ખરેખર! દયાભાભી સીરીયલમાં વાપસી કરશે કે આ એક અફવા છે? આ છે સોના જેવું સત્ય…

ગુજરાતી ભાષા પર કામ કરતી અનેક ટીવી ચેનલો છે અને એ ચેનલો પર ઘણા બધા શો, સીરીયલ તેમજ જાણવા જેવી માહિતી આવતી હોય છે. પણ આ બધામાં જયારે વાત કરીએ “તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં” સીરીયલની તો આ એક એવી સીરીયલ છે જે ગુજરાતના લોકોને ખુબ જ પસંદ પડે છે. કારણ કે….

આ સીરીયલની એક ખાસિયત છે કે, ઘરના ફેમેલી મેમ્બર સાથે બેસીને સંપૂર્ણ રીતે આ સીરીયલને એન્જોય કરી શકાય છે. કારણ કે આ સીરીયલની સ્ક્રીપ્ટ અને ડાયલોગમાં જરાપણ ન્યુડીટી આવતી. બાળકો આ સીરીયલને ખુબ એન્જોય કરે છે. આ સીરીયલના એક એક પાત્રમાં કંઇક નવું છે, એ પાત્રની પણ અલગ અલગ પહેચાન છે. એમાંનું જ એક પાત્ર છે દયાભાભીનું…

શા માટે છે દયાભાભીનું પાત્ર હીટ?

તારક મહેતા સીરીયલ સિવાય અન્ય સીરીયલમાં જોવા મળતો ‘વહુ’ નો રોલ થોડો વધુ સીરીયસ અથવા સેન્સેટીવ બતાવી દેવામાં આવે છે જ્યારે આ સીરીયલમાં દયાભાભીનું જે પાત્ર છે એકદમ સચોટ છે. અને આ પાત્રતા ગુજરાતી પરિવારના મોટાભાગના ઘરમાં જોવા મળે છે. કદાચ આ કારણે જ આ સીરીયલ લોકોને ખુબ પસંદ આવે છે. દયાભાભી સાથે તેના પતિ જેઠાલાલનું પાત્ર પણ એકદમ હાસ્યથી ભરપૂર અને વાસ્તવિક જીવનમાં જેવું બનતું હોય છે એ રીતનું છે. આખી સીરીયલમાં આ બે પાત્રો સીરીયલનું હાર્દ છે એવું પણ કહી શકાય.

દયાભાભીએ ‘તારક મહેતા’ સીરીયલ શા માટે છોડી હતી?

કોઇપણ કલાકારો હીટ થઇ જાય અને જે તે શો કે સીરીયલમાં કામ કરતા થઇ જાય ત્યાર બાદ તેને વધુ દિવસોના આરામ પર જવું એ લગભગ અશક્ય બની જાય છે. ત્યારે કલાકારની લાઈફ પેઈનફુલ બની જાય છે. એવામાં આર્ટીસ્ટ તેની પર્સનલ લાઈફને પણ સાઈડ પર મૂકીને તેનું સર્વસ્વ શો, સીરીયલ અથવા મૂવી પાછળ આપતા હોય છે. આ વાતમાં તમને વધુ ઇન્ફોર્મેશન આપીએ તો ‘તારક મહેતા’ સીરીયલમાં દયાભાભીનું પાત્ર ભજવનાર દિશા વાંકાણી મેટરનીટી લીવ પર હતા. આ કારણે તે અમુક સમય માટે આ સીરીયલથી દૂર રહ્યા હતા.

ખરેખર! દયાભાભી સીરીયલમાં વાપસી કરે છે કે આ અફવા છે?

સપ્ટેમ્બર૨૦૧૭ થી દિશાએ ‘તારક મહેતા’ સીરીયલને લીવ કરી હતી. પછી પણ દયાભાભીનું પાત્ર એટલું જ હીટ રહ્યું હતું અને હાલ પણ એટલું જ હીટ છે. તારક મહેતાની સીરીયલમાં દયાભાભીના રોલમાં દિશાએ પ્રાણ પૂર્યા છે એ કારણે અન્ય કોઈ અભિનેત્રી આ જગ્યા પર સેટ થઇ શકે એમ નથી! કારણે કે, દયાભાભીનો રોલ ભાવનાથી તરબોળ છે સાથે ઘરના અને ગોકુલધામ સોસાયટીના સભ્યોમાં પણ દયાભાભી એક આદર્શ સ્ત્રી બનીને વર્તન કરે છે, જેને કારણે સમગ્ર સોસાયટીના લોકોમાં દયાભાભીનું માન તેમજ સ્થાન અનેરું છે.

એ સાથે મુખ્ય મુદ્દાની વાત કરીએ તો દયાભાભીના રોલ માટે ફરીથી દિશા વાંકાણી રાજી થઇ છે અને દયાભાભીના ફેન્સ પણ દિશાની આતુરતાથી વાટ રાહ જોઈ રહ્યા છે. થોડા સમય પહેલા દિશાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક જૂની તસ્વીર શેયર કરી હતી. જે ઈશારો બતાવે છે દયાભાભી તારક મહેતા સીરીયલમાં વાપસી કરી રહ્યા છે.

દયાભાભીના ફેન્સ આ પોસ્ટ જોઇને કમેન્ટમાં પ્રતિભાવો લખવા લાગ્યા હતા. ઘણાએ ‘શુભેચ્છાઓ’ પાઠવી હતી અને ઘણાએ ‘વેલકમ’ લખીને પણ દયાભાભીના ઉત્સાહમાં વધારો કર્યો હતો. ‘તારક મહેતા’ સીરીયલ શોના મેકર્સ દયાભાભીની એન્ટ્રી કંઈક ખાસ રીતે દર્શાવવા માટે વિચારી રહ્યા છે અને એવું થશે પણ ખરું.

આ માહિતી એકદમ સાચી છે કે, ‘તારક મહેતા’ સીરીયલમાં દયાભાભીનું પાત્ર ભજવનાર દયાભાભી ટૂંક સમયમાં સીરીયલને ફરીથી લાઇમલાઇટ લાવીને આગળ ધપાવશે. સાથે દિશાની વાપસીને લઈને સીરીયલ મેકર્સ પણ ખુશ છે કારણ કે તેને પણ દયાભાભીનો ઈન્તેજાર તો હતો જ!!!

સચોટ અને અવનવી માહિતી આપના સુધી પહોંચાડતું ફેસબુક પેજ ફક્ત ગુજરાતીને લાઈક કરવાનું ભૂલશો નહીં. આ એક પેઈજ એવું છે જેના પર છે માહિતીનો ખજાનો.

#Author : Ravi Gohel

Leave a Comment