ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણ, ગીતકાર ગુલઝાર સાહેબ, એસીડ એટેકથી પીડાયેલી લક્ષ્મી અગ્રવાલ, અભિનેતા વિક્રાંત મેસી અને નિર્દેશક મેઘના ગુલઝાર એ મુંબઈમાં શુક્રવારે તેની આગામી ફિલ્મ “છપાક” નું ટાઇટલ ટ્રેક લોન્ચ કર્યું.
ફિલ્મ ‘છપાક’, એસીડ એટેકથી પીડાયેલી લક્ષ્મી અગ્રવાલ ની કહાની પર આધારિત છે. આ ફિલ્મમાં દીપિકા એ તેનો કિરદાર નિભાવ્યો છે. આ પ્રસંગ પર ગીત દ્વારા સ્ક્રીન પર તેની કહાની જોઈ લક્ષ્મી અગ્રવાલ ભાવુક થઈ ગઈ.
જયારે ગાયક શંકર મહાદેવને ‘છપાક’ નું ટાઇટલ ટ્રેક ગાયું ત્યારે તેને જોઈ લક્ષ્મીની આંખો ભરાઈ આવી, લક્ષ્મીની આંખોમાં પાણી જોઈ દીપિકાએ તેને ગળે લગાવી સાંત્વના આપી. પરંતુ લક્ષ્મીને સાંત્વના આપતા આપતા દીપિકા ખુદ રડી પડી.
તમને જણાવી દઈએ કે એક કાર્યક્રમમાં અભિનેત્રી દીપિકા પાદુકોણે કહ્યું કે આ એક બાયોપિક નહી પરંતુ, તેની યાત્રા, સંઘર્ષ, વિજય અને માનવ આત્માની કહાની છે.
૨૦૦૫ માં, ૧૬ વર્ષની ઉંમરમાં લક્ષ્મી પર એક પ્રક્ષાલિત સુટર દ્વારા એસીડથી હુમલો કરવામાં આવ્યો હતો, જોકે હાલમાં તે પોતાની આ પરિસ્થિતિથી ઉપર ઉઠી ગઈ છે અને એસીડ હુમલા વિરુદ્ધ એક ઉચ્ચ પ્રોફાઇલ ક્રુસેડર બની ગઈ છે. તે ૨૦૧૪ માં અમેરિકી વિદેશ વિભાગના અંતરરાષ્ટ્રીય મહિલા સન્માન પુરસ્કારની વિજેતાઓમાંથી એક હતી.
આ પહેલા, રાજીવ મસંદ સાથેની એક મુલાકાતમાં દીપિકાએ કહ્યું હતું કે તે ‘છપાક’ દરમ્યાન ડિપ્રેશનમાં આવી ગઈ હતી.
દીપિકાએ આઈએએનએસને જણાવ્યું,
“મેઘના સ્ક્રિપ્ટ લઈને મારી પાસે આવી અને લક્ષ્મીની કહાની અને તેના પ્રવાસ માટે મને તરત જ મેઘનાની પ્રામાણિકતા માટે તૈયાર કરી. મને એવું લાગી રહ્યું હતું કે આ ઘણું જ શક્તિશાળી હતું અને મને એક અભિનેતાના રૂપમાં મહેસુસ થયું. હું નિશ્વિત રૂપથી આ ફિલ્મનો હિસ્સો બનવા માગતી હતી. મને એવું લાગતું કે લક્ષ્મીની જીવન વાસ્તવમાં એક મજબુત કથા છે અને હું ઈચ્છું છું કે દુનિયા તેને જોવે”
તમને જણાવી દઈએ કે ૧૦ જાન્યુઆરી,૨૦૨૦ માં છપાક સિનેમાઘરોમાં રીલીઝ થવા જઈ રહી છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team