સુંદર દેખાવુ કોને ન ગમે? પરંતુ શરીરને સ્વસ્થ અને સુંદર રાખવા માટે ઘણી મહેનત કરવી પડે છે. આપણે ચહેરા પરની સ્કિનનું તો ધ્યાન રાખીએ છીએ પરંતુ શરીરના એવા કેટલાંય હિસ્સા છે જે આપણા ધ્યાન બહાર રહી જાય છે. વધારે સમય બહાર રહેવાના કારણે તડકાથી ચેહરાને તો દુપટ્ટાની મદદથી બચાવી શકાય છે. પણ હાથને આખો સમય બચાવી રાખવું થોડું મુશ્કેલ થઈ જાય છે. તેથી હાથની બળેલી કાળી થઈ ગયેલી અને ટેનિંગ વાળી ત્વચાના કારણે ઘણી વાર શરમાવું પડે છે. આવો તમને હાથની બર્ન થઈ સ્કીનને ઠીક કરવાના ઉપાય જણાવીએ છે.
સ્ક્રબ
ઘરેલૂ નેચરલ રીતે હાથને એક્ફોલિએટ કરવું. તેના માટે લીંબૂના રસમાં ખાંડ અને મીઠું પ્રયોગ કરી શકાય છે સાથે જ ચણાનો લોટ અને દહીંનો મિશ્રણ પણ સારો વિક્લ્પ છે.
લીંબૂ
તમારા હાથ અને આંગળીઓ પર લીંબૂ રગડવું સારું વિક્લપ છે. થોડા દિવસો સુધી હાથ પર લીંબૂ રગડવું અને ફરક તમે પોતે જોશો. રાત્રે લગાવીને રાખવુ સારું રહેશે જેથી આ લાંબા સમય સુધી પાણીથી દૂર રહેશે.
સનબ્લૉક ક્રીમ
ઘરથી નિકળતા પહેલા તમારા હાથમાં એસપીએફ 15 કે તેનાથી પણ વધારે એસપીએફ વાળા સનબ્લૉક ક્રીમ લગાવવું. આ ટેનિંગથી બચાવશે અને વધારે કાળા થશે નહીં.
આ ઉપરાંત ઑલિવ ઑઇલ અને બદામના તેલને સરખા ભાગે ભેગું કરીને આ તેલથી રાત્રે પગને મસાજ કરો. પગમાં મોજાં પહેરી આખી રાત એને રાખો. નહાતી વખતે હૂંફાળા પાણીથી એને ધોઈ લો. પગની ચામડી સૂકી થઈ ગઈ હોય તો આ મસાજ બહુ સારા મૉઇસ્ચરાઇઝરનું કામ કરશે.
અડધી બાલદી ગરમ પાણી લઈને એમાં સી-સૉલ્ટ નાખો. આ સૉલ્ટ નાખવાથી ઝીણા પરપોટા થશે. પગની ચામડી ડ્રાય થઈ ગઈ હોય, એડીમાં ચીરા પડ્યા હોય તો આ પાણીમાં ૨૦થી ૨૫ મિનિટ પગ બોળી રાખો. પછી પગને નૅપ્કિનથી લૂછી લો. ત્યાર બાદ હાથમાં થોડીક મલાઈ લઈ પગની કડક ચામડી પર ઘસો. આમ કરવાથી પગની કડક સ્કિન સુંવાળી બનશે અને ચીરામાં પણ રાહત થશે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team