હાલમાં ડબલ સિઝનની અનુભૂતિ આપણને થઈ રહી છે. દિવસના થોડા સમય દરમિયાન ગરમી લાગે છે તો દિવસના અમુક સમયે ખૂબ ઠંડી લાગતી હોય છે. આવી સિઝનને લીધે મચ્છર અને જીણી જીણી જીવાત સતત ઘરમાં આપણી આસપાસ ફેલાયેલી હોય છે. તમને જણાવી દઈએ કે આવામાં લોકોને ડેન્ગ્યુ થવાની પણ સંભાવના વધી જતી હોય છે.
એવામાં દર્દીના પ્લેટલેટ્સ ઓછા થવા લાગે છે. ડૉક્ટર કહે છે કે આવી પરિસ્થિતિમાં જો દર્દીને યોગ્ય સમયે સારવાર મળી જાય છે તો તેમાંથી જલ્દી રાહત મેળવી શકાય છે. સામાન્ય રીતે આવી મોટી મુશ્કેલી ત્યારે આવે છે જ્યારે તમે આ બીમારી ઓળખવામાં આપણે ભૂલ કરતાં હોઈએ છે.
કેટલાક લોકો ડેન્ગ્યુનું નિદાન થયા પછી એન્ટિબાયોટિક્સ લેવાનું શરૂ કરે છે, પરંતુ ધ્યાનમાં રાખો કે કોઈપણ વાયરલ તાવમાં એન્ટિબાયોટિકનો કોઈ ઉપયોગ નથી. તબીબી સલાહ વિના દવાઓ લેવાથી સ્થિતિ વધુ બગડવાની શક્યતા રહે છે, તેથી સ્થિતિના યોગ્ય નિદાન અને સારવાર માટે હંમેશા સારા ડૉક્ટરની સલાહ લો.
હવે તમને જણાવી દઈએ કે ડેન્ગ્યુ થઈ જાય તો શું કરશો?
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, જો તમને થોડા દિવસો સુધી સતત તાવ અથવા પેટની સમસ્યા રહે છે, તો તરત જ ડૉક્ટરની સલાહ લો અને તેની તપાસ કરાવો. જો ડેન્ગ્યુ જણાય તો આ બાબતોનું ધ્યાન રાખો.
બને તેટલો આરામ કરો.
તાવને કાબૂમાં લેવા અને દુખાવામાં રાહત માટે પેરાસિટામોલ લો. તબીબી સલાહ વિના દવાઓ ન લો.
એસ્પિરિન અથવા બ્યુપ્રોફેન ન લો.
શરીરને હાઇડ્રેટ રાખવા માટે પુષ્કળ પ્રવાહી પીવો. વધારાના ઇલેક્ટ્રોલાઇટ્સનું સેવન લક્ષણોને ગંભીર બનતા અટકાવે છે.
જો લક્ષણો હળવા હોય, તો ડૉક્ટરની સલાહ પર ઘરે સારવાર કરો.
જો સ્થિતિ વધુ બગડે છે, તો પ્લેટલેટ્સ ઓછા થતા અટકાવવા માટે હોસ્પિટલમાં દાખલ કરી શકાય છે.
ડેન્ગ્યુના તાવની સ્થિતિમાં ખોરાક હાઇડ્રેશનનું ખાસ ધ્યાન રાખો એ ખૂબ જરૂરી છે. અમુક ખાદ્ય પદાર્થનું સેવન કરવાથી ડેન્ગ્યુના તાવના લક્ષણોને ઓછા કરી શકાય છે. તૈલી પદાર્થ, કેફીન, કાર્બોનેટેડ પીણું, મસાલેદાર ભોજન અને ફેટ વાળી વસ્તુઓનું સેવન કરશો નહીં. ડેન્ગ્યુના લક્ષણને જોઈ તરત જ તેનો ઈલાજ કરવા પ્રયત્ન કરો. એવી વસ્તુઓનું સેવન ના કરશો જેના લીધી ઇમ્યુનિટીને અસર થાય.
ડેન્ગ્યુના લક્ષણો અચાનક ગંભીર બની શકે છે, આને મેડિકલ ઈમરજન્સી તરીકે ઓળખવામાં આવે છે. આવી સ્થિતિમાં તાત્કાલિક હોસ્પિટલ પહોંચો. જો તમને નાક અથવા પેઢાંમાંથી લોહી નીકળવું, સતત ઉલટી થવી, લોહીની ઉલટી, કાળો મળ, પેટમાં દુખાવો, વધુ પડતી તરસ લાગવી (સૂકા મોં), તાવની સાથે શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓનો અનુભવ થતો હોય તો વિલંબ કર્યા વિના તબીબી સહાય લેવી.