એક સમય હતો કે જ્યારે દાઢી કાઢવા માટે વાળંદ ને પૈસા આપવા પડતાં હતા., પણ હવે તેને ફેશન નું રૂપ લઈ લીધું છે. જે યુવા ઓ માં ખૂબ પસંદ કરવામાં આવે છે. હવે આજ સ્ટાઇલ ને અનુસરતા વાળંદ ને દાઢી સેટ કરાવા માટે પૈસા આપવામાં આવે છે. જો કે દાઢી રાખવી હવે ફેશન થઈ ગઈ છે. તો તેના કારણે કેટલાક પુરુષ પરેશાન પણ થઈ ગયા છે. ઘણા પુરુષો ને એ ફરિયાદ રહે છે કે તેમની દાઢી માં વાળ ઓછા આવે છે. અને તેમને દાઢી ના વાળ વધારવાનો કોઈ સરળ ઉપાય નથી મળી રહ્યો.
શું તમે પણ આ વાત થી પરેશાન છો? તો હવે ચિંતા કરવાની જરૂર નથી. આહાર માં એવી વસ્તુ નો સમાવેશ કરવો કે જેઠી તેમના વાળ નો ગ્રોથ જલ્દી જ થાય.
તજ
તજ ના અનેક ફાયદા છે. તેનાથી શરીર માં ગરમી પેદા થાય છે. જેનાથી વાળ ના મૂળ માં ઓક્સિજન યુક્ત રક્ત નો સંચાર ને વધારવા માં મદદ કરે છે. તેનાથી દાઢી ભરાવદાર અને પોષિત રહે છે. સવારે ખાલી પેટ મધ અને ગરમ પાણી સાથે તેનું સેવન કરવું સારું ગણાય છે.
પાલક
બધા ને જ ભાવતી લીલા પાંદડા વાળી શાકભાજી માં ની એક છે પાલક. પાલક માં વિટામિન e, ફોલિક એસિડ,આયરન,વિટામિન c અને બીટા કેરોટિન ની માત્રા હોય છે. આ બધા જ ગુણ ત્વચા અને દાઢી ને મુલાયમ અને મસ્તિષ્ક ને સ્વસ્થ રાખે છે. તેને વાપરવાનો સૌથી સરળ ઉપાય છે તેનું જ્યુસ કરી ને પીવું. અથવા તો તેની સ્મૂધી બનાવી ને પીવી. જો તમે દાઢી ની ગ્રોથ વધારવા માંગો છો તો રોજ એક ગ્લાસ પાલક નું જ્યુસ પીવું. પાલક નું શક પણ ફાયદાકારક હોય છે.
ટયૂના માછલી
ટયૂના માછલી ઓમેગા 3 ફેટી એસિડ નો સૌથી સારો સ્ત્રોત માનવામાં આવે છે. આ એક એવું તત્વ છે કે જેનું ઉત્પાદન શરીર માં નથી થતું. ઓમેગા 3 ત્વચા અને વાળ માટે ખૂબ અહમ માનવામાં આવે છે. અને તેને સારી માત્રા માં સેવન કરવા થી હેર ફોલિકલ્સ (રોમ છિદ્રો) નું નિર્માણ ઉત્તેજિત થાય છે. જો તમે માંસાહારી ચો અને દાઢી ના વાળ વધારવા માંગો છો તો તમારા ડાયટ માં ટયૂના માછલી ને જરૂર થી સામેલ કરો. અને જો તમે શાકાહારી છો તો ડાયટ માં પાલક કે તજ નો ઉપયોગ કરી શકો છો.
ઉપરોક્ત વસ્તુ ખાવા થી ન ફક્ત દાઢી ના વાળ માં વૃદ્ધિ થશે પણ સાથે જ તમારા શરીર ને જરુરી પોષક તત્વો પણ મળી રહેશે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team