નારાયણ-નારાયણ કહેવાવાળા નારદજી ને અવિવાહિત રહેવાનો શ્રાપ મળ્યો હતો. પુરાણ અને સાશ્ત્રો અનુસાર, દેવલોક ના દૂત થી પ્રસિદ્ધ દેવઋષિ નારદ, બ્રહ્મા ના સાત માંસ પુત્રો માં થી એક હતા. ભગવાન વિષ્ણુ ના અનન્ય ભક્તો માં થી એક નારદજી એક લોક થી બીજા લોક ની પરિક્રમા કરતા કરતા સૂચનાઓ પહુંચાડતા હતા.
આજે અમે તમને જણાવી રહ્યા છીએ, આમ તો નારદ મુની ને ઘણી વાર પ્રેમ થયો પણ કોઈ સ્ત્રી સાથે તેમના લગ્ન ન થયા, આનું કારણ હતું કે તેમને તેમના પિતા દ્વારા અવિવાહિત રહેવાનો શ્રાપ મળ્યો હતો. બ્રહ્મખંડ માં એક વાર્તા માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં નારદ ને તેમના પિતા બ્રહ્મા થી આજીવન અવિવાહિત રહેવાનો સરપ મળે છે.
એ વાર્તા અનુસાર, જયારે ભગવાન બ્રહ્મા શ્રુષ્ટિ નું નિર્માણ કરી રહ્યા હતા ત્યારે તેમના ચાર પુત્રો થયા. તેઓ તપસ્યા પર નીકળી પડ્યા. ત્યાર બાદ વારો આવ્યો નારદ મુનિનો. નારદ સ્વભાવથી ચંચળ હતા. બ્રહ્મા એ નારદ મુની ને કહ્યું,” તું શ્રુષ્ટિ ની રચનામાં મારી મદદ કર અને વિવાહ કરી લે. તો નારદ મુનિએ ના પડી દીધી. પોતાની અવહેલના સાંભળી બ્રહ્મા ખુબજ ક્રોધિત થઇ ગયા.
તેમને નારદને આજીવન અવિવાહિત રહેવાનો શ્રાપ આપતા કહ્યું,” તું જીવનમાં ઘણી વાર પ્રેમ નો અનુભવ કરીશ પણ ઈચ્છા હોવા છતાં ક્યારેય લગ્ન નહી કરી શક. તું જવાબદારીઓ થી ભાગે છે, માટે તારે આખી દુનિયા માં ખાલી ભાગ-દોડ નુ કામ કરવું પડશે. આવી રીતે નારદ મુનિને શ્રાપ મળ્યો અને તેઓ યુગો-યોગો સુધી એક લોક થી બીજા લોક માં વિચરણ કરતા રહ્યા.
આની સાથે-સાથે તેમને બીજો શ્રાપ પણ મળ્યો હતો જેના કારણે તેઓ ભટકતા રહેતા. કહેવાય છે કે રાજા દક્ષ ની પત્ની આસક્તિએ ૧૦ હજાર પુત્રો ને જન્મ આપ્યો હતો. બધાય પુત્રોને નારદજીએ મિક્ષ નો પાઠ ભણાવી દીધો, જેથી તેમનું મન મોહ-માયા થી દુર થઇ ગયું.
ત્યારબાદ દક્ષે પંચ્જની સાથે વિવાહ કર્યો અને તેમના એક હજાર પુત્રો ને પણ નારદ મોહ-માયા થી દુર લઇ ગયા. આ જોઈ રાજા દક્ષ ક્રોધિત થઇ ગયા અને નારદજી ને શ્રાપ આપ્યો કે તે હમેશા ભટકતા રહશે.
આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
AUTHOR : ADITI NANDARGI