દોસ્તો આજના સમયમાં શાકભાજીઓ તાજી અને સારી દેખાડવા માટે ઘણા બધા કેમિકલ્સ નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે તમારા માટે કોઈ ઝેર થી ઓછું નથી. એવામાં આ ઝેરથી તમારા પરિવાર ને બચાવવા માટે ફક્ત એક જ રીત છે કે જો તમે તમારી લીધેલી શાકભાજીઓની ખુદ ખેતી કરો. પુરા દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે અને આપણે બધા આપણા ઘરમાં નવરા જ બેઠા છીએ. એવામાં તમે શાકભાજીઓ અને સલાડ ખુદ તમારા ઘરમાં જ ઉગાડી શકો છો.
આજે અમે તમને જણાવીશું કે મે મહિનામાં તમે કઈ કઈ શાકભાજીઓ લગાવી શકો છો અને સાથે જ અમે તમને આ બધી જ શાકભાજીઓ ઉગાડવાની રીત વિષે પણ જણાવીશું. ખાસ વાત એ છે કે તમે લગભગ 6 મહિના સુધી આ શાકભાજીઓની ફસલ લઈ શકો છો.
સૌથી પહેલા સલાડની વાત કરવામાં આવે તો આપણે બધા જ ખાવાની સાથે સાથે નાસ્તામાં સલાડ ખાવું પસંદ કરવી છીએ અને તે આપણા માટે ખુબ જ સારું છે. સલાડમાં તમે કાકડી, ખીરા, શક્કરટેટી અને સાથે જ ટામેટા અને મર્ચી ને પણ ઉગાડી શકો છો. આ બધા સલાડમાંથી, તમે ફક્ત છોડ દ્વારા ટમેટાં રોપી શકો છો અને બીજું બધું જ બીજ દ્વારા ઉગાડી શકો છો.
ત્યારબાદ મે મહિનામાં લગાડવામાં આવેલી શાકભાજીઓ વિશે વાત કરીએ તો સૌથી પહેલા આવે છે ભિંડી. આ સીજનમાં ભીંડી ઉગાડવી ખુબ જ સરળ છે. ત્યારબાદ આવે છે દુધી. જેમ કે તમે જાણો જ છો કે આ સીજનમાં દુધી ઘણી ખાવામાં આવે છે. દુધી ઉગાડવામાં પણ ખુબ જ સરળ પડે છે અને તેને ફક્ત 3 થી 4 બીજ ઉગાડી સારું ઉત્પાદન મેળવી શકો છો.
જો તમે ખેડૂત છો તો થોડી જમીનમાં જ આ બધી શાકભાજીઓની ખેતી કરી શકો છો અને તમારા ગામમાં સારા દામ પર તેને વેચી મંદીના આ સમયમાં સારો એવો નફો કમાઈ શકો છો. આ બધી જ શાકભાજીઓ અને તેને ઉગાડવા ની રીત વિશેની જાણકારી માટે નીચે આપેલો વિડીઓ જરૂરથી જુઓ …
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team