ગજબની બનશે આ સુરંગ જે બનાવવામાં આવશે દરિયાની નીચે સાથે આ બે દેશોને જોડશે…

આગળના સમયે દરિયાના ઊંડાણમાં કેબલ અને પાઇપલાઇનું સંચાર અને ઉર્જા ક્ષેત્રની જરૂરિયાતો પૂરી કરવામાં આવતી હતી, પણ આજે આખી દુનિયામાં પાણીની અંદર ટનલ બનાવવાની પ્રથા જોર આવી ગઈ છે. ચીન અને યુરોપ આ બાબતમાં દુનિયાનું એક મહત્વનું કામ કરી રહ્યા છે. હાલમાં, ચર્ચા એ છે કે વિશ્વની સૌથી લાંબી પાણીની અંદરની સુરંગ બની રહી છે, જે ડેનમાર્ક અને જર્મની વચ્ચે બનાવવામાં આવી છે. આ અનોખી સુરંગ 2029 સુધીમાં તૈયાર થઈ જશે એવી કઈક વાત છે.

દુનિયાની લાંબી પાણીની અંદરની ટનલ ફેહમાર્ન બેલ્ટ ફિક્સ્ડ લિંક ટનલ કહેવાય છે. ‘યુરો ન્યૂઝ’માં જણાવેલ અહેવાલ મુજબ તો, આ દરિયાઈ સુરંગની નીચેથી રેલ ટ્રાફિક અને રોડ ટ્રાફિક બંનેનું સંચાલન કરવામાં આવશે. આ ખાસ ટનલ જર્મની અને ડેનમાર્કને જોડવા જઈ રહી છે. આ પ્રોજેક્ટનું કામ અત્યારે જોરદાર રીતે ચાલી રહ્યું છે.

એવું માનવામાં આવે છે કે આ સૌથી લાંબી દરિયાઈ સુરંગ બની જશે તો આખા યુરોપમાં એક નવી ક્રાંતિ જોવા મળશે. ડેનમાર્કમાં અત્યાર સુધીનો કહેવાય તો મોટો એક પ્રોજેક્ટ હાથમાં આવ્યો છે, જે યુરોપિયન યુનિયનના ટેન-ટી પ્રોગ્રામનો એક વિશેષ અને મહત્વપૂર્ણ ભાગ કહેવાય છે. આ પ્રોજેક્ટ થી આખા મહાદ્વીપની ટ્રાન્સપોર્ટ લિંક તૈયાર કરવામાં આવી જશે અને ઇન્ટરકનેક્ટિવિટી પણ મજબૂત બની જશે. યુરોપિયન યુનિયને તેને બનાવી શકાય તે માટે €1.1 બિલિયનનું મોટું અને મહત્વનું યોગદાન આપ્યું છે.

ખરેખર 10 વર્ષની તૈયારી અને સંશોધન પછી, ફેહમાર્ન બેલ્ટ ટનલનું નિર્માણ 2020 માં શરૂ કરી દેવામાં આવ્યું હતું. ‘યુરો ન્યૂઝ’ના અહેવાલ પ્રમાણે તો, આ ટનલની લંબાઈ 18 કિલોમીટર હશે. તે યુરોપ દેશનો સૌથી મોટો ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ગણવામાં આવે છે.

બાલ્ટિક દરિયાની અંદર 40 મીટરની અંદર બનાવવામાં આવતી આ ખૂબ જ અનોખી સુરંગ જર્મનીના ફેહમાર્ન અને ડેનમાર્કના લોલેન્ડ આઇલેન્ડને એકદમ સારી રીતે જોડાવાની છે. હાલમાં તે બે વચ્ચે દર વર્ષે કરોડો લોકો બોટ લઈને મુસાફરી કરતા હોય છે. આ બોટ સર્વિસ રોડબી અને પુટગાર્ડન વચ્ચે કહેવાય છે. બોટ થી આ દરિયાઈ મુસાફરી લગભગ 45 મિનિટથી 60 મિનિટ તો લે જ છે, પણ ટનલના નિર્માણને કારણે આ અંતર ટ્રેન દ્વારા 7 મિનિટમાં અને કાર દ્વારા 10 મિનિટમાં કાપવામાં આવશે.

ફેહમાર્ન બેલ્ટ ટનલ વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સ્કેન્ડિનેવિયા અને મધ્ય યુરોપના દેશોને જોડશે. આ ટનલ દ્વારા રેલવે અને રોડ માર્ગે માલસામાનની હેરફેર કરવામાં આવશે. આબોહવાની નજરે જો આપને જોઈએ તો પણ પરિવહનની આ પદ્ધતિ એકદમ સારી રહેવાની છે.

ડેનમાર્ક અને જર્મની વચ્ચે બનાવવામાં આવી રહેલી વિશ્વની સૌથી લાંબી અંડરવોટર ટનલ પોતાનામાં જ એન્જિનિયરિંગ અને વિજ્ઞાનના ચમત્કારનું અનોખું ઉદાહરણ કહેવાશે. નિષ્ણાતોના મતે કહેવાય કે કોપનહેગનથી હેમ્બર્ગ જવા માટે ટ્રેનમાં લગભગ પાંચ કલાકનો સમય લાગે છે. પણ, આ ટનલના નિર્માણ સાથે, આ અંતર કાપવાનું લગભગ બે કલાક જેટલું ઘટી જશે.

1 thought on “ગજબની બનશે આ સુરંગ જે બનાવવામાં આવશે દરિયાની નીચે સાથે આ બે દેશોને જોડશે…”

Leave a Comment