દરેક મહિલા માટે: જો દિવસમાં આટલા અંતરે પેડ ન બદલ્યું તો થઇ શકે છે ગંભીર નુકસાન😖

પીરિયડસ દરમ્યાન તમે જેટલી ચોખ્ખાઇ રાખશો એટલો તમને જ ફાયદો થવાનો છે. પર્સનલ સાફ-સફાઇનું ધ્યાન રાખવાથી તમે કેટલાંય પ્રકારની બીમારીઓ અને ઇન્ફેકશનથી પણ બચી શકો છો. તેમાં સૌથી અગત્યનો રોલ પેડ કે સેનેટરી નેપકીનનો છે જે તમે પીરિડયસ દરમ્યાન ઉપયોગ કરો છો. શું તમે જાણો છે કે પીરિયડસ દરમિયાન તમારે દિવસ દરમ્યાન કેટલી વખત પેડ બદલવા જોઇએ? આ રહ્યો તેનો જવાબ.

કેટલી વખત પેડ બદલવા?

લ્થ એક્સપર્ટ્સનું માનીએ તો પીરિયડ્સ દરમિયાન દર ચાર કલાકે એક વખત પેડ બદલવું જોઇએ અને જો તમે ટૈમ્પૉનનો ઉપયોગ કરી રહ્યાં છો તો તેને દર બે કલાકમાં બદલવું જોઇએ. આ સમયને જનરલાઇઝ કરી શકાય નહીં કારણ કે પેડ બદલવાનો સમય એ વાત પર નિર્ભર કરે છે તમે જે સેનેટરી નેપકીનયુઝ કરી રહ્યાં છો તેની ક્વોલિટી કેવી છે અને પીરિયટ્સ દરમ્યાન બ્લડ ફ્લો કેટલો થઇ રહ્યો છે.

બ્લડ ફ્લો મુજબ બદલી શકાય

કેટલીક છોકરીઓ અને મહિલઓને બ્લડ ફ્લો ઓછો હોય છે તો કેટલીકને હેવી બ્લીડિંગ થાય છે. એવામાં પોતાની જરૂરિયાત પ્રમાણે તેઓ પેડ બદલવું જોઇએ.

આમ તો પોતાની જરૂરિયાત પ્રમાણે પેડ બદલવા જોઇએ પરંતુ એક પેડને લાંબા સમય સુધી રાખવું જોઇએ નહીં.

થઈ શકે છે આ બિમારી

એવું એટલા માટે કારણકે એક વખત જ્યારે મેન્સ્ટ્રુઅલ બ્લડ શરીરમાંથી બહાર નીકળે છે તો તે દૂષિત થઇ જાય છે. આવું માત્ર હેવી બ્લિડિંગ દરમ્યાન જ નહીં પરંતુ જ્યારે બ્લડ ફ્લોમાં ઘટાડો થાય છે ત્યારે પણ આ વાતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ખરાબ લોહીના સંપર્કમાં આવતા જ પેડ પણ ભીનું અને દૂષિત થઇ જાય છે. એવામાં લાંબા સમય સુધી એક જ પેડનો ઉપયોગ કરવાથી વજાઇનલ ઇન્ફેકશન, UTI, અને સ્કિન રેશીસ થવાનું જોખમ રહે છે.

ALL IMAGE CREDITS : GOOGLE IMAGES

આ પોસ્ટને શેર કરીને બધા ને જાગૃત કરો અને તમારી સલાહ અને સવાલ અમને કમેન્ટસ માં લખી ને મોકલો.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર…...નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR: ADITI NANDARGI

Leave a Comment