત મંદિર છે. આ મંદિર ૧૬મી સદીમાં નિર્માણ કરવામાં આવ્યુ છે. તનહ લોટ મંદિર એક વિશાળ સમુદ્રી મેદાન પર બનાવેલું સુંદર મંદિર છે. તનહ લોટ મંદિર ઈન્ડોનેશિયાના મુખ્ય પર્યટક સ્થળોમાંથી એક છે.
૪. પ્રમ્બાનન મંદિર, જાવા
પ્રમ્બાનન મંદિર ઈન્ડોનેશિયાના જાવા ટાપુનુ સૌથી પ્રખ્યાત હિન્દુ મંદિર છે. આ મંદિરમાં ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ અને ભગવાન બ્રહ્મા ની મૂર્તિઓ રાખેલી છે. ઈન્ડોનેશિયાના જાવા ટાપુમાં આવેલુ પ્રમ્બાનન મંદિર ઈન્ડોનેશિયાનું સૌથી સુંદર અને વિશાળ હિન્દુ મંદિર છે. પ્રમ્બાનન મંદિરમાં ત્રિદેવો ના દર્શન માટે દુનિયા ભરથી પર્યટક અહી આવે છે.
૫. સિંઘાસરી શિવ મંદિર, જાવા
સિંઘાસરી શિવ મંદિરને ૧૩મી શતાબ્દી માં પૂર્વી જાવાના સિંગોસરીમાં બનાવવામાં આવ્યુ છે. સિંઘાસરી શિવ મંદિર તેની ભવ્યતા માટે પૂરી દુનિયામાં પ્રસિદ્ધ છે. સિંઘાસરી શિવ મંદિરમાં ભગવાન શિવની એક વિશાળ મૂર્તિ બનાવવામાં આવી છે. તે કારણે અહી દરરોજ મોટી સંખ્યામાં લોકોનું આવવા જવાનું રહે છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team