ઉત્તરપ્રદેશ ના દેવગઢ માં લગભગ ૧૫૦૦ વર્ષ જૂનું ભગવાન વિષ્ણુ નું દશાવતાર મંદિર છે, માનવામાં આવે છે કે ગુપ્તકાળ માં બનેલું છે આ તીર્થ

•આ મંદિર મા સુંદર નકશી દ્વારા બતાવવામાં આવ્યું છે ભગવાન ના દશાવતાર ની કથા.

Image source

ઉત્તપ્રદેશમાં ઝાંસી પાસે દેવગઢ માં બેતવા નદી ને કિનારે એક વિષ્ણુ મંદિર છે. જે ભારત ના જૂના મંદિરો માનું એક છે. અહી ભગવાન વિષ્ણુ ના અવતારો નું ચિત્રણ કરવામાં આવ્યું છે એટલે આને દશાવતાર મંદિર પણ કહેવાય છે. આ લગભગ ૧૫૦૦ વર્ષ જૂનું છે. માનવામાં આવે છે કે આ ગુપ્ત શાસનકાળ દરમિયાન બનાવવામાં આવ્યું છે. જો કે આ મંદિર હવે ખંડિત હાલત માં છે. અહી થયેલા ખોદકામ દરમિયાન મંદિર ના ચારે ખૂણે નાના અને ચોરસ દેવાલયો ના અસ્તિત્વ ની ખબર પડી. આ કારણે કહી શકાય છે કે આ મંદિર ઉતર ભારત ના પંચાયત શૈલી નું શરૂઆત નું ઉદાહરણ છે.

ઇ.સ. ૫૦૦ માં બનેલ આ મંદિર ના દશાવતાર ની કથા.

પથ્થર અને ચિનાઈ વાળી ઈંટો થી બનેલ આ મંદિર ઈ.સ. ૫૦૦ નુ છે. આ મંદિર ના સુંદર નકશી ના આધારે ભગવાન વિષ્ણુ ના દશાવતાર ની કથા બતાવી છે. તે સમયે આ મંદિર કેટલું ખાસ રહ્યું હશે તે વાત નો અંદાજો આ વાત પર થી કાઢી શકાય છે કે ગુપ્ત કાળ માં દેવગઢ એવી જગ્યા એ બન્યું હતું જેનો રસ્તો સાંચી, ઉજજૈન, ઝાંસી, અલાહાબાદ, પટના અને બનારસ ને જોડે છે. ગુપ્ત સામ્રાજ્ય ના પતન પછી આ મંદિર વેરાન થઈ ગયું. પરંતુ ઈ.સ.૧૮૭૫ માં સર એલેઝાન્ડર કનિંધમ ને આ ગુપ્ત કાળ ના અભિલેખ મળ્યા હતા. તે સમયે મંદિર નું કોઈ નામ ખબર પડી ન હતી, એટલા માટે કનિંધમે તેની નામ ગુપ્ત રાખી દીધી હતું.

નકશી માં બતાવ્યું છે નર – નારાયણ થી મહાભારત સુધી ની કથા

અહી ના ખોદકામમાં ભગવાન કૃષ્ણ, શ્રીરામ, નરસિંહ અને વામન ના રૂપ માં ભગવાન વિષ્ણુ ના અવતારો ની મૂર્તિઓ મળી. મંદિર ના અંદર અને બહાર ના ભાગો મા મૂર્તિઓ રાખી છે જે ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલી કથાઓ કહે છે.જેમ કે ગજેન્દ્ર નું મોક્ષ, નર અને નારાયણ નું પ્રાયશ્ચિત, રામ, લક્ષ્મણ અને સીતા નો વનવાસ, લક્ષ્મણ દ્વારા સુરપંખા નું નાક કાપવું, અશોકવાટિકામાં સીતા ને ધમકાવતો રાવણ. આ સાથે મહાભારત સાથે જોડાયેલી કૃષ્ણ જન્મ, કૃષ્ણ અને કંસ ની લડાઈ અને પાંચ પાંડવોની મૂર્તિઓ પણ બની છે.

ગર્ભગૃહ થી લઇ ને મુખ્ય દ્વાર સુધી નું સુંદર નકશી

મંદિર ના ગર્ભગૃહ છત અને દીવાલો પર સુંદર નકશી દ્વારા ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી ની મૂર્તિઓ બનેલી છે. એની પાસે જ શિવ, પાર્વતી, ઇંદ્ર, કાર્તિકેય, ગણેશ, બ્રમ્હા અને બીજા દેવી દેવતાઓ ની મૂર્તિઓ છે. આ ઉપરાંત મંદિર ના દરવાજા પર ગંગા અને યમુના દેવીઓ ની મૂર્તિ બનેલી છે. આ રીતે આખા મંદિર મા ભગવાન ના દશાવતાર ની સાથે બીજા દેવી દેવતાઓ અને તે સમય ની લોક કલાઓને દર્શાવતી સો થી વધુ બીજી મૂર્તિઓ છે. અમુક મૂર્તિઓ તો હજુ પણ મંદિર ની દીવાલો પર જોઈ શકાય છે જ્યારે બાકી મૂર્તિઓ દિલ્લી ના રાષ્ટ્રીય સંગ્રહાલય અને અમદાવાદ ના લાલભાઈ દલપતરાય સંગ્રહાલય માં રાખેલી છે.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment