વરસાદની ઋતુમાં થઈ શકે છે આ ખતરનાક બિમારીઓ, જાણો બચીને રહેવા માટેનો સરળ ઉપાય

વરસાદ આવતા ઉનાળા ની ગરમી ‌થી રાહત મળે છે. વરસાદ ની ઋતુ માં સમોસા, ચા અથવા કોફી સાથે ખાવાની મજા આવે છે. પરંતુ આ સુખદ વાતાવરણ તેની સાથે ધણા પ્રકારના ચેપ અને રોગો પણ આવે છે. આ વાતાવરણ માં વરિષ્ઠ નાગરિકો અને બાળકો ને ઝડપી રોગ‌ થાય છે. અમે તમને ચોમાસામાં થતા રોગો વિશે કેવી રીતે બચવું તે વિશે જણાવીશું.

1. શરદી અને તાવ

બાળકોમાં હંમેશાં શરદી અને તાવનો જોવા મળે છે. ખાંસી, છીંક આવવી અથવા એક બીજા ના સંપર્ક માં આવાથી આ ચેપ એક બીજાથી ફેલાય છે ખાસ કરીને શાળાઓમાં. ધ્યાન રાખો કે તમારું બાળક અન્ય બાળકો સાથે પોતાનો રૂમાલ જેવી સામાન્ય વસ્તુઓ આપવાનું ટાળે. સેનિટાઇઝર અથવા સાબુ આપો અને ધ્યાન રાખો કે તેનો ઉપયોગ કરે. અને ડૉક્ટર ની સલાહ મુજબ દવા લો.

image source

2. ફૂડ પોઇઝનિંગ

ખરાબ ખોરાક અથવા પાણીને કારણે ઝાડા અથવા ફૂડ પોઇઝનિંગ જેવા ચેપ થાય છે. તેથી તમારા બાળકો ને પાણી ઉકાળી ને આપો. આ રીતે, તમે તમારા બાળકોને પાણી દ્વારા થતી રોગોથી સુરક્ષિત કરી શકશો. હંમેશાં ખોરાકને ઢાકી ને રાખો, ફક્ત તાજા રાંધેલો ખોરાક જ લેવાનો આગ્રહ રાખો અને  બહારનું ખાવાનું ટાળો.

image source

3.ડેન્ગ્યુ

ચોમાસામાં ડેન્ગ્યુ થવો એ સામાન્ય રોગ છે. માતાપિતાએ ધ્યાન રાખવું કે બાળક પર મચ્છર ભગાડનાર ક્રીમ લગાડવી. તેમજ, બાળકોએ સંપૂર્ણ શરીરને ઢાકતા કપડાં પહેરવા જોઈએ. ખુલ્લી ટાંકીમાં અથવા ઘરની આજુબાજુ પાણી ભેગું થવા ન દો. તેનાથી મચ્છરો આવશે નહીં.

image source

4.લેપ્ટોપાયરોસિસ

બાળકો વરસાદની ઋતુંમાં જમીન અને પાણીમાં રમે છે, જેનાથી તેમને લેપ્ટોપીરોસિસનું જોખમ રહે છે. લેપ્ટોપાયરોસિસ પાણી અથવા માટીના સંપર્ક માં આવવાથી થાય છે. જે પ્રાણીના પેશાબથી ઉત્પ્ન્ન થાય છે. જો તમારા બાળકને પહેલાથી જ કોઈ પણ પ્રકારની ઇજા થઈ છે, તો તેને લેપ્ટોપીરોસિસનું જોખમ વધારે છે.

5. ટાઇફોઇડ

ટાઇફાઇડ દૂષિત પાણી અથવા ખોરાક દ્વારા પણ થાય છે. આ રોગને રોકવા માટે રસીકરણ સિવાય‌ બીજો કોઈ ઉપાય નથી. ધ્યાનમાં રાખો કે વરસાદની ઋતુ માં બાળકને ઘરે બનાવેલ ભોજન આપવું જોઈએ અને હા જમતા પહેલા હાથ સાબુથી ચોક્કસપણે સાફ કરવા.

આશા છે કે આ લેખની માહિતી તમને પસંદ આવી હશે. આવી જ અન્ય માહિતી જાણવા માટે ફેસબુક પેજ “ફક્ત ગુજરાતી” ને લાઈક કરવાનું ભૂલશો નહીં.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author :fakt gujarati

Leave a Comment