ગુજરાતમાં ઘણા મંદિરો છે પણ અમુક મંદિરની જયારે વાત કરવામાં આવે તો એ કંઈક વિશેષ ખાસિયતને કારણે પ્રસિદ્ધ હોય છે. આ વાતનો અનુભવ મોટાભાગના લોકોને હશે જ.. અમુક મંદિરો વિશે આખી ‘કહાની’ બને એટલું સાહિત્ય મળી જાય છે. એમ, અમુક મંદિરોમાં એવા છે કે, જાણે સાક્ષાત ભગવાન વસતા હોય અને ભગવાનનું કાયમી સરનામું એ મંદિર જ હોય. ડોન્ટ વરી, અઘુરી નહીં પણ આખી માહિતી તમને અહીં જાણવા મળશે. વાંચો વધુ આગળ…,
સૌરાષ્ટ્રમાં એક એવું મંદિર છે કે, જ્યાં રૂબરૂ કોઈ માણસને મળ્યા હોય એવો અનુભવ ગણપતિ મહારાજને મળ્યાનો થાય છે. આ મંદિરે ગણપતિ સાક્ષાત બિરાજમાન છે. જીવનની કોઇપણ સમસ્યા હોય તો બસ એક નાના અમથા કામથી કષ્ટ દૂર થાય છે. કયું કામ?? બસ, ઉઠાવો પેન અને લખવાનું ચાલુ કરી દો. પત્ર લખો ગણપતિ મહારાજને. જી હા, તમે સાચું વાંચી રહ્યા છો. આ મંદિરમાં કોઇપણ પ્રશ્નના નિરાકરણ માટે ગણપતિ મહારાજને પત્ર લખવામાં આવે છે.
સૌરાષ્ટ્રમાં આવેલ ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાં સિદ્ધિવિનાયક મંદિર આવેલું છે. આ મંદિરમાં ભક્તો તેની કોઇપણ સમસ્યા ગણપતિ મહારાજને પત્ર લખીને જણાવે છે. આ પત્ર વાંચવા માટે સ્પેશિયલ મંદિરના પુજારીને બોલાવવામાં આવે છે. પુજારી બધા પત્રો એકસાથે ભાગ કરીને તેને વાંચે છે અને માત્ર પુજારી એકલા હોય ત્યારે ગણપતિ મહારાજ અને પુજારી બંને પત્રમાં લખેલ વાતો કરે છે. અર્થાત્ પુજારી પત્રની તમામ વિગત ગણપતિ મહારાજને વાંચીને સંભળાવે છે.
આ મંદિરની જૂની કહાની છે એ મુજબ કહીએ તો, પાંડવો જયારે વનવાસમાં હતા ત્યારે આ ગણપતિના સ્વરૂપથી પ્રભાવિત થઈને તેને મૂર્તિની મહાપૂજા કરી હતી. ગણપતિ મહારાજનું વાહન મુસક છે, પરંતુ એવું કહેવાય છે કે આ ગણપતિએ સિંહની સવારી લીધી હતી; જેને કારણે અહીંના ગણપતિ સિંહ પર બિરાજમાન છે.
“ભગતગીરી ગોસ્વામી” નામક વ્યક્તિ આ મંદિરની સેવા પૂજા કરે છે. સાથે ગણપતિ મહારાજને પત્રમાં લખેલ માહિતી સંભળાવે છે. પહેલા આ મંદિરમાં માત્ર લગ્ન-પ્રસંગના આમંત્રણ રૂપમાં કંકોત્રી મુકવા લોકો આવતા હતા. પછી લોકોની ગણપતિ ઉપરની શ્રદ્ધા દ્રઢ થતી ગઈ એ કારણે હવે અહીં કંકોત્રી સાથે લોકોની સમસ્યા લખેલા પત્રો પણ આવવા લાગ્યા છે. ગણપતિના ભક્તો પત્રમાં સુખ-દુઃખની વાતો લખીને મંદિરે મુકવા માટે આવે છે. પત્રમાં જે લખેલ છે એ મુજબ યોગ્ય કાર્ય પાર પાડવામાં ગણપતિ મહારાજ મદદ કરે છે. ભક્તોના મનની મૂંઝવણ અહીં પત્રો દ્વારા ગણપતિને વાંચીને સંભળાવવામાં આવે છે. આજે મંદિરોમાં રોજ ૫૦ જેટલા પત્રો આવે છે. ગણેશઉત્સવ નજીક હોય ત્યારે આ પત્રની સંખ્યામાં વધારો થતો જાય છે. એ સમયે પત્રોની સંખ્યા ૧૫૦ ની આસપાસ હોય છે.
આ મંદિરના પૂજારી ગણેશજીને એકાંતમાં બધા પત્રોની માહિતી વાંચીને સંભળાવે છે અને સામે ગણપતિ એ સમસ્યાનો રસ્તો કાઢીને ભાવિકોના કામ પૂર્ણ કરે છે. સિદ્ધિવિનાયક મંદિરમાં આખો શિવ પરિવાર છે તેથી આ મંદિરને ભક્તો દ્વારા વધુ ચાહના મળી છે. આ મંદિરની અદ્દભુત ઘટના આખા સૌરાષ્ટ્રમાંની સૌથી અનોખી ઘટના છે. જય…જય..ગણેશ..
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel