ભારતીય ભોજન/ ફૂડમાં ઘણા એવા સુપરફૂડનો સમાવેશ છે, જેનું સેવન તંદુરસ્તી અને સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક હોય છે. ઘરના વડીલો ઘણીવાર લોકો હંમેશા તેવા ફૂડનું સેવન કરો છો.પરંતુ આજકાલની યુવા પેઢી આ ફૂડનું સેવન કરવાથી બચવા લાગ્યા છે. આપણા વડીલ લોકો આજે પણ તંદુરસ્ત છે. તેને તાવ, શરદી વગેરે બીમારીઓ ન બરાબર થાય છે. તેનો સંબંધ તેની જીવનશૈલી અને તેના દ્વારા સેવન કરવામાં આવતા હેલ્ધી સુપરફુડ સાથે છે. તેવા સુપરફુડ શરીર માટે ઘણા ફાયદકારક છે અને રોગ પ્રતિરોધક ક્ષમતા એટલે કે ઇમ્યુનિટી વધારવાની સાથે ઘણી રીતે ફાયદાકારક છે.
તેવું જ એક સુપર ફૂડ છે દેશી ધી.
ઘીનું સેવન આયુર્વેદ અને વિજ્ઞાનમાં પણ ઘણું સારું માનવામાં આવે છે. પરંતુ યંગસ્ટર્સ અધૂરી જાણકારીના કારણે તેનું સેવન કરવાથી બચે છે. પરંતુ તેઓને તે જાણવું જરૂરી છે કે દરરોજ ઘીનું સેવન કરવાના એક નહિ અનેક ફાયદા છે. ઘીનું સેવન કરવાથી વજન વધારવામાં અને વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. તેથી નિષ્ણાંતો પણ ઘી ખાવાની સલાહ આપે છે. ચાલો આજે અમે તમને ઘી ખાવાના ફાયદા, નુકશાન અને ઘી ખાવાની સાચી રીત વિશે જણાવીએ છીએ.
ઘી વિશે પણ જાણો:
ઘીમાં એક એવા પ્રકારનું કલેરિફાઈડ બટર હોય છે, જેનો ઉપયોગ ભારત અને મધ્ય પૂર્વના વ્યંજનોમાં કરવામાં આવે છે. ઘી પણ આયુર્વેદનું જ એક ધટક છે, જેનો લગભગ છ વર્ષ પૂર્વેથી ઉપયોગ થતો આવી રહ્યો છે. ઘીનો ઉપયોગ હર્બલ દવા રૂપે પણ કરવામાં આવે છે. સ્ત્રીઓ હંમેશા ઘી ઘરે દૂધની મલાઈમાંથી બનાવે છે. ગાયના ઘીનો રંગ પીળો અને ભેંસના દૂધથી બનેલ ઘીનો રંગ આછો પીળો હોય છે. તેનું સેવન કરવાથી તમને ઘણા પ્રકારના ચિકિત્સકીય અને આધ્યાત્મિક ફાયદા મળી શકે છે. પરંપરાગત રીતે, ગાયના દૂધના માખણને પાણીની માત્રા બાષ્પીભવન થાય ત્યાં સુધી ધીમે ધીમે ગરમ કરીને બનાવવામાં આવે છે.
યુનવર્સિટીના ફાર્માકોલોજીના પ્રોફેસરના જણાવ્યા મુજબ
” સાફ કરેલું માખણ ઘી જેવું હોય છે, પરંતુ તે ક્યારેક ક્યારેક ઝડપી તાપે બનાવવામાં આવે છે જે નુકશાન પહોંચાડી શકે છે. જોકે ઘી ૧૦૦ ડિગ્રી અથવા તેનાથી ઓછા તાપે થાય છે.”
બજારમાં ઘણી કંપનીઓ પણ શુદ્ધ ઘીનું વેચાણ કરવાનો દાવો કરે છે. પરંતુ તેમ છતાં ઘરે બનેલું દેશી ઘી ખાવાની સલાહ આપવામાં આવે છે. તો ચાલો ઘી ખાવાના ફાયદા / હેલ્થ બેનિફિટ / સ્વાસ્થ્ય લાભ પણ જાણી લઈએ.
૧. ઘીમાં હાઈ ન્યુટ્રિશન હોય છે:
૧૪ ગ્રામ એટલે એક ચમચી ઘીની ન્યુટ્રિશન વેલ્યુ આ રીતે છે
- કેલેરી : ૧૧૨ kcal
- ફૈટ : ૧૩ ગ્રામ
- સૈચુરેટેડ ફૈટ : ૮ ગ્રામ
- મોનોઅનસૈચુરેટેડ ફૈટ : ૪ ગ્રામ
- પોલીઅનસૈચુરેટેડ ફૈટ : ૦.૫ ગ્રામ
- સોડિયમ : ૦ ગ્રામ
- કાર્બોહાઈડ્રેટ : ૦ ગ્રામ
- ફાઇબર : ૦ ગ્રામ
- ખાંડ : ૦ ગ્રામ
- પ્રોટીન : ૦ ગ્રામ
આ ઉપરાંત ઘીમાં વિટામિન એ, ઈ અને ડીની સ્વસ્થ માત્રા હોય છે. જોકે, ઘણા લોકો વિચારે છે કે ઘીમાં ચરબીની વધારે માત્રા સ્વાસ્થ્ય માટે ખરાબ હોય છે. પરંતુ તમારે તે જાણવું જરૂરી છે કે ચરબી એવી માઇક્રો છે, જે શરીર દ્વારા યોગ્ય રીતે કામ કરવા માટે મુખ્ય પોષક તત્વોની જરૂરિયાત છે.
ઘી ઓમેગા -૩ ફૈટી એસિડથી ભરપૂર હોય છે. તે માથા અને હદયને સ્વસ્થ બનાવવા માટે જરૂરી હોય છે. તે શરીરને ઊર્જા પણ પ્રદાન કરે છે. એકંદરે, ઘી ખૂબ જ પૌષ્ટિક આહાર છે.
૨. વજન ઘટાડવામાં મદદરૂપ છે:
બની શકે છે કે તમે આ મુદ્દા સાથે સહમત ન હોય, પરંતુ તે હકીકત છે. ઘી વજન ઘટાડવામાં કરી શકે છે. ઘી, ઓમેગા ૩ ફૈટ ( ડીએચએ ) અને ઓમેગા ૬ ( સીએલએ ) માં પણ વધારે હોય છે, જે વજન ઘટાડવા માટે ખૂબ સારું હોઈ શકે છે. ઓમેગા ૬ ફૈટ, ફૈટનું પ્રમાણ ઘટાડીને લીન સ્નાયુઓના સમૂહને વધારવામાં મદદ કરે છે. નિષ્ણાતોએ શોધી કાઢ્યું કે ઘી ચરબીવાળા કોષોને ઊર્જા રૂપે બર્ન કરવામાં મદદ કરે છે.
એક સંશોધન મુજબ ઘીમાં સેચૂરેટેડ ફૈટી એસિડ અને ઓલિક એસિડ જોવા મળે છે, જે વજન વધારવા અને ઓછું કરવા બંનેથી બચાવે છે.
નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ઘીનું સેવન કરવાથી ફૂડનું ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ઓછું થઈ જાય છે, જેનાથી મેટાબોલિઝ્મ ઝડપી થાય છે અને વજન ઘટાડવામાં મદદ મળી શકે છે.
૩.શકિતશાળી એન્ટી ઓક્સિડન્ટ ક્ષમતા:
ઘીમાં વિટામિન ઈ હોય છે, જે તેની એન્ટી ઓક્સિડન્ટ ક્ષમતાને વધારે છે. ઘીને ત્વચાની સાથે વાળ માટે પણ ઉત્તમ માનવામાં આવે છે. લોકો ફક્ત ઘીનું સેવન કરતા નથી પરંતુ તેનો ઉપયોગ ઘરે બનાવેલા ફેસ માસ્ક, હેર માસ્ક અને ઘણું બનાવવા માટે કરે છે.
જોકે ઘી વધારે તાપમાને પણ ન્યુટ્રિશનલ ગુણોને ગુમાવતું નથી, તેથી તેનો ફ્રાઈંગ, સોસિંગ અને અન્ય ટેકનિકોથી બનાવવમાં આવતા ફૂડમાં પણ ઉપયોગ થાય છે. ઘીમાં જરૂરી પોષક તત્વોનો એક લોકપ્રિય સોર્સ છે, જેના કારણે તે ઘણા ભોજનનો પણ મહત્વનો ભાગ હોય છે. જેમકે કિટો ડાયટ, લો કાર્બ ડાયટ વગેરે.
૪. નર્વસ સિસ્ટમ પર હકારાત્મક અસર દર્શાવે છે:
ઘી ફક્ત માથાના સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને અસર કરતું નથી પરંતુ આંતરડામાં આંતરિક નર્વ સિસ્ટમને પણ અસર કરે છે.
ઘીમાં ઘણા વિટામિન અને ખનિજ હોય છે, જે આંતરડાંના પડને નિયમિત કરે છે અને સુધારે છે.
૫. બ્યુટીરિક એસિડનો સારો સોર્સ:
ઘીમાં બ્યુટીરિક એસિડનો સારો સોર્સ હોય છે. બ્યુટીરિક એસિડ એક પ્રકારનો શોર્ટ ચેન ફૈટી એસિડ છે, જે પેટમાં રહેલ પ્રોબાયોટિક બેક્ટેરિયાને સુધારે છે અને તેને ઇમ્પ્રુવ કરે છે. ઘીના ઘણા અન્ય ફાયદા છે, જેમકે પેટમાં રહેલ હાઇડ્રો કલોરીક એસિડની માત્રાને સંતુલિત કરવું અને લિવરમાં પિત્તના ઉત્પાદનમાં મદદ કરવી વગેરે.
૬. ફૈટ દ્રાવ્ય વિટામીનનો સ્ત્રોત છે:
ઘી વિટામિન એ, ઈ, કે2 અને ડી જેવા મહત્વપૂર્ણ ચરબીયુક્ત દ્રાવ્ય વિટામીનનો સોર્સ છે. શરીર ચરબીમાં દ્રાવ્ય વિટામિનનું ત્યારે શોષણ કરે છે જ્યારે કોઈ ઉચ્ચ ચરબીયુક્ત ફૂડ ખાય છે. આ વિટામિનના ઘણા કાર્ય હોય છે જેમકે, રોગપ્રતિકારક શક્તિમાં સુધારો, સારી દૃષ્ટિ અને સારા એન્ટી ઓક્સિડન્ટ અસરો.
ઘીના અન્ય ફાયદાઓ:
- ઘી શરદી ઉધરસમાં પણ ઔષઘી રૂપે કામ કરે છે.
- ઘીનું સેવન કરવાથી આંખની રોશનીમાં સુધારો થાય છે.
- પેટ ખરાબ અથવા અપચમાં તે ઘણું ફાયદાકારક છે.
- ઘીમાં રહેલ વિટામિન હાડકાને મજબુત બનાવવામાં પણ મદદ કરે છે.
- ઘીમાં કન્જુગેટેડ લીનોલિક એસિડ એટલે સીએલએ જોવા મળે છે, જે કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે.
- ઘીમાં હીલિંગ ગુણ હોવાને કારણે ઇજા, ઘા, સોજા વગેરે સુધારવામાં પણ મદદ કરે છે.
ઉપસંહાર: તમે સમજી ગયા હશો કે ઘીના સેવનથી કેટલા ફાયદા થઈ શકે છે. તેથી દરરોજ તમારી જરૂરત મુજબ દેશી ઘીનું સેવન કરો. જો તમને કોઈ મેડિકલ પ્રોબ્લેમ છે તો ડોકટરની સલાહ લેવાનું ભૂલવું નહિ. વધારે માહિતી માટે ફક્ત ગુજરાતી સ્વાસ્થ્ય લેખને વાંચતા રહો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team