બેંગલોર ના એક હોસ્પિટલ દ્વારા શનિવારે જાહેર કર્યા પ્રમાણે, માં કોરોના થી સંક્રમિત હોવા છતાં બાળકો સંક્રમણ મુક્ત અને સ્વસ્થ છે. ફક્ત 9 જ બાળકો કોરોના થી સંક્રમિત થયા છે કારણકે તેમની માંતા એવા જ વિસ્તાર માં રહેતી હતી.
વાણી વિકાસ હોસ્પિટલ ના મેડિકલ અધિકારી એ જણાવ્યું કે અત્યાર સુધી 160 જેટલા બાળક નો અહી જન્મ થયો છે. અને તે પણ કોરોના ના સંક્રમણ વગર જ. જ્યારે એમનો જન્મ covid-19 થી સંક્રમિત માંતા માંથી થયો છે. આ નવજાત ને પણ સંક્રમણ ન થાય એટલે એમને જન્મ પછી તરત જ આઇસોલેટ કરી દીધા છે. હોસ્પિટલ તરફ થી કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી માંતા નો કોરોના રિપોર્ટ નેગેટિવ ના આવે ત્યાં સુધી બાળકો ને તેમના થી દૂર જ રાખવામાં આવશે. સાથે જ બાળકો નો 5 માં અને 14 માં દિવસે કોરોના નું રિપોર્ટ કરવામાં આવશે. તેમા નેગેટિવ રિપોર્ટ વાળા બાળકો ને તેમના સગા સંબંધીને સોંપી દેવામાં આવશે.
હોસ્પિટલ ના સુપ્રિટેન્ડન્ટ ગીતા શિવમૂર્તિ એ delivery દરમિયાન ઘણાં એવા સાવચેતી ભર્યા પગલાં લીધા. ડેલિવેરી દરમિયાન ડોક્ટર એ ppe કીટ પહેરીને ઓપરેશન કર્યું હતું. સાથે જ કોરોના પ્રોટોકોલ અનુસાર માંતા ને તેના નવજાત બાળકો થી દૂર રાખવામાં આવ્યા હતા. કોરોના થી સંક્રમિત માંતા ના બાળક ને પાવડર મિલ્ક પણ આપવા માં આવતું. ડોક્ટર ગીતા એ કહ્યું કે નવજાત ને લઈને ખૂબ જ સાવધાની પણ રાખવામાં આવી છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team