સ્વાદિષ્ટ ચટણીઓ સાથે જમવામાં કંઈક અલગ જ સ્વાદ આવે છે, તો ચાલો જાણીએ વિવિધ ચટપટી ચટણીઓ વિશે.

Image Source

1.લીલી ચટણી:

સામગ્રી:

  • 2  કપ લીલા સમારેલા ધાણા
  • અડધો કપ ફુદીનાના પાન
  • 6-8 લીલા મરચા
  • બે કળી લસણ ની
  • 1 ચમચી બારીક કાપેલું આદુ
  • 1 ચમચી લીંબુનો રસ
  • મીઠું સ્વાદ મુજબ
  • જીરૂ અને ધાણા એક એક ચમચી ગરમ કડાઈમાં સુકુ શેકો અને બારીક પીસી લો.

રીત:

  • ધાણા, ફુદીના, લસણ, લીલું મરચું અને આદુ એક સાથે થોડું પાણી નાખીને મિક્સરમાં પીસી લો.
  • લીંબુનો રસ, જીરૂ અને ધાણા નું શેકેલું ચૂર્ણ ભેળવો.
  • સ્વાદ માટે થોડો ચાટ મસાલો પણ ભેળવી શકો છો.

ટિપ્પણી:

  • આ ચટણી ઉપવાસ માટે બનાવતા હોય તો તેમાં લસણ ન નાખવું અને સિંધવ મીઠાનો ઉપયોગ કરવો.

Image Source

2. આમલીની ચટણી:

સામગ્રી:

  • 3 કપ સાફ કરેલી આમલી
  • અડધો કપ ઠળિયા કાઢેલો ખજૂર
  • 3 કપ ગોળ
  • 2 કપ પાણી
  • અડધી ચમચી પીસેલું લાલ મરચું
  • અડધી ચમચી પીસેલું જીરુ
  • મીઠું સ્વાદ મુજબ
  • ચપટી ગરમ મસાલો

રીત:

  • પાણીમાં આમલી અને ગોળ ભેળવીને થોડી મિનિટો માટે રાખી દો.
  • હવે તેને સાતથી આઠ મિનિટ સુધી ઉકાળી લો.
  • મિક્સરમાં પીસી લીધા પછી જરૂર હોય તો ગાળી લો.
  • હવે તેમાં લાલ મરચું અને મીઠું નાખીને સરખી રીતે ભેળવી લો.
  • એક વાર ઉકાળો અને ગરમ મસાલો નાખી ને ઠંડુ કરી લો.
  • ખાસ પ્રસંગે ખજૂર ના નાના ટુકડા અને કિસમિસ ભેળવી શકો છો.
  • દહી વડા, ભેળપૂરી અને સેવપુરી માટે આ ચટણી મજેદાર છે.

ટિપ્પણી:

  • આ ચટણીનો ઉપયોગ ઉપવાસમાં ફળાહાર સાથે કરી શકાય છે, મીઠાને બદલે સિંધવ મીઠાનો ઉપયોગ કરો.

Image Source

3. નારિયેળ ની ચટણી:

સામગ્રી:

  • એક કપ છીણેલું નારિયેળ
  • 1 ચમચી લીલા ધાણા ના પાન
  • 3થી4 લીલા મરચા બારીક કાપેલા
  • સાતથી આઠ લીમડાના પાન
  • મીઠું સ્વાદ મુજબ
  • વઘાર કરવા માટે એક ચમચી તેલ, અડધી ચમચી રાઈ અને ચપટી હિંગ.

રીત:

  • લીલા મરચાને અને લીમડાના પાનને તળી લો.
  • નારિયેળ, ધાણાના પાન, મીઠું, તળેલા લાલ મરચા અને લીમડાના પાનને ભેળવીને થોડું પાણી નાખીને ચટણી પીસી લો.
  • એક ચમચી તેલ, અડધી ચમચી રાઈ અને ચપટી હિંગ નો વઘાર કરીને ચટણી ઉપર નાખો.
  • દરેક પ્રકારના દક્ષિણ ભારતીય ભોજન સાથે આનંદ માણો.

ટિપ્પણી:

  • આ ચટણીનો ઉપયોગ ઉપવાસમાં ફળાહાર સાથે કરી શકાય છે, મીઠાને બદલે સિંધવ મીઠાનો ઉપયોગ કરો.

Image Source

4. ફુદીનાની ચટણી:

સામગ્રી:

  • 2 કપ તાજા ફુદીનાના સાફ ધોયેલા અને બારીક કાપેલા પાન.
  • 1 કપ લીલા ધાણાના પાન બારીક કાપેલા
  • 2-3 લીલા મરચા બારીક કાપેલા
  • 2 ચમચી લીંબુ કે આમલીનો રસ
  • 1/4ચમચી જીરૂ
  • મીઠું સ્વાદ મુજબ

રીત:

  • બધી સામગ્રીને એક સાથે ભેળવીને મિક્સરમાં પીસી લો ત્યારબાદ તરત પીરસો કે હવાચુસ્ત ડબામાં બંધ કરીને ફ્રીજમાં રાખો.
  • મોટા ભોજન કે નાના નાસ્તા સાથે મજેદાર અને ચાટ સાથે સ્વાદિષ્ટ.

ટિપ્પણી:

  • આ ચટણીનો ઉપયોગ ઉપવાસમાં ફળાહાર સાથે કરી શકાય છે, મીઠાને બદલે સિંધવ મીઠાનો ઉપયોગ કરો.

Image Source

5.તુરીયા ની ચટણી:

સામગ્રી:

  • 1 મધ્યમ કદનું તુરિયું છાલ કાઢીને કાપેલું
  • અડધી ચમચી રાઈ
  • એક ચમચી અડદ દાળ
  • એક ચમચી ચણાની દાળ
  • 3 ચમચી છીણેલું નારિયેળ
  • 4-5 લીલા મરચા
  • એક ચમચી લીંબુ કે આમલીનો રસ
  • એક ચમચી ગોળ કે ખાંડ
  • 7-8 લીમડાના પાન
  • એક ચમચી બારીક કાપેલા ધાણા
  • ચપટી હિંગ
  • એક ચમચી તેલ
  • મીઠું સ્વાદ મુજબ

રીત:

  • એક કડાઈમાં તેલ ગરમ કરો.
  • રાઈ નાખો, રાઈ તૂટી ગયા પછી ચણા અને અડદની દાળ નાખીને શેકો.
  • લીલા મરચાં, લીમડાના પાન,હિંગ અને તુંરીયા ના ટુકડા નાખો.
  • તુરીયા ગળે ત્યાં સુધી રાંધો.
  • ઠંડુ થાય પછી મીઠું, હિંગ, આમલીનો રસ, ગોળ અને ધાણા નાખીને મિક્સરમાં પીસતી વખતે જરૂરિયાત મુજબ પાણી નાખો.
  • રોટલી, ચોખા કે ઢોસા સાથે પીરસો.

6. ટામેટા ની ચટણી:

સામગ્રી:

  • 2 મોટા ટામેટા કાપેલા
  • 1 મોટી ડુંગળી કાપેલી
  • 2 ચમચી આદુ-લસણની પેસ્ટ
  • 2 ચમચી પીસેલું લાલ મરચું
  • 1ચમચી ખાંડ
  • 2 ચમચી તેલ
  • મીઠું સ્વાદ મુજબ
  • ચપટી ગરમ મસાલો

રીત:

  • કડાઈમાં તેલ ગરમ કરી કાપેલી ડુંગળી નાખીને ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો.
  • પીસેલા આદુ લસણ નાખીને બે-ત્રણ મિનિટ સુધી સાંતળો.
  • કાપેલા ટામેટા અને મીઠું ભેળવીને ઢાંકી દો.
  • ટામેટા ગળે ત્યાં સુધી સાંતળો.
  • તેમાં લાલ મરચું, મીઠું, ખાંડ અને ગરમ મસાલો નાખીને ઠંડુ થવા દો.
  • મિક્સરમાં પીસી લો.
  • સમોસા, કચોરી કે ચાટ સાથે મજેદાર ચટણી છે.

Image Source

7. મગફળી ની ચટણી:

સામગ્રી:

  • અડધો કપ શેકેલી મગફળી
  • અડધી ચમચી જીરૂ
  • 2-3 આખા લાલ મરચાં
  • મીઠું સ્વાદ મુજબ

રીત:

  • મિક્સરમાં શેકેલી મગફળી, જીરુ, લાલ મરચું અને મીઠું નાખીને થોડું પાણી નાખો જેથી મગફળી બરાબર પીસાય જાય.
  • ધ્યાન રાખવું કે મગફળીનું માખણ આવે ત્યાં સુધી પીસવું નહીં.
  • તેને હવાચુસ્ત ડબ્બામાં રાખવું.
  • રોટલી કે બ્રેડ સાથે પીરસવી.

ટિપ્પણી:

  • આ ચટણીનો ઉપયોગ ઉપવાસમાં ફળાહાર સાથે કરી શકાય છે, મીઠાને બદલે સિંધવ મીઠાનો ઉપયોગ કરો.

Image Source

8. કાચી કેરીની ચટણી:

સામગ્રી:

  • 1 મધ્યમ આકારની કાચી કેરી
  • અડધો કપ છીણેલું નારિયેળ
  • 1 ચમચી ખાંડ
  • અડધો કપ બારીક કાપેલા ધાણા
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ચમચી તેલ
  • 1 ચમચી ચણાની દાળ
  • 1/4 ચમચી જીરૂ
  • 2-3 સૂકું લાલ મરચું
  • 5-6 લીમડાના પાન
  • ચપટી ભરી હિંગ
  • વઘાર માટે એક ચમચી તેલ અને અડધી ચમચી રાઈ

રીત:

  • કડાઈમાં તેલ ગરમ કરી ચણાદાળ, મેથી અને જીરું નાખીને શેકી લો.
  • લાલ મરચું, લીમડાના પાન, હિંગ અને છીણેલી કાચી કેરી નાખો અને નરમ થવા દો.
  • ઠંડુ થયા પછી તેમાં નારિયેળ, ગોળ, લીલા ધાણા, હળદર અને મીઠું નાખો.
  • પીસતી વખતે જરૂર હોય તો થોડું પાણી નાંખો અને બારીક પીસી લો.
  • તેલ અને રાઈનો વઘાર ઉપર નાખો.
  • રોટલી, ચોખા કે ઢોસા સાથે પીરસો.

Image Source

9. લસણની ચટણી:

સામગ્રી:

  • બે મોટા લસણ
  • એક ચમચી લીંબુનો રસ
  • મીઠું સ્વાદ મુજબ
  • અડધો કપ જૈતુનનું તેલ
  • એક ચમચી પીસેલો ઓરેગાનો

રીત:

  • લસણની છાલ કાઢી અને તેની કળીઓ લીલું મરચું અને મીઠા સાથે મિક્સરમાં થોડું થોડું તેલ નાખીને પીસી લો.
  • ઓરેગાનો ભેળવો અને કાચની બોટલમાં બંધ કરીને ફ્રીજમાં રાખો.
  • તે જામીને માખણ જેવું થઈ જાય છે અને કોઈપણ પ્રકારની ડબલ રોટી, પીઝા કે સૂપ સાથે મજેદાર સ્વાદ લઈ શકો છો.
  • ફ્રીઝમાં એક મહિના સુધી તાજું રહે છે.

Image Source

10. ચણા દાળની ચટણી:

સામગ્રી:

  • 1 કપ ચણાદાળ
  • એક મધ્યમ કદની ડુંગળી બારીક સમારેલી
  • 3 લીલા મરચા
  • 6-7 લીમડાના પાન
  • ચપટી ભરી હિંગ
  • અડધી ચમચી રાઈ
  • અડધી ચમચી જીરૂ
  • અડધી ચમચી હળદર
  • 3 ચમચી લીંબુનો રસ
  • અડધી ચમચી ખાંડ
  • 5 ચમચી તેલ
  • મીઠું સ્વાદ મુજબ
  • શણગારવા માટે બારી કાપેલા ધાણા

રીત:

  • ચણાની દાળને ચારથી પાંચ કલાક માટે પાણીમાં પલાળી દો.
  • બધું પાણી કાઢી અને મિક્સરમાં બારીક પીસી લો.
  • કડાઈમાં તેલ ગરમ કરો.
  • રાઈ અને જીરુ ફૂટે ત્યાં સુધી ગરમ કરો.
  • લીલા મરચા અને લીમડાના પાન નાખો.
  • કાપેલી ડુંગળી નાખીને હળવી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો.
  • હળદર અને હિંગ નાખો. ધ્યાન રાખવું કે હળદર બળી ન જાય.
  • પીસેલી દાળ નાખો અને એક મિનિટ સુધી સાંતળો જેથી હળદર અને હિંગ સરખી રીતે મિક્સ થઈ જાય.
  • મીઠું, ખાંડ અને લીંબુનો રસ નાખો.
  • દાળની ભીનાશ દૂર થાય ત્યારે ગેસ પરથી હટાવી લો.
  • બારીક કાપેલા ધાણાથી સજાવો અને ગરમ કે ઠંડુ પીરસો.

Image Source

11. તલની ચટણી:

સામગ્રી:

  • અડધો કપ શેકેલા સફેદ તલ
  • અડધો કપ શેકેલી મગફળી
  • અડધો કપ છીણેલું સુકુ નારિયેળ
  • 1 ચમચી જીરૂ
  • બે ચમચી પીસેલું લાલ મરચું
  • બે કળી લસણ ની(ન નાખવા ઇચ્છતા હોય તો નાખવી નહીં)
  • અડધી ચમચી ખાંડ

રીત:

  • બધી વસ્તુઓને ભેળવીને મિક્સરમાં એવી રીતે પીસવી કે એકદમ બારીક ન થઈ જાય.
  • આ ચટણી સૂકા ચૂરણની જેમ બને છે.
  • હવાચુસ્ત ડબામાં રાખીએ તો ઘણા દિવસો સુધી તાજી રહે છે.

ટિપ્પણી:

  • આ ચટણીનો ઉપયોગ ઉપવાસમાં ફળાહાર સાથે કરવા ઇચ્છીએ તો લસણ ન નાખવું અને મીઠાના બદલે સિંધવ મીઠાનો ઉપયોગ કરવો.

Image Source

12. હમુસ બી તાહિના:

સામગ્રી:

  • એક કપ ચણા પલાળીને બાફ્યા પછી નરમ કરેલા.
  • એક કળી લસણ
  • એક લીંબુનો રસ
  • 2 મોટી ચમચી સફેદ તલ પીસેલા
  • 1 મોટી ચમચી પાર્સલેના પાન બારીક કાપેલા
  • 1 મોટી ચમચી જૈતુનનું તેલ
  • મીઠું સ્વાદ મુજબ

રીત:

  • બાફેલા ચણાના પાણીને ફેકવુ નહીં કારણકે ચટણી નરમ કરવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે.
  • લસણને વાટી લો.
  • મીઠું, લીંબુનો રસ અને તલના ચૂર્ણ સાથે સરખી રીતે ભેળવો.
  • આ મિશ્રણને મિક્સરમાં બાફેલા ચણા સાથે થોડું થોડું પાણી નાખીને તે રીતે પીસો કે ઘટ્ટ નરમ મિશ્રણ તૈયાર થાય.
  • કપમાં ઉડલે, જૈતુનનું તેલ અને પાર્સલે ના પાન થી સજાવીને પીરસો.
  • તેને તલ વગર પણ બનાવી શકાય છે અને પાર્સલેના બદલે ભારતીય સ્વાદ આપતા લીલા ધાણાનો ઉપયોગ કરી શકાય છે.
  • દરેક પ્રકારના અરબી ભોજન અને ભારતીય પરાઠા અને રોટલી સાથે સ્વાદિષ્ટ લાગે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment