બ્લેક ગોલ્ડન શીમરી સાડીમાં એકદમ ગોર્જીયસ દેખાઈ દીપિકા પાદુકોણ, જુઓ તેના આકર્ષક ફોટા

સામે આવ્યો દીપિકાનો રેડ કાર્પેટ લુક, તે ગોલ્ડન સાડીમાં ખૂબ જ ગોર્જીયસ દેખાઈ રહી છે અને પોતાના હેવી મેકઅપ લુકને કમ્પ્લેટ કર્યો છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022ની શરૂઆત થઈ ગઈ છે, અને તેને એટેન્ડ કરવા માટે બોલિવૂડ ના ઘણા બધા કલાકારો પહોંચી ચૂક્યા છે. આ વખતનો ફિલ્મ ફેસ્ટિવલ 2022 ખૂબ જ ખાસ છે. આ વખતે ભારતને ‘કન્ટ્રી ઓફ ઓનર’ થી સન્માનિત કરવાની આવશે. એક્ટ્રેસ દીપિકા પાદુકોણ આ વખતે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022ની ઝૂરી નો એક ભાગ બની છે. 17 મેની રાત્રે ઝૂરીની પ્રેસ કોન્ફરન્સ થઇ હતી અને તેમાં દીપિકા પાદુકોણે સબ્યસાચી દ્વારા ડિઝાઇન કરાયેલ આઉટફિટ પહેર્યું હતું. હવે રેડ કાર્પેટ લુકનો સમય આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Shaleena Nathani (@shaleenanathani)

એક્ટ્રેસ દીપિકા પાદુકોણે આ વખતે પોતાના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2020 નો લુક સંપૂર્ણ રીતે પારંપરિક રાખવાનો નિર્ણય લીધો છે, 17મીથી 28 મી સુધી ચાલનાર આ ફેસ્ટિવલમાં દીપિકા પાદુકોણ ટ્રેડિશનલ આઉટફિટ પહેરેલી દેખાય છે. પહેલા રેડ કાર્પેટ લુકમાં દીપિકા પાદુકોણે બ્લેક અને ગોલ્ડન સીમરી સાડી પહેરી છે. સ્ટાઇલિસ્ટ શાલીના નનથાની એ દીપિકા પાદુકોણના અમુક ફોટા શેર કર્યા છે જેમાં તેમને આઉટફિટની ઊંડાણ પૂર્વક માહિતી આપી છે.

 

View this post on Instagram

 

A post shared by Shaleena Nathani (@shaleenanathani)

દીપિકા પાદુકોણે જે સાડી પહેરી છે સબ્યસાચી દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. ઓફ શોલ્ડર બ્લેક શીમરી બ્લાઉસની સાથે પટ્ટાવાળી ગોલ્ડન અને બ્લેક સાડી પહેરી છે. અને ઊંડાણ પૂર્વક વાત કરીએ તો મેજિસ્ટિક બંગાળ ટાઈગરથી ડિઝાઇન પ્રેરિત દેખાય છે. આ પટ્ટામાં બ્લોક પ્રિન્ટીંગ કરવામાં આવી છે અને હાથથી કારીગરોએ તેને ભરતકામ કરીને તૈયાર કરી છે.

પોતાના ફેન્સની વચ્ચે દીપિકા પાદુકોણનો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022 નો ખુબ ખુબ જ ચર્ચામાં આવી ગયો છે. આ સાડીની સાથે દીપિકા પાદુકોણે હેવી મેકઅપ કરવાનું પસંદ કર્યું છે, એટલે આઈ મેકઅપની સાથે ગોલ્ડન ઈયરરિંગ્સ અને ગોલ્ડન અને ડાયમંડથી બનાવેલ હેર બેન્ડ પહેર્યું છે. બ્લેક હાઈ હીલ્સ પહેરી છે અને તેની સાથે જ ઘણી બધી આંગળીઓમાં વીંટી પહેરી છે જે ખૂબ જ હેવી ડિઝાઇન માં બનેલી છે. ન્યૂડ લિપશેડથી દીપિકા પાદુકોણે પોતાનો લૂક કમ્પલેટ કર્યો છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “બ્લેક ગોલ્ડન શીમરી સાડીમાં એકદમ ગોર્જીયસ દેખાઈ દીપિકા પાદુકોણ, જુઓ તેના આકર્ષક ફોટા”

Leave a Comment