આજ ની રેસીપી ખુબ જ મજેદાર છે આજે મેક્રોની નાસ્તો લઈને આવ્યા છીએ અને તેને તમને સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે બનાવી શકાય તે જણાવીશું મેક્રોની નાસ્તો તમે સાંજની ચા સાથે બનાવી શકો છો અને ખાસ કરીને તે બાળકોને ખુબ જ પસંદ આવે છે અને તમે તેને બનાવી ને બે ત્રણ દિવસ સુધી ખાઈ શકો છો. મેક્રોની નાસ્તાની રેસિપી ખૂબ જ આસાન છે.
સામગ્રી:
- મેક્રોની : 200 ગ્રામ
- મીઠું: 2 ચમચી
- તેલ: તળવા માટે
- મકાઈનો લોટ( કોર્ન ફ્લોર ): 2 ચમચી
- મેંદો : 2 ચમચી
- લાલ મરચું પાવડર: 1 ચમચી
- જીરું પાવડર: 1/4 ચમચી
- કાળા મરી: 1/4 ચમચી
- ચાટ મસાલો: 1/2 ચમચી
મેક્રોની નાસ્તો બનાવવાની રીત
સૌપ્રથમ એક મોટા વાસણમાં પાણી ગરમ કરવા માટે મૂકો હવે તેમાં એક ચમચી મીઠું અને ૧ ચમચી તેલ નાખો.
જ્યારે પાણી ગરમ થઈ જાય ત્યારે તેમાં મેક્રોની નાખો અને તેને ત્રણ-ચાર મિનિટ સુધી ઉકળવા દો.
ત્યારબાદ તેને ગરણી માં ગાળો અને થોડું ઠંડુ પાણી નાખીને મૂકો જેથી તેની વરાળ ઓછી થઈ જાય અને તે વધુ ચઢી ન જાય.
ત્યારબાદ તેને એક મોટા વાસણમાં લો અને તેમાં કોર્ન ફ્લોર મેંદો અને મીઠું નાખીને યોગ્ય રીતે મિક્સ કરો.
હવે તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુઓ સારી રીતે મિક્સ થઈ ગઈ છે.
એક બાજુ મધ્યમાં જ ઉપર તેલ ગરમ કરવા મુકો અને તેમાં મેક્રોની ને રાખો.
હવે તેને બેથી ત્રણ મિનિટ સુધી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.
તેનો રંગ ગોલ્ડન થઈ જાય ત્યારે તેને બહાર કાઢો. આજ રીતે બધી મેક્રોની ફ્રાય કરો.
હવે તેમાં દરેક મસાલાને નાખો, તેમાં લાલ મરચું જીરુ પાવડર કાળા મરી પાવડર અને ચાટ મસાલો આ દરેક વસ્તુ નાખીને સારી રીતે મિક્સ કરો.
ક્રિસ્પી મેક્રોની બનીને તૈયાર છે. આ મેક્રોની નાસ્તો બનાવવા માં માત્ર 10 મિનિટ લાગે છે અને તે ખુબ જ ચટપટો અને સ્વાદિષ્ટ હોય છે તેથી તેને જરૂરથી ઘરે બનાવો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “સાંજની ચા સાથે બનાવો આ મજેદાર અને ટેસ્ટી અને ચટપટો મેક્રોની નાસ્તો”